Women’s Health : દર પાંચમાંથી 3 મહિલાઓને આ ગંભીર સમસ્યા હોય છે, શરૂઆતમાં આ લક્ષણોને અવગણશો નહી
રિપોર્ટ મુજબ દર 5માંથી 3 મહિલા એનિમિયાનો શિકાર છે. એનિમિયા ત્યારે થાય છે જ્યારે શરીરમાં પૂરતી માત્રામાં લાલ રક્ત કોશિકાઓ અથવા હિમોગ્લોબિન ની કમી થાય છે. એનિમિયા એ લોહીની ઉણપથી સંબંધિત રોગ હોવા છતાં, તે એકંદર શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરી શકે છે.

લાઈફસ્ટાઈલ અને આહારમાં ગડબડના કારણે અનેક પ્રકારની બીમારીઓનો ખતરો વધી જાય છે.

બાળકો, કે વૃદ્ધો મહિલાઓ અને પુરુષ પણ આ બિમારીનો શિકાર બની રહ્યા છે. એનિમિયા લોહની ઉણપ સાથે સંકળાયેલી બિમારી છે. જેની અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ પર પડી શકે છે.

એનિમિયાના શિકારમાં લોકોને થાક લાગવો, કમજોરી,ચકકર આવવા જેવા લક્ષણો જોવા મળે છે.જો આ બિમારી પર યોગ્ય સયમે ધ્યાન આપવામાં ન આવે તો. તેના કારણે અનેક પ્રકારની બિમારીની શક્યતાઓ વધી જાય છે.

આયરન, બિટામિન બી 12, કેટલાક પ્રકારની ક્રૉનિક બિમારીઓ આનુવંશિક વિકારને કારણે તમે એનિમિયાના શિકાર થઈ શકો છો. જેના પર ગંભીરતાથી ધ્યાન આપવું ખુબ જરુરી છે.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે,જે મહિલાઓને પીરિયડ્સ દરમિયાન વધુ પડતું બ્લીડિંગ થાય છે તેમને હિમોગ્લોબિનની કમી થવા લાગે છે.

ગર્ભાવસ્થા દરમિયાન આયર્નની વધુ જરૂર પડે છે, યોગ્ય પોષણ ન લેવાથી એનિમિયા થઈ શકે છે, તેની અસર બાળકના સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે.

ડોક્ટરના મતે આહારનું ધ્યાન રાખીને શરીરમાં હિમોગ્લોબીનની માત્રા વધારી શકાય છે.જેના માટે જરુરી છે કે, તમારા ફુડમાં બીટ અને ગાજરને સામેલ કરો. આ સિવાય ડ્રાયફુટસનું સેવન કરવાથી પણ હિમોગ્લોબિન લેવલ વધારી શકાય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ ઈલાજ કરતાં પહેલા કે,અમલમાં લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરુરી છે. ( all photo:canva)
સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. મહિલાના સ્વાસ્થને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
