કોણ છે 24 વર્ષની અભિનેત્રી જેનો 14 મિનિટનો પ્રાઈવેટ વીડિયો લીક થયો, ચાહકો થયા ગુસ્સે
કાસ્ટિંગ કાઉચના 14 મિનિટ લાંબો કથિત વીડિયો વાયરલ થવાના કારણે હાલમાં અભિનેત્રી શ્રુતિ નારાયણન ચર્ચામાં છે. આ મામલાને લઈ શ્રુતિ નારાયણે ઈન્સ્ટાગ્રામ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તે ગોલ્ડન કલરની સાડી પહેરેલી જોવા મળી રહી છે.

ફિલ્મી કલાકાર હંમેશા પોતાના પાત્ર અને એક્ટિંગની સાથે સાથે પોતાની પર્સનલ લાઈફ સાથે જોડાયેલી વસ્તુઓને લઈ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં સેલિબ્રિટી હંમેશા ચર્ચામાં રહે છે.

હાલમાં અભિનેત્રીનો જે વીડિયો સામે આવ્યો છે. તેને સૌ કોઈને ચોંકાવી દીધા છે.હાલમાં સાઉથ અભિનેત્રી શ્રુતિ નારાયણન એક કાસ્ટિંગ કાઉચના વીડિયોને લઈ ચર્ચામાં છે.

શ્રુતિ નારાયણનનો 14 મિનિટ લાંબો કાસ્ટિંગ કાઉચ વીડિયો લીક થયો હોવાનો અહેવાલ છે. એ તો સ્પષ્ટતા નથી કે, આ તેનો જ વીડિયો છે. પરંતુ લોકોનું માનવું છે કે, આ ડીપફેક વીડિયો પણ હોય શકે છે. આ વીડિયો લીંક થયા બાદ અભિનેત્રીએ પોતાના ઈનસ્ટાગ્રામને પ્રાઈવેટ કરી દીધું છે.

આટલું જ નહી કાસ્ટિંગ કાઉચનો વીડિયો લીંક થયા બાદ અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર પહેલી પોસ્ટ પણ કરી છે. અભિનેત્રીનો વીડિયો વાયરલ થયા બાદ તમિલ સિનેમામાં મહિલાઓની સ્થિતિને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે. આ મામલે શ્રુતિ નારાયણન તરફથી હજુ કોઈ નિવેદન સામે આવ્યું નથી.

તો ચાલો જાણીએ કોણ છે શ્રુતિ નારાયણન તમિલ ટીવી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. 24 વર્ષની શ્રુતિને વર્ષ 2023માં શરૂ થયેલા શો 'સિરાગાદિક્કા અસાઈ'થી ખાસ ઓળખ મળી છે. આ સિવાય તેણે 'કાર્તિગાઈ દીપમ', 'મારી' અને 'સિટાડેલઃ હની બન્ની'માં પણ કામ કર્યું છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

































































