RR vs KKR IPL 2025 : કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, 15 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી
આજે 26 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

આજે 26 માર્ચને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું
કોલકાતાએ રાજસ્થાનને 8 વિકેટે હરાવ્યું, 15 બોલ બાકી રહેતા મેચ જીતી લીધી, ડી કોક 97 રન નોટઆઉટ, ત્રણ રન માટે સદી ચૂકી ગયો, ડી કોકે સિક્સર ફટકારી મેચ પૂર્ણ કરી
-
ડી કોક-રઘુવંશી વચ્ચે અડધી સદીની ભાગીદારી
ક્વિન્ટન ડી કોક અને અંગક્રિશ રઘુવંશી વચ્ચે 35 બોલમાં 55 રનની ભાગીદારી છે. કોલકાતાએ 16 ઓવરમાં માત્ર 2 વિકેટ ગુમાવીને 125 રન બનાવ્યા છે. હવે તેને જીતવા માટે 24 બોલમાં માત્ર 27 રનની જરૂર છે.
-
-
KKRનો સ્કોર 100 ને પાર
કોલકાતા નાઈટ રાઈડર્સનો સ્કોર 100 ને પાર, ડી કોક ની દમદાર બેટિંગ
-
ડી કોકની ફિફ્ટી
ડી કોકની ફિફ્ટી, જોરદાર સિક્સર ફટકારી અર્ધસદી પૂરી કરી
-
રહાણે 18 રન બનાવી આઉટ
કોલકાતા નાઈટ રાઈડર્સને બીજો ઝટકો, કેપ્ટન અજિંક્ય રહાણે 18 રન બનાવી થયો આઉટ, હસરંગાએ લીધી વિકેટ
-
-
KKR ને પહેલો ઝટકો
KKR ને પહેલો ઝટકો, મોઈન અલી માત્ર 5 રન બનાવી થયો આઉટ, મોઈન અલી થયો રનઆઉટ
-
KKRને જીતવા 152 નો ટાર્ગેટ
રાજસ્થાન રોયલ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને જીતવા 152 રનનો આપ્યો ટાર્ગેટ
-
રાણાએ લીધી બીજી વિકેટ
હર્ષિત રાણાએ શિમરોન હેટમાયરને કર્યો આઉટ, રાજસ્થાન રોયલ્સની આઠમી વિકેટ પડી
-
જૂરેલ 33 રન બનાવી આઉટ
હર્ષિત રાણાએ ધ્રુવ જૂરેલને કર્યો ક્લીન બોલ્ડ, જૂરેલ 33 રન બનાવી આઉટ, રાજસ્થાન રોયલ્સની સાતમી વિકેટ પડી
-
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો
રાજસ્થાન રોયલ્સને છઠ્ઠો ઝટકો, શુભમ દુબે 9 રન બનાવી આઉટ, વૈભવ આરોરાએ બીજી વિકેટ ઝડપી, રાજસ્થાન તકલીફમાં
-
નીતિશ રાણા ક્લીન બોલ્ડ
રાજસ્થાન રોયલ્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, મોઈન અલીએ નીતિશ રાણાને કર્યો ક્લીન બોલ્ડ
-
વરુણ ચક્રવર્તીની બીજી વિકેટ
રાજસ્થાન રોયલ્સે ગુમાવી ચોથી વિકેટ, હસરંગા સસ્તામાં આઉટ, વરુણ ચક્રવર્તીની બીજી વિકેટ
-
મોઈન અલીએ યશસ્વીને કર્યો આઉટ
રાજસ્થાન રોયલ્સની ત્રીજો ઝટકો, યશસ્વી જયસ્વાલ 29 રન બનાવી આઉટ, મોઈન અલીએ લીધી વિકેટ, રાજસ્થાન રોયલ્સનું ટોપ ઓર્ડર સસ્તામાં આઉટ, સંજુ, યશસ્વી અને રિયાન મોટી ઈનિંગ ન રમી શક્યા. હવે નીતિશ રાણા, ધ્રુવ જૂરેલ અને હેટમાયર પર ટીમને મોટા સ્કોર પર પહોંચાડવાની જવાબદારી.
-
પરાગ 25 રન બનાવી આઉટ
રાજસ્થાન રોયલ્સને બીજો ઝટકો, રિયાન પરાગ 25 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ, ડી કોકની જોરદાર કેચ, રાજસ્થાન 67/2
-
સંજુ સેમસન ક્લીન બોલ્ડ
રાજસ્થાન રોયલ્સને પહેલો ઝટકો, સંજુ સેમસન 13 રન બનાવી આઉટ, વૈભવ અરોરાએ કર્યો ક્લીન બોલ્ડ
-
યશસ્વી-સંજુની બાઉન્ડ્રી સાથે શરૂઆત
યશસ્વી જયસ્વાલ-સંજુ સેમસનની બાઉન્ડ્રી સાથે શરૂઆત, સ્પેસનરની ઓવરમાં આવી બે બાઉન્ડ્રી
-
RR ની પ્લેઈંગ ઈલેવન
યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, રિયાન પરાગ (કેપ્ટન), નીતિશ રાણા, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિંદુ હસરંગા, જોફ્રા આર્ચર, મહિષ થીક્ષણા, તુષાર દેશપાંડે, સંદીપ શર્મા
-
KKR ની પ્લેઈંગ ઈલેવન
ક્વિન્ટન ડી કોક, મોઈન અલી, અજિંક્ય રહાણે (કેપ્ટન), વેંકટેશ અય્યર, વૈભવ અરોરા, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, હર્ષિત રાણા, સ્પેન્સર જોહ્ન્સન, વરુણ ચક્રવર્તી
-
KKRએ ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી
ગુવાહાટીમાં રાજસ્થાન અને કોલકાતા વચ્ચે મેચ છે. આ મેચમાં કોલકાતાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. રાજસ્થાનની ટીમ પહેલા બેટિંગ કરશે.
-
CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું-એપ્રિલ-મે માં નર્મદા પાઈપલાઈનનું મેઈન્ટેન્સ છતા રાજકોટમાં પાણીની ચિંતા નહી રહે
રાજકોટમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે પાણી સમસ્યાને લઈને મોટુ નિવેદન કરતા કહ્યું છે કે, રાજકોટને હવે પાણીની સમસ્યા નહીં રહે. અમે પાણીની વ્યવસ્થા કરી દીધી છે. એપ્રિલ અને મે માસમાં નર્મદાની પાઇપલાઇનનું મેન્ટેનન્સ કામ હોવાથી મળવાનું બંધ થવાનું છે. જેથી મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓએ બીજા સોર્સથી પાણી આપવાની માંગ કરી હતી. શહેરનું પાણી વિતરણ નર્મદા આધારીત છે.
-
જામનગર રંગમતી ડેમમાંથી 30 માર્ચ પાણી છોડવામાં આવશે, નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ
જામનગર રંગમતી ડેમમાંથી 30 માર્ચ પાણી છોડવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં આવતા ગામને સાવચેત કરાયા છે. જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલ રંગમતી ડેમમાં યાંત્રીક વિભાગ દ્વારા ડેમના તમામ ગેટ રીપેરીંગ તથા નવા બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમમાંથી, નદીમાં પાણી છોડવામાં આવશે. 30 માર્ચના સવારે 7 વાગે 57.00 એમ.સી.એફ.ટી પાણી છોડવામાં આવશે. તેથી નીચાણ વાળા વિસ્તારમાં આવતા જામનગર શહેર સહીતના 7 ગામને સાવચેત કરાયા છે. જેમાં ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જૂના નાગના, નવાગામ ધેડ ગામની નદીના પટમાં અવર જવર ના કરવા તેમજ સાવચેત રહેવા માટે સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રંગમતી ડેમમાં રહેલા પાણીને કેનાલ મારફતે શહેરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવશે.
-
RTI કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ
સુરતમાં RTI કરી ખંડણી માંગવાના પ્રકરણમાં પૂર્વ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી છે. લિયો ક્લાસીસના સંચાલક પાસે 4.50 લાખ રૂપિયાની ખંડણી માગી હતી. પૂર્વ કોર્પોરેટર પ્રકાશ દેસાઈ ખંડણી લેતા રંગે હાથ ઝડપાયા છે. SOG એ પ્રકાશ દેસાઈની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. લિયો ક્લાસીસ વિરુદ્ધ અનેક વાર RTI કરી હતી. ગુરુવારે મનપાની મુખ્ય કચેરી બહાર ધરણા પર બેસવાનો હતો. ધારણા માટે કોડવર્ડ વાપરતો હતો. ધારણા માટે “થિયેટર” અને ખંડણી માટે “ટિકિટ” કોડવર્ડ વાપરતો હતો. ફરિયાદી પાસેથી 4.50 “ટિકિટ” (સાડા ચાર લાખ)ની માંગણી કરી. 3,00,000 લેતા રંગે હાથ ઝડપાયો છે.
-
ધારાસભ્યોએ ગ્રાન્ટ-ભથ્થામાં માગ્યો વધારો, નાણાપ્રધાને કહ્યું-ગ્રાન્ટ વધારાની જાહેરાત ટૂંક સમયમાં
અંદાજપત્ર પર વિભાગવાર માંગણીઓ પરની ચર્ચાના અંતે નાણાં મંત્રી પાસે વિપક્ષે , ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ અને ભથ્થામાં વધારો કરવાની માંગણી કરી હતી. ધારાસભ્ય ફંડમાં વધારો કરવા તુષાર ચૌધરીએ માંગ કરી હતી. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટ 1.5 કરોડથી વધારીને 5 કરોડ કરવા જણાવ્યું હતું. જ્યારે ધારાસભ્ય ચૈતર વસાવાએ ધારાસભ્યોના પગારમાં વધારો કરવાની માંગ કરી હતી.
ધારાસભ્યને મળતા ફંડની રકમમાં વધારો કરવા અંગે નાણાં મંત્રી એ ખાતરી આપી હતી. આગામી સમયમાં ધારાસભ્યોને મળતા ફંડમાં વધારો થશે તેમ જણાવ્યું હતું. ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં વધારો કરવા મામલે CM સાથે ચર્ચા થઈ છે, તેમણે સૈધાંતિક મંજૂરી આપી છે તેવુ નાણા મંત્રીએ જણાવ્યું હતું. જેની આગામી સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
-
જામનગરમાં ખેડૂતના ખેતરમાંથી તૈયાર પાકની ચોરી, 2 લાખનો પાક ચોરાયો
જામનગર જિલ્લામાં ખેડૂતે ખેતરમાં પકવેલા પાકની ચોરી થવા પામી છે. ધ્રોલના વાંકિયા ગામે જીરુની ચોરી થવા પામી છે. કુલ રૂપિયા 1.68 લાખના જીરુંનું તસ્કરોએ ચોરી કરી છે. ધ્રોલ તાલુકના વાંકિયા ગામે અજાણ્યા શખ્સોએ, ખેડૂતની મહેનત પર તરાપ મારી જીરાની 16 ગુણી ઉપાડી ફરાર થઈ ગયા છે. વાંકિયા ગામના ખેડૂત ધર્મેશ હરજીવન ભીમાણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. 16 ગુણીમા ભરેલા 48 મણ જીરૂની ચોરી થઈ છે. અંદાજે 1.68 લાખનાં જીરાની બોરીની ધ્રોલ પોલીસે ખેડૂતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
અમદાવાદ: આંબાવાડી સર્કલ પાસે જોરદાર મારામારી
અમદાવાદ: આંબાવાડી સર્કલ પાસે જોરદાર મારામારી થઇ છે. એક યુવક પર 4 શખ્સોએ લાકડી વડે હુમલો કર્યો. એક્ટીવા પર જતા યુવકને ઢોર માર માર્યો હતો. અંગત અદાવતમાં હુમલો થયો હોવાનું અનુમાન છે. એલિસબ્રિજ પોલીસે અરજી લઇને તપાસ હાથ ધરી છે.
-
આણંદ: પેટલાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરના પતિ પર હુમલો
આણંદ: પેટલાદ પાલિકાના પૂર્વ કાઉન્સિલરના પતિ પર હુમલો થયો છે. જમીનની લેતીદેતી મામલે હુમલો કર્યો હોવાનો ખુલાસો થયો છે. પૂર્વ કાઉન્સિલર નયના પટેલના પતિ રવિકાન્ત પટેલ પર હુમલો થયો છે. ઘરમાંથી બહાર કાઢીને રવિકાન્ત પટેલને માર મરાયો. સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઇ છે. પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
-
ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મનપા પ્રમુખોને દિલ્હી નું તેડું
ગુજરાત કોંગ્રેસના જિલ્લા અને મનપા પ્રમુખોને દિલ્લીનું તેડું આવ્યુ છે. 33 જિલ્લા અને 10 શહેર પ્રમુખો 3 એપ્રિલે દિલ્લી જશે. પાયાના સ્તરે પાર્ટીનું સંગઠન તૈયાર કરવા પ્રમુખો સાથે બેઠક થશે. દેશભરના 700 જિલ્લા પ્રમુખોને રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાહુલ ગાંધી મળશે. ત્રણ બેચમાં અલગ અલગ રાજ્યના પ્રમુખોને દિલ્લી બોલાવાયા. કોંગ્રેસના સંગઠનાત્મક બદલાવની શરૂઆત ગુજરાતથી કરાશે.
-
ગુજરાત પોલીસને હરિયાણામાં નડ્યો અકસ્માત
ગુજરાત પોલીસને હરિયાણામાં અકસ્માત નડ્યો છે. તપાસ માટે ગયેલા 4 પોલીસકર્મીનો અકસ્માત થયો. અકસ્માતમાં બે પોલીસકર્મી અને ડ્રાઈવરના મોત થયા છે. હાઈવે પર ઉભેલા ટ્રેલર સાથે પોલીસની જીપ અથડાતા અકસ્માત થયો. ચાર પોલીસ કર્મીઓ લુધિયાણા પોક્સોના ગુનાની તપાસ માટે હરિયાણા ગયા હતા. 1 PSIને ગંભીર ઈજાઓ થતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
-
અમરેલી: 40 વિદ્યાર્થીઓએ હાથ પર માર્યા કાપા
અમરેલી: 40 વિદ્યાર્થીઓએ હાથ પર કાપા મારતા ચકચાર મચી છે. બગસરાના મૂંજીયાસર ગામમાં વિચિત્ર બનાવ બન્યો છે. વાલીઓએ પૂછતા વિદ્યાર્થીઓએ વાત છુપાવી. મૂંજીયાસરના સરપંચે શાળાના આચાર્યને જાણ કરી. કયા કારણોસર વિદ્યાર્થીઓએ હાથ કાપ્યા તે અકબંધ છે. સરપંચે ઉચ્ચ અધિકારીઓને પણ જાણ કરી.
-
પંચમહાલ: ડુમેલાવ ગામના જંગલમાંથી પરીણિતાનો મળ્યો મૃતદેહ
પંચમહાલ: ડુમેલાવ ગામના જંગલમાંથી પરીણિતાનો મૃતદેહ મળ્યો. કુંડલા ગામની 30 વર્ષીય પરીણિતાની હત્યા થઈ હોવાની આશંકા છે. તાંત્રિક વિધિને લઈને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે. પરિવારજનોએ હત્યારાને ઝડપી પાડવા માગ કરી છે. પોલીસે સમગ્ર મામલે FSLને જાણ કરી વધુ તપાસ હાથ ધરી.
-
અમદાવાદ: AMC એ જ કર્યું સરકારનાં આદેશનું ઉલ્લંઘન
અમદાવાદ: AMC એ જ સરકારનાં આદેશનું ઉલ્લંઘન કર્યું. AMCની વર્ષ 2025ની ડાયરીનાં પાના નં.242 પર છબરડો છે. ડાયરીમાં બહેરા મૂંગા, વિકલાંગ, મંદ બુદ્ધિ, અપંગ જેવા શબ્દોનો પ્રયોગ થયો. રાજ્ય સરકારનું આવા શબ્દનો પ્રયોગ ન કરવાનું નોટિફિકેશન છે. કેન્દ્ર સરકારનાં આદેશ બાદ રાજ્ય સરકારે નોટિફિકેશન બહાર પાડ્યું છે.
-
અમરેલીઃ વ્યાજખોરના ત્રાસથી વેપારીનો આપઘાત
અમરેલીઃ વ્યાજખોરના ત્રાસથી વેપારીએ આપઘાત કર્યો છે. ડેરીના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીએ આપઘાત કર્યો છે. જયેશ પડીયાએ પઠાણી ઉઘરાણી કરતો હોવાનો આરોપ છે. વેપારીએ 35 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. વ્યાજ ચુકવી ન શકતા વેપારીએ જીવન ટૂંકાવ્યું. સુસાઈડ નોટમાં વ્યાજખોરનો ઉલ્લેખ છે.
Published On - Mar 26,2025 7:17 AM





