IPL 2025 : આઈપીએલની 10 ટીમે એક-એક મેચ રમી લીધી, જાણો કઈ ટીમ ક્યાં સ્થાને છે, જુઓ ફોટો
IPL 2025 Points Table : આઈપીએલની 18મી સીઝનમાં 10 ટીમે પોતાની પ્રથમ મેચ રમી લીધી છે, પંજાબ કિંગ્સે હાઈ સ્કોરિંગ મેચ જીતી ત્રીજું સ્થાન મેળવ્યું છે. તો ચાલો જોઈએ સૌથી ટોચ પર કઈ ટીમ છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલની 18મી સીઝનમાં તમામ 10 ટીમે પોતાની પ્રથમ મેચ રમી લીધી છે. 10માંથી 5 ટીમ ટ્રોફી જીતી ચૂકી છે. તો આઈપીએલ 2025માં પોઈન્ટ ટેબલમાં કઈ ટીમ સૌથી આગળ છે. ચાલો જોઈએ.

આઈપીએલ 18ની પ્રથમ મેચની શરુઆત થઈ ચૂકી છે. તમામ ટીમે એક-એક મેચ રમી છે. IPL 2025ની પ્રથમ મેચમાં RCBએ ડિફેન્ડિંગ ચેમ્પિયન KKRને તેના જ ઘરે હરાવ્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની હાર થઈ છે.

સનરાઈઝર્સ હૈદરાબાદે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ જીત મેળવી શાનદાર શરુઆત કરી છે.હૈદરાબાદ, આરસીબી અને પંજાબ કિંગ્સે આઈપીએલ 2025ની શાનદાર શરૂઆત કરી છે.

સનરાઇઝર્સ ટીમ ગત સિઝનમાં જે રીતે રમી હતી તે જ લયમાં જોવા મળી રહી છે.હૈદરાબાદે આઈપીએલના ઈતિહાસમાં સૌથી બીજો મોટો સ્કોર બનાવ્યો છે.

જો આપણે દિલ્હીની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટસને 1 વિકેટથી હરાવી જીતની શરુઆત કરી છે.

સીઝનની પાંચમી લીગ મેચમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હાઈ સ્કોરિંગ મેચમાં હાર આપી હતી. આ જીત સાથે પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.

જો આપણે આઈપીએલ 2025ના પોઈન્ટ ટેબલની વાત કરીએ તો પ્રથમ સ્થાને સનરાઈઝર્સ હૈદરાબાદ, બીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ,ત્રીજા સ્થાને પંજાબ કિંગ્સ ચોથા સ્થાને ચેન્નાઈ સુપર કિંગ્સ અને પાંચમાં સ્થાને દિલ્હી કેપિટલ્સની ટીમ છે. આ પાંચે ટીમે પોતાની પ્રથમ મેચમાં જીત મેળવી છે.

લખનૌ સુપર જાયન્ટસ, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત ટાઈટન્સ, કોલકત્તા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સની ટીમને પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
આઈપીએલની પ્રથમ સીઝન 2008માં થઈ હતી અને ત્યારથી આ લીગનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે. IPLમાં કુલ 10 ટીમો રમે છે. આઈપીએલના વધુ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
