એક્શન કે, રોમાન્સ નહી પરંતુ ડાયલોગથી ચાહકોનું દિલ જીતનાર કોમેડિયનનો જુઓ પરિવાર
બોલિવૂડનો ફેમસ કોમેડિયન અભિનેતા રાજપાલ યાદવ 54 વર્ષનો થયો છે. ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં જન્મેલા રાજપાલ યાદવ વિશે લોકો ખુબ જાણે છે. પરંતુ લોકો તેના પરિવાર વિશે બહુ ઓછા જાણે છે. તો આજે આપણે રાજપાલ યાદવના પરિવાર વિશે વાત કરીશું.

બોલીવુડના પ્રખ્યાત કોમેડી અભિનેતા રાજપાલ યાદવ હંમેશા રમુજી રીતે વાત કરે છે, પછી ભલે તે ફિલ્મોમાં હોય કે રિયલ લાઈફ હોય. અભિનેતા કહે છે કે તેને ખુશ રહેવું અને બીજાઓને ખુશી આપવી ગમે છે.

રાજપાલ યાદવ, લોકો તેને જોઈને જ હસવા લાગે છે. રાજપાલ યાદવને પડદા પર કોમેડી કિંગ બનવા માટે ખૂબ મહેનત કરવી પડી. એક સમયે રાજપાલ દરજીનું કામ કરતો હતો, પરંતુ કોમેડી એક્ટિંગ તેને સપનાના શહેરમાં લઈ આવી.

પોતાની કોમેડીથી ચાહકોને હસાવનાર રાજપાલ યાદવના પરિવાર અને તેમની પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીએ

લાખો ચહેરાને હસાવનાર રાજપાલ યાદવે પોતે જીવનમાં અનેક દુ:ખ જોયા છે. તેમના લગ્ન 20 વર્ષની ઉંમરે થયા હતા, પરંતુ તેમની પત્નીનું ડિલિવરી સમયે જ અવસાન થયું હતું. રાજપાલ યાદવની લાઈફ ઉતાર-ચઢાવ ભરી રહી છે. આજે આપણે તેના પરિવાર વિશે જાણીશું.

રાજપાલ યાદવ બોલિવૂડના લોકપ્રિય અભિનેતાઓમાંના એક છે. તેમણે અનેક હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે. રાજપાલ યાદવે પોતાના અભિનયના કારણે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી છે.

રાજપાલ નૌરંગ યાદવનો જન્મ 16 માર્ચ, 1971ના રોજ થયો છે.તે એક ભારતીય અભિનેતા અને કોમેડિયન છે. તેમની સફળતા રામ ગોપાલ વર્માની ફિલ્મ જંગલ (2000) થી મળી હતી. જેમાં તેમણે નેગેટિવ ભૂમિકા ભજવી હતી.

એક ઔર એક ગ્યારાહ (2003), મુઝસે શાદી કરોગી (2004), વક્તઃ ધ રેસ અગેન્સ્ટ ટાઈમ (2005), ફિર હેરા ફેરી (2006), પાર્ટનર (2007), ભૂતનાથ, ક્રેઝી 4 હંગામા (2003), ગરમ મસાલા, માલામાલ વીકલી , ચૂપ ચૂપ કે, ભાગમ ભાગ જેવી ફિલ્મમાં ચાહકોને તેમનો રોલ ખૂબ પસંદ આવ્યો હતો.

મેં માધુરી દીક્ષિત બન્ના ચાહતી હૂં (2003), મેં, મેરી પત્ની ઔર વો (2005), રામા રામા ક્યા હૈ ડ્રામા (2008), કુશ્તી (2010) અને અર્ધ (2022) સહિત ફિલ્મમાં લીડ રોલમાં જોવા મળ્યો હતો.ફિલ્મોમાં રાજપાલના કોમેડી દ્રશ્યો પર મીમ્સ બનાવવામાં આવે છે, જે સોશિયલ મીડિયા પર પણ વાયરલ થાય છે.

રાજપાલ યાદવે ડીડી નેશનલની ટેલિવિઝન સીરિયલ મુંગેરી કે ભાઈ નૌરંગીલાલમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મ મુંગેરીલાલ કે હસીન સપનેની સિક્વલ હતી. તેમની પહેલી ફિલ્મ શૂલ (1999) હતી, જેમાં તેમણે કુલીની ભૂમિકા ભજવી હતી.

રાજપાલ યાદવે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાંથી અભિનયની તાલીમ લીધી. યાદવે 1992માં તેમને લગ્ન કર્યા. તેમના પહેલા બાળકના જન્મ પછી તેમની પત્નીનું અવસાન થયું. ત્યારબાદ તેમણે 2003માં બીજા લગ્ન કર્યા. તેમને બે પુત્રીઓ છે.

રાજપાલ યાદવે અત્યાર સુધીમાં 300 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે.

ફિલ્મ ભલે ફ્લોપ ગઈ હોય પરંતુ રાજપાલ યાદવની કોમેડી ચાહકોને ખુબ હસાવે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































