શાહરૂખ ખાન પાસે કેવા રંગનો પાસપોર્ટ છે? બ્લુ, મરૂન અને સફેદ રંગના પાસપોર્ટની શું હોય છે ખાસિયત- વાંચો
ભારતમાં મોટાભાગે તો બ્લુ રંગનો જ પાસપોર્ટ આપવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને મરૂન અને સફેદ રંગનો પાસપોર્ટ પણ મળે છે. ત્યારે આ પાસપોર્ટ કોને મળે છે? આવો જાણીએ.

ફ્લાઈટ દ્વારા વિદેશમાં સફર કરનારા યાત્રિકોને પાસપોર્ટ જારી કરવામાં આવે છે. વિદેશમાં પાસપોર્ટ તમારી ઓળખ માટેનું મહત્વપૂર્ણ દસ્તાવેજ બની રહે છે. તેના જ કારણે આપને બીજા દેશમાં એન્ટ્રી મળે છે. પરંતુ શું તમે જાણો છો કે કેટલાક લોકોને બ્લુ પાસપોર્ટ તો કેટલાકને લાલ અને કેટલાકને સફેદ પાસપોર્ટ કેમ ઈશ્યુ કરવામાં આવે છે. જેવી રીતે શાહરૂખ ખાન પાસે લાલ રંગનો પાસપોર્ટ છે.

ભારતમાં પસપોર્ટ માત્ર બ્લુ રંગનો નહીં, પરંતુ અનેક કલરના હોય છે. જે દરેકની ખાસ ઓળખ વિશે જણાવે છે. ભારતમાં પાસપોર્ટ મરૂન, વાદળી અને સફેદ રંગના હોય છે.

સામાન્ય રીતે મોટાભાગના લોકોને બ્લુ પાસપોર્ટ ઈશ્યુ કરવામાં આવે છે. જેનાથી આપ વિદેશમાં આસાનીથી ફરી શકો છો.

બ્લુ રંગનો પાસપોર્ટ પર કામ, એજ્યુકેશન અને હેલ્થ વગેરે માટે પરમિશન લઈને વિદેશ જઈ શકાય છે.

કેટલાક લોકો પાસે સફેદ રંગનો પાસપોર્ટ હોય છે. આ એવા લોકોને આપવામાં આવે છે જેઓ કોઈ સરકારી કામથી વિદેશ યાત્રા કરે છે. જો કોઈ પાસે આ પાસપોર્ટ હોય ત તેનો મતલબ એ છે કે તે સરકારી અધિકારી હોઈ શકે છે.

જ્યારે કિંગખાન શાહરૂખ ખાનની જેમ કેટલાક લોકોને મરૂન રંગનો પાસપોર્ટ ઈશ્યુ કરવામં આવે છે. મરૂન પાસપોર્ટ ડિપ્લોમેટ્સ કે સિનિયર અધિકારીઓને ઈશ્યુ કરવામાં આવે છે.

આ પાસપોર્ટનો મતલબ એવો થાય છે કે તમારે વિદેશ જવા માટે વિઝાની જરૂર નથી. તેના દ્વારા ઈમિગ્રેશન પોલિસીમાં પણ સરળતા રહે છે.

પાસપોર્ટ સરકાર ઈશ્યુ કરે છે અને તેની એક નિર્ધારીત તારીખ હોય છે. તે બાદ પાસપોર્ટને ફરી અપડેટ કરાવવો પડે છે. તેના માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
જનરલ નોલેજનો અર્થ છે વિવિધ વિષયો અને તથ્યોની વ્યાપક સમજ અને જાગૃતિ. જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. નોલેજને લગતા આવા જ અન્ય સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો
