ટેક્સ, ટેક્સ, ટેક્સ…ATMથી પૈસા ઉપાડવા પર લાગશે 23 રુપિયા ચાર્જ ! તો હવે એક્સપર્ટનો ફુટ્યો ગુસ્સો
ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈપણ ગ્રાહક એક મહિનામાં તેની બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બીજી બાજુ, જો તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં મહત્તમ 5 મફત વ્યવહારો કરી શકો છો.

1 મે, 2025 થી ATM વિડ્રોલ ચાર્જમાં પણ હવે વધારો થવા જઈ રહ્યો છે. માસિક ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા વટાવ્યા પછી, દરેક ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં 2 રૂપિયાનો વધારો કરવામાં આવી રહ્યો છે. એકવાર આ નવો વધારો લાગુ થયા પછી, ફ્રી લિમિટ ખતમ થઈ ગયા પછી દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શુક્રવારના રોજ ફ્રી લિમિટ પૂરી થયા બાદ ચાર્જમાં વધારાના અમલીકરણને મંજૂરી આપી છે.

ભારતીય રિઝર્વ બેંકના નિયમો અનુસાર, કોઈપણ ગ્રાહક એક મહિનામાં તેની બેંકના એટીએમમાંથી 5 ફ્રી ટ્રાન્ઝેક્શન કરી શકે છે. બીજી બાજુ, જો તમે અન્ય બેંકના ATMનો ઉપયોગ કરી રહ્યાં છો, તો તમે મેટ્રો શહેરોમાં મહત્તમ 3 અને નોન-મેટ્રો શહેરોમાં મહત્તમ 5 મફત વ્યવહારો કરી શકો છો.

ફ્રી ટ્રાન્ઝેક્શન લિમિટ પાર કર્યા પછી તમારે દરેક ટ્રાન્ઝેક્શન પર 23 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. હાલમાં, ફ્રી ટ્રાન્ઝેક્શનની મર્યાદા પૂરી થયા પછી, બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર તેના ગ્રાહકો પાસેથી મહત્તમ 21 રૂપિયા જ ચાર્જ કરી શકે છે. તમને જણાવી દઈએ કે આ નિર્ણય એવા બેંક ગ્રાહકો માટે મોંઘો પડશે જેઓ મહિનામાં ઘણી વખત ATMનો ઉપયોગ કરીને રોકડ ઉપાડે છે અથવા અન્ય કોઈ સેવાનો ઉપયોગ કરે છે.

"ફ્રી ટ્રાન્ઝેક્શન પછી, દરેક ટ્રાન્ઝેક્શન પર ગ્રાહક પાસેથી મહત્તમ રૂ. 23 વસૂલવામાં આવી શકે છે. આ 1 મે, 2025થી લાગુ થશે," ભારતીય રિઝર્વ બેંકે એક પરિપત્રમાં જણાવ્યું હતું. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ સૂચનાઓ, મ્યુટાટિસ મ્યુટેન્ડિસ, કેશ રિસાયકલર મશીનો પર કરવામાં આવતા વ્યવહારો પર પણ લાગુ થશે.

તમને જણાવી દઈએ કે બેંકોને એટીએમના ઉપયોગ પર ઘણા ખર્ચો ઉઠાવવા પડે છે, જે ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. જ્યારે તમે અન્ય બેંકના ATMમાંથી પૈસા ઉપાડો છો, ત્યારે તમારી બેંક તે અન્ય બેંકને ઉપયોગમાં લેવાતી સેવા માટે ચૂકવે છે.

ધારો કે, તમે SBI ગ્રાહક છો અને તમે PNB ATMમાંથી પૈસા ઉપાડી લીધા છે. આવી સ્થિતિમાં SBI PNBને તેની સેવા માટે ચૂકવણી કરશે. લિમિટ ફ્રી થયા પછી, SBI દરેક ટ્રાન્ઝેક્શન પર તમારી પાસેથી ફી વસૂલશે. આ ATM ઇન્ટરચેન્જ ફી તરીકે ઓળખાય છે.

ત્યારે આ બાદ એક્સપર્ટ અક્ષત શ્રીવાસ્તવે ટ્વીટ કરીને આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે ડાયરેક્ટ ટેક્સ 30% છે, ઈનડાયરેક્ટ ટેક્સ 18% છે અને ATM ટેક્સ 19 રૂપિયા પ્રતિ ટ્રાન્ઝેક્શન છે. જો તમે વિદેશમાં નાણાં મોકલો છો, તો બેંકો FX પર 1-1.5% ચાર્જ કરશે. તેમણે એમ પણ કહ્યું કે ભારત ઝડપથી અર્થહીન અર્થતંત્ર બની રહ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સંક્ષિપ્તમાં RBI તરીકે ઓળખાય છે. તે ભારતની મધ્યસ્થ બેંક અને નિયમનકારી સંસ્થા છે, જે ભારતીય બેંકિંગ સિસ્ટમના નિયમનની જવાબદારી નિભાવે છે. ત્યારે તેને લગતી તમામ માહિતી જાણવા અહીં ક્લિક કરો

































































