WPLમાં ગુજરાત માટે રમનાર આ બે ખેલાડીની ડ્રાઈવિંગ લાયસન્સ એપ્લિકેશન થશે રદ્દ, જાણો શું છે કારણ
વુમન્સ પ્રીમિયર લીગની 2024 સીઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. પરંતુ ગુજરાત જાયન્ટ્સ તરફથી રમનાર આ બે ખેલાડીની ડ્રાઈવિંગ લાયસન્સ એપ્લિકેશન રદ્દ થશે, જાણો તેની પાછળ શું કારણ છે. આ સિવાય યુપી વોરિયર્સ અને મુંબઈ ઈન્ડિયન્સના આ ખેલાડીને પણ ડ્રાઈવિંગ લાયસન્સ મળી શકશે નહીં.

વુમન્સ પ્રીમિયર લીગની 2024 સીઝન 23 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે, જ્યારે ફાઈનલ 17 માર્ચે નવી દિલ્હીમાં રમાશે. ગયા વર્ષે ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌરના નેતૃત્વમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 7 વિકેટે હરાવીને વુમન્સ પ્રીમિયર લીગનું ટાઈટલ જીત્યું હતું.

વુમન્સ પ્રીમિયર લીગ 2024નું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. પ્રથમ મેચ 23 ફેબ્રુઆરીએ રમાશે જ્યારે ફાઈનલ 17 માર્ચે દિલ્હીમાં રમાશે.

આ વર્ષે WPLમાં કુલ 22 મેચો રમાશે અને ટોપ ટીમ સીધી ફાઈનલમાં જશે, જ્યારે બીજા અને ત્રીજા સ્થાને રહેલી ટીમો એલિમિનેટરમાં ટકરાશે. ફાઈનલ મેચ 17 માર્ચે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. એલિમિનેટર 15 માર્ચે રમાશે. તમામ મેચો સાંજે 7.30 વાગ્યાથી શરૂ થશે.

ગુજરાત જાયન્ટ્સ માટે રમનાર હર્લી ગાલા 16 વર્ષની છે, જો તે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લિકેશન કરશે તો તેની એપ્લિકેશન રદ્દ થશે. ગુજરાત જાયન્ટ્સ માટે રમનાર પારુણિકા સિસોદિયા 17 વર્ષની છે, જો તે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લિકેશન કરશે તો તેની એપ્લિકેશન રદ્દ થશે.

મુંબઈ ઈન્ડિયન્સ માટે રમનાર સોનમ યાદવ 15 વર્ષની છે, જો તે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લિકેશન કરશે તો તેની એપ્લિકેશન રદ્દ થશે. યુપી વોરિયર્સ માટે રમનાર પાર્શવી ચોપરા 16 વર્ષની છે, જો તે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે એપ્લિકેશન કરશે તો તેની એપ્લિકેશન રદ્દ થશે. એપ્લિકેશન રદ્દ થવાનું કારણ છે કે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે વયમર્યાદા મહત્વની છે. લાઇસન્સ મેળવવા માટે વય મર્યાદા 18 વર્ષ છે. જો ઉંમર 16 વર્ષની છે તો તમે મોટર સાઈકલ વિથ આઉટ ગિયર વાહન માટે એપ્લાય કરી શકો છો પરંતુ તમે ગિયરવાળા વ્હીકલ માટે એપ્લાય કરી શકશો નહી. તેથી આ ચાર ખેલાડીઓની ડ્રાઈવિંગ લાઈસન્સ માટેની એપ્લિકેશન રદ્દ થશે.

































































