સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
સેપક ટાકરા વર્લ્ડ કપમાં ભારતીય ટીમે કુલ 7 મેડલ જીત્યા હતા. ભારતે સેપક ટાકરા રમતમાં પહેલીવાર ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત ભારતે 2 સિલ્વર મેડલ અને 4 બ્રોન્ઝ મેડલ પણ જીત્યા હતા. પીએમ મોદીએ આ ઐતિહાસિક જીત માટે ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં ભારતીય ટીમને તેના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટીમની પ્રશંસા કરતી વખતે તેમણે ખાસ કરીને પુરુષોની રેગુ ટીમનો ઉલ્લેખ કર્યો, જેમણે ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો.
પીએમ મોદીએ અભિનંદન પાઠવ્યા
પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય ટીમે સેપક ટાકરા વર્લ્ડ કપ 2025માં શાનદાર પ્રદર્શન કરીને 7 મેડલ જીત્યા છે. પુરુષોની રેગુ ટીમે દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ નોંધપાત્ર સિદ્ધિ વૈશ્વિક સેપક ટાકરા રમતમાં ભારત માટે ઉજ્જવળ ભવિષ્યનો સંકેત આપે છે.’
ભારતનું શાનદાર પ્રદર્શન
આ વખતે ભારતીય ટીમે 7 મેડલ (1 ગોલ્ડ, 2 સિલ્વર, 4 બ્રોન્ઝ) જીત્યા છે, જે આ રમતમાં દેશનું વધતું પ્રભુત્વ દર્શાવે છે. પુરુષોની રેગુ ટીમે ફાઈનલમાં થાઈલેન્ડ જેવી મજબૂત ટીમને હરાવીને ઐતિહાસિક વિજય મેળવ્યો હતો.
Congratulations to our contingent for displaying phenomenal sporting excellence at the Sepak Takraw World Cup 2025! The contingent brings home 7 medals. The Men’s Regu team created history by bringing home India’s first Gold.
This spectacular performance indicates a promising… pic.twitter.com/ieBItLT14w
— Narendra Modi (@narendramodi) March 26, 2025
સેપક ટાકરા શું છે?
સેપાક ટાકરા, જેને કિક વોલીબોલ અથવા ફૂટ વોલીબોલ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક એવી રમત છે જેને વોલીબોલ અને ફૂટબોલનું મિશ્રણ માનવામાં આવે છે. આમાં પ્લાસ્ટિક બોલનો ઉપયોગ કરવામાં આવે છે અને ખેલાડીઓ ફક્ત તેમના પગ, ઘૂંટણ, ખભા, છાતી અને માથાથી બોલને સ્પર્શ કરી શકે છે. આ રમત બેડમિન્ટન જેવા કોર્ટ પર રમાય છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે ISTAF દ્વારા સંચાલિત થાય છે.
સેપાક ટાકરા સ્કોરિંગ સિસ્ટમ
સેપાક ટાકરા રમતમાં દરેક મેચમાં 3 સેટ (પ્રતિ સેટ 21 પોઈન્ટ) હોય છે. ત્રીજા સેટમાં ટીમો 11 પોઈન્ટ બાદ સાઈડ બદલે છે. આ રમત હજુ ઓલિમ્પિકનો ભાગ નથી, પરંતુ એશિયન ગેમ્સ અને વર્લ્ડ કપમાં તેની લોકપ્રિયતા વધી રહી છે. ભારતીય ટીમનું આ પ્રદર્શન દેશમાં સેપાક ટાકરાને વધુ પ્રોત્સાહન આપશે.
આ પણ વાંચો: IPL 2025ની પહેલી મેચમાં લીગના આ વર્ષના સૌથી મોંઘા ખેલાડીઓનું કેવું રહ્યું પ્રદર્શન?