Ahmedabad : કાળઝાળ ગરમીમાં બસસ્ટોપ ઉપર શેડ નાખવાનું ભૂલી AMC, મુસાફરોના હાલ થયા બે હાલ, જુઓ Video
માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીમાં મુસાફરી કરવી એટલે સૌથી મોટો પડકાર છે. અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. તો બીજી તરફ આવી ગરમીમાં રોજ લાખો મુસાફરો સિટી બસમાં મુસાફરી કરે છે.
માર્ચ મહિનામાં કાળઝાળ ગરમીમાં મુસાફરી કરવી એટલે સૌથી મોટો પડકાર છે. અમદાવાદ શહેરમાં એક તરફ ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી રહ્યો છે. તો બીજી તરફ આવી ગરમીમાં રોજ લાખો મુસાફરો સિટી બસમાં મુસાફરી કરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઉનાળામાં ઓઆરએસના પેકેટ અને પાણીની પરબ શરુ કરવાની જાહેરાત તો કરી પરંતુ કાળઝાળ ગરમીમાં શહેરના બસસ્ટોપ ઉપર શેડ આપવાનું તો ભૂલી જ ગયા છે. તેમ અનેક જગ્યાએ બસ સ્ટોપના નામે માત્ર એક થાંભલો છે. આવા સમયે મુસાફરોને ગરમીમાં બસની રાહ જોતી વખતે તડકામાં શેકાવવાનો વારો આવે છે. ઉનાળામાં મુસાફરોના હાલ-બેહાલ થયા છે.
મુસાફરોના હાલ થયા બે હાલ
સિનિયર સિટિઝન્સ અને મહિલાઓ અને સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ ભરબપોરે શહેરના કેટલાય એએમટીએસ બસસ્ટોપ પર ઝાડના સહારે ઉભા રહેવા મજબૂર છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ઉસ્માનપુરા ઓફિસથી અડધો કિલોમીટરના અંતરમાં જ બે બસસ્ટોપ આવેલા છે જ્યાં બસસ્ટોપ તો છે પણ શેડ નથી. ગરમીથી બચવા મુસાફરો આસપાસના વૃક્ષોનો સહારો લે છે અને ફૂટપાથ પર બેસી બસની રાહ જોવા મુસાફરો મજબૂર છે.