Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Travel with tv9 : ચૈત્રી નવરાત્રીમાં ગુજરાતના આ મંદિરમાં કરો માતાજીના દર્શન

ચૈત્રી નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે તમે પણ નવરાત્રીમાં ગુજરાતમાં આવેલા શક્તી પીઠ અને પ્રસિદ્ધ માતાજીના મંદિરોમાં દર્શન કરવા જઈ શકો છો. તમે તમારા પરિવાર અને મિત્રો સાથે પણ આ મંદિરોમાં દર્શન કરવાનો પ્લાન કરી શકો છો.

| Updated on: Mar 29, 2025 | 7:59 AM
ભારતમાં આવેલા 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજીમાં છે. લોકમાન્યતા અનુસાર માતા સતીનું હૃદય અહીં પડ્યું હતું અને આ મંદિરની ખાસ વાત એ છે કે અહીં દેવી માતાજીની કોઈ પ્રતિમા નથી. આ મંદિરમાં શ્રી ચક્ર સ્થાપિત કરવામાં આવી છે. જેની પૂજા કરવામાં આવે છે. તે માઉન્ટ આબુથી 45 કિલોમીટર દૂર સ્થિત ગુજરાતના સૌથી પ્રખ્યાત મંદિરોમાંનું એક છે.

1 / 5
ગુજરાતના કચ્છમાં આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આ રાજ્યના મુખ્ય ધાર્મિક સ્થળોમાનું એક છે. આ મંદિરમાં સ્થિત દેવી માતાને  'આશા પૂરી કરનાર' માનવામાં આવે છે. તેથી તેનું નામ આશાપુરા માતા નામ પાડવામાં આવ્યું હતુ.

2 / 5
ગુજરાતના પંચમહાલ જિલ્લાના ચાંપાનેરમાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે. અહીં આ મંદિરમાં લોકો દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. મહાકાળી મંદિરમાં પણ શક્તિપીઠ માંથી એક છે. આ મંદિર જંગલોની વચ્ચે આવેલું છે. આ મંદિરમાં પહોંચવા માટે 2000 સીડીઓ ચઢવી પડે છે.

3 / 5
મહેસાણા જિલ્લામાં માતા બહુચરાજીના દર્શન કરવા માટે જઈ શકો છો. આ મંદિરેમાં પણ લોકો દૂર દૂરથી શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે આવે છે. બહુચર માતાના મંદિરમાં નવરાત્રીમાં ભક્તોની લાંબી કતારો જોવા મળે છે.

4 / 5
ખોડિયાર માતાનું મંદિર ભાવનગર નજીક આવેલું છે. આ મંદિર ખૂબ પ્રખ્યાત છે. આ મંદિર 200 વર્ષ જૂનું છે. નવરાત્રી દરમિયાન અહીં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થાય છે. તે ગુજરાતના મુખ્ય મંદિરોમાંનું એક છે. આ મંદિર વિશે એવી માન્યતા છે કે અહીં દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

5 / 5

Tv9 ગુજરાતી પર તમે ઓછા ખર્ચમાં દેશ અને વિદેશના ક્યાં સ્થળોની મુલાકાત લઈ શકો છો તેની માહિતી આપવામાં આવે છે. જેની જાણકારી મેળવવા માટે  Travel With Tv9ની સિરિઝ વાંચી શકો છો. આ સિરિઝ અંતર્ગત નિયમિત એક સ્ટોરી પ્રકાશિત કરવામાં આવે છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">