Sabarkantha : ઈડરમાં થયેલી 15 લાખની લૂંટના કેસમાં ક્રાઈમ બ્રાન્ચને મળી સફળતા, 2 આરોપી ઝડપાયા, જુઓ Video
ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે થયેલી 15 લાખ રુપિયાની લૂંટનો કેસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. LCBએ આ કેસમાં બે આરોપીઓને હિંમતનગર નજીકથી ઝડપી પાડ્યા છે.
ગુજરાતમાં પણ અવારનવાર ચોરી, લૂંટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે થયેલી 15 લાખ રુપિયાની લૂંટનો કેસ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો હતો. LCBએ આ કેસમાં બે આરોપીઓને હિંમતનગર નજીકથી ઝડપી પાડ્યા છે.
આરોપીઓ પાસેથી 11 લાખ 86 હજાર રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે.લૂંટ બાદ આરોપીઓ ગાંધીનગર અને અમદાવાદમાં છુપાયા હતા.પરંતુ હિંમતનગર પહોંચતાં જ તેઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા.લૂંટનો માસ્ટરમાઈન્ડ વિવેક શાહ હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ ભરૂચમાં થયેલી એક લૂંટમાં પણ સંડોવાયેલો હતો.પોલીસે આરોપીઓને પકડીને લૂંટેલી રકમનો મોટો ભાગ પાછો મેળવી લીધો છે.
જાણો શું હતી ઘટના
થોડા દિવસ અગાઉ સાબરકાંઠાના ઈડરમાં સત્યમ ચોકડી પાસે લૂંટની ઘટના બની હતી. 2 લૂંટારુ બાઈક સવારોના CCTV સામે આવ્યા હતા. 15 લાખ લઈને બેન્કમાં ભરવા જતા યુવકને લૂંટ્યો હતો. બેન્ક નજીક જ યુવક પાસેથી રુપિયા તફડાવી 2 ઈસમો ફરાર થયા હતા. CCTVના આધારે ઈડર પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં લોકલ ક્રાઈમ બ્રાંન્ચે ઉકેલ્યો છે.
ઈડરમાં થઈ હતી 15 લાખની લૂંટ
મળતી માહિતી અનુસાર યુવાન તેની કંપનીના બેન્ક એકાઉન્ટમાંથી રુપિયા 20 લાખ ઉપાડી અન્ય બેન્કમાં જમા કરાવવા નીકળ્યો હતો. એક બેન્કમાં તેણે પાંચ લાખ રુપિયા જમા કરાવી દીધા હતા. ત્યારબાદ 15 લાખ અન્ય બેન્કમાં જમા કરાવવા જવા તે રીક્ષામાં બેઠા હતા. પરંતુ તે સમયે ત્યાં બાઈક પર આવેલા 2 ઈસમોએ યુવાનને લૂંટી લીધા હતા.