Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડયાનું કમબેક, જાણો અમદાવાદમાં બંને ટીમની કેવી છે પ્લેઈંગ 11

Gujarat Titans vs Mumbai Indians : IPLની નવમી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ રહી છે. અમદાવાદમાં રમાનારી આ મેચમાં મુંબઈની ટીમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રતિબંધ બાદ MI કેપ્ટન હાર્દિક પંડ્યા આ મેચમાં પાછો ફર્યો છે. જેથી મુંબઈની પ્લેઈંગ 11 માં ફેરફાર થયો છે.

GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડયાનું કમબેક, જાણો અમદાવાદમાં બંને ટીમની કેવી છે પ્લેઈંગ 11
Gujarat Titans vs Mumbai IndiansImage Credit source: PTI
Follow Us:
| Updated on: Mar 29, 2025 | 8:09 PM

IPL 2025નું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આ સિઝનની નવમી મેચમાં ટીમ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે મુકાબલો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આ મેચમાં MIએ ટોસ જીતીને યજમાન GTને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પહેલી મેચ હાર્યા બાદ આવી રહેલી મુંબઈ ઈન્ડિયન્સે 2 ફેરફાર કર્યા છે.

હાર્દિક પંડ્યાની MIમાં વાપસી

એક મેચના પ્રતિબંધ બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાની વાપસી થઈ છે. પંડ્યાને ટીમમાં પાછો લાવવા માટે રોબિન મિંજને પડતો મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત, પહેલી મેચમાં રમનાર ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર વિલ જેક્સને બહાર રાખવામાં આવ્યો છે અને અફઘાનિસ્તાનના સ્પિનર ​​મુજીબ ઉર રહેમાનને તક આપવામાં આવી છે. ગુજરાતની ટીમે પણ એક ફેરફાર કર્યો છે. ગિલે આ મેચમાં અરશદ ખાનને બેન્ચ પર રાખ્યો અને શેરફાન રૂધરફોર્ડને ટીમમાં સામેલ કર્યો.

અંબાણી પરિવારની નાની વહુએ પહેર્યો 35 વર્ષ જૂનો કોર્સેટ, જુઓ ફોટો
Plant in pot : ઘઉંના જવારા ઉગાડવા અપનાવો આ ટીપ્સ
Tulsi: શ્યામ તુલસીનો રંગ જાંબલી કેમ છે?
અહો આશ્ચર્યમ ! અહીં લગ્ન કરવા વરરાજા નહીં પણ દુલ્હન લઈને જાય છે જાન !
ઉનાળામાં દરરોજ ભીંડા ખાશો તો શું થશે? જાણો
ફ્લાઇટમાં જતા પહેલાં તમારે શું ન ખાવું જોઈએ?

બંને ટીમોની પ્લેઈંગ 11

મુંબઈ ઈન્ડિયન્સ : હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, રાયન રિકેલ્ટન (વિકેટકીપર), તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, દીપક ચહર, સત્યનારાયણ રાજુ, મુજીબ ઉર રહેમાન.

મુંબઈ ઈન્ડિયન્સ ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ : રોબિન મિંજ, અશ્વિની કુમાર, રાજ બાવા, કોર્બિન બોશ, વિલ જેક્સ.

ગુજરાત ટાઈટન્સ: શુભમન ગિલ, સાઈ સુદર્શન, જોસ બટલર, શેરફાન રૂધરફોર્ડ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, સાઈ કિશોર, રાશિદ ખાન, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.

ગુજરાત ટાઈટન્સ ઈમ્પેક્ટ સબસ્ટિટ્યુટ્સ : મહિપાલ લોમરોર, ગ્લેન ફિલિપ્સ, ઇશાંત શર્મા, અનુજ રાવત, વોશિંગ્ટન સુંદર.

પહેલી જીતની શોધમાં બંને ટીમ

બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચ રમી છે, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ પંજાબ કિંગ્સ સામે તેમના ઘરઆંગણે 11 રનથી હારી ગઈ. પહેલી મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની મુંબઈ હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ચેપોક ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે હારી ગઈ હતી. હવે બંને ટીમો પોતાની બીજી મેચ રમવા જઈ રહી છે, જ્યાં તેઓ સિઝનની પહેલી જીત મેળવવાની કોશિશ કરશે.

ગુજરાતનો હાથ ઉપર

IPLમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ અત્યાર સુધીમાં 5 વખત આમને-સામને થયા છે, જેમાં ગુજરાતનો હાથ ઉપર રહ્યો છે. આ દરમિયાન GT 3 વખત જીત્યું છે, જ્યારે મુંબઈની ટીમ 2 વખત જીતી છે. છેલ્લી સિઝનમાં GT અને MI વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી, જેમાં ગુજરાતે 6 રનથી મેચ જીતી હતી. તે જ સમયે, IPL 2023 સિઝનમાં રમાયેલી 3 મેચમાં ગુજરાતે મુંબઈને બે વાર હરાવ્યું. આ દરમિયાન, GTએ ક્વોલિફાયર મેચમાં પણ એક વખત મુંબઈને હરાવ્યું હતું. ગુજરાતની ટીમ અમદાવાદના મેદાનમાં મુંબઈ સામે અત્યાર સુધી અપરાજિત રહી છે.

આ પણ વાંચો: GT vs MI : મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યું ‘સૂર્યગ્રહણ’, ગુજરાત સામે પૂરી થશે 167 દિવસની રાહ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">