AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ગરીબોને મફતમાં સારવાર આપો નહીંતર AIIMS Apolloને ટેકઓવર કરી લેશે’, સુપ્રીમ કોર્ટનો કડક આદેશ

જસ્ટિસ સૂર્યકાન્ત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની સુપ્રીમ કોર્ટની બેન્ચે કડક ટિપ્પણી કરી છે કે જો અપોલો હોસ્પિટલ ગરીબોને મફત સારવાર નહીં આપે તો ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS)ને તેનો કબજો લેવાનું કહેવામાં આવશે. એપોલોના વકીલે કહ્યું કે આ હોસ્પિટલ દિલ્હી સરકારના 26 ટકા હિસ્સા સાથે સંયુક્ત સાહસમાં ચલાવવામાં આવી રહી છે.

| Updated on: Mar 26, 2025 | 1:44 PM
સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે જો ઈન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલ ગરીબોને મફત સારવાર પૂરી પાડતી નથી, તો ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ને તેનો કબજો લેવા માટે કહેવામાં આવશે. જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ એન કોટીશ્વર સિંહની બેન્ચે ઈન્દ્રપ્રસ્થ અપોલો હોસ્પિટલ પર લીઝ કરારના કથિત ઉલ્લંઘનના આરોપ પર આ કડક ટિપ્પણી કરી હતી.

1 / 6
કરાર મુજબ, ઈન્દ્રપ્રસ્થ મેડિકલ કોર્પોરેશન લિમિટેડ (IMCL) દ્વારા સંચાલિત અપોલો હોસ્પિટલ તેના એક તૃતીયાંશ ગરીબ દર્દીઓને અને તેના 40 ટકા બહારના દર્દીઓને કોઈપણ ભેદભાવ વિના મફત તબીબી અને અન્ય સુવિધાઓ પૂરી પાડવાની હતી. ખંડપીઠે કહ્યું, "જો અમને ખબર પડી કે ગરીબોની સારવાર ફ્રિમાં નથી થઇ રહી તો અમે હોસ્પિટલને એમ્સની અંડર કરી દેશું"

2 / 6
ખંડપીઠે નોંધ્યું હતું કે એપોલો ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી હોસ્પિટલને દિલ્હીના લૂપ વિસ્તારમાં માત્ર 1 રૂપિયામાં 15 એકર જમીન આપવામાં આવી હતી, જે તેને કોઈપણ નફા કે નુકસાન વિના ચલાવવાની હતી. પરંતુ આનાથી તે એક સંપૂર્ણ વ્યવસાયિક સાહસ બની ગયું, જ્યાં ગરીબ લોકો ભાગ્યે જ સારવાર મેળવી શકતા.

3 / 6
IMCLના વકીલે કહ્યું કે આ હોસ્પિટલ દિલ્હી સરકારના 26 ટકા હિસ્સા સાથે સંયુક્ત સાહસમાં ચલાવવામાં આવી રહી છે અને તેની કમાણીનો સમાન હિસ્સો સરકારને જાય છે.  તેના પર જસ્ટિસ સૂર્યકાન્તે કહ્યું, “જો દિલ્હી સરકાર ગરીબ દર્દીઓની સંભાળ લેવાને બદલે હોસ્પિટલથી નફો કમાઈ રહી છે તો તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે.

4 / 6
હોસ્પિટલને 30 વર્ષ માટે લીઝ પર આપવામાં આવેલી જમીન માટેનો કરાર 2023માં સમાપ્ત થાય છે તે નોંધીને બેન્ચે દિલ્હી અને કેન્દ્ર સરકારને પૂછ્યું કે શું તેના લીઝ કરારને ફરીથી રિન્યૂ કરવામાં આવે કે નહીં. સુપ્રીમ કોર્ટ 22 સપ્ટેમ્બર, 2009ના દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકારતી IMCLની અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલ વહીવટીતંત્રે દર્દીઓ અને બહારના દર્દીઓને મફત સારવાર આપવાના કરારની શરતોનું ઉલ્લંઘન કર્યું છે.

5 / 6
આ સિવાય ખંડપીઠે કેન્દ્ર અને દિલ્હી સરકારને પૂછ્યું કે જો આ જમીનના લીઝ કરારને લંબાવવામાં આવ્યો ન હતો, તો પછી આ અંગે શું કાનૂની કાર્યવાહી કરવામાં આવી હતી. ખંડપીઠે હોસ્પિટલને તેની વર્તમાન કુલ પથારીની સંખ્યા અને છેલ્લા પાંચ વર્ષમાં ઓપીડી દર્દીઓના રેકોર્ડ પણ પૂછ્યા.ખંડપીઠે કહ્યું, "એફિડેવિટમાં એ પણ જણાવવું જોઈએ કે છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ગરીબ દર્દીઓને મફત સારવાર આપવામાં આવી. હોસ્પિટલ પ્રશાસને તપાસ ટીમને સહકાર આપવો જોઈએ અને માંગવામાં આવેલ તમામ રેકોર્ડ્સ પૂરા પાડવા જોઈએ. બેન્ચે હોસ્પિટલ પ્રશાસનને જો જરૂરી હોય તો એફિડેવિટ ભરવાની સ્વતંત્રતા પણ આપી હતી અને તેની સુનાવણી ચાર અઠવાડિયા પછી નક્કી કરી છે."

6 / 6

દિલ્હી સંબંધીત તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">