Surat : ઉતરણ વિસ્તારમાં કારચાલકે 2 યુવતીને મારી ટક્કર, CCTVના આધારે પોલીસે આરોપીને ઝડપ્યો, જુઓ Video
સુરતના ઉતરણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઉતરાણ વિસ્તારમાં 2 યુવતીઓને કારચાલકે ટક્કર મારી હતી. મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ હતી. ત્યારે આરોપી કારચાલક ટક્કર મારી ફરાર થયો હતો.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના ઉતરણ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ઉતરાણ વિસ્તારમાં 2 યુવતીઓને કારચાલકે ટક્કર મારી હતી. મોપેડ સવાર યુવતીઓ ઉછળીને રસ્તા પર પટકાઈ હતી. ત્યારે આરોપી કારચાલક ટક્કર મારી ફરાર થયો હતો.
CCTVના આધારે ઝડપાયો આરોપી
ઘટના બનતાની સાથે જ સ્થાનિકો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જો કે આ અકસ્માતની ઘટનાના CCTV સામે આવ્યા હતા. પોલીસે CCTVના આધારે તપાસ હાથ ધરી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપી કારચાલક સામે અગાઉ પણ ગુનો નોંધ્યો હતો.
મહત્તવનું છે કે અવારનવાર અકસ્માત થઈ રહ્યાં હોવા છતા પણ રફતારનો કહેર અટકવાનું નામ નથી લેતો. સુરતના ઉતરાણ વિસ્તારમાં અકસ્માત સર્જીને ફરાર થયેલા કારચાલકને આખરે સુરત પોલીસે CCTVના આધારે આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે.