IPL 2025 : વિરાટ કોહલીના પગારમાંથી 8 કરોડ કપાશે, 21 કરોડમાંથી ફક્ત 13 કરોડ જ મળશે, આ છે કારણ
જ્યારથી વિરાટ કોહલીએ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તે ફ્રેન્ચાઈઝી માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. IPL 2025મા, RCBએ તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કર્યો હતો પરંતુ તેને ફક્ત 13 કરોડ રૂપિયા જ મળશે. 8 કરોડ રૂપિયા તેના પગારમાંથી કાપવામાં આવશે. આ પાછળનું કારણ શું? જાણો આ આર્ટીકલમાં.

વિરાટ કોહલી IPLના સ્ટાર ખેલાડીઓમાંથી એક છે. આ ટુર્નામેન્ટમાં તેનો મોટો પ્રભાવ રહ્યો છે. જ્યારથી તેણે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે ડેબ્યૂ કર્યું છે, ત્યારથી તે ફ્રેન્ચાઈઝી માટે સૌથી મહત્વપૂર્ણ ખેલાડી રહ્યો છે. આ જ કારણ છે કે RCB એ તેને રિલીઝ કર્યો નથી અને વર્ષ-દર-વર્ષે તેનો પગાર વધતો રહ્યો.

આ સિઝન માટે તેને 21 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો, પરંતુ તાજેતરના અહેવાલ મુજબ, તેને તેમાંથી ફક્ત 13 કરોડ રૂપિયા જ મળશે. આનો અર્થ એ થયો કે તેમના પગારમાંથી 8 કરોડ રૂપિયા કાપવામાં આવશે.

હકીકતમાં, ઈન્કમટેક્સ એક્ટ 1961ના નિયમો અનુસાર, IPLની કમાણીને "બિઝનેસ અને પ્રોફેશનમાંથી થતી આવક" તરીકે ગણવામાં આવે છે. તેથી આ આવક સૌથી વધુ ટેક્સ હેઠળ આવે છે.

આનો અર્થ એ થયો કે કોહલીએ તેના 21 કરોડ રૂપિયાના પગાર પર 30% ટેક્સ ચૂકવવો પડશે, કારણ કે તેની આવક 15 લાખ રૂપિયાથી વધુ છે. આ હિસાબે, ટેક્સ 6.3 કરોડ રૂપિયા આવે છે.

જો આવક 5 કરોડ રૂપિયાથી વધુ હોય તો ટેક્સ ઉપરાંત 25% સરચાર્જ પણ ચૂકવવો પડશે. આ મુજબ, તેના પગારમાંથી બીજા 1.57 કરોડ રૂપિયા કાપવામાં આવશે.

આ પછી કોહલીને કુલ ટેક્સ પર 4% સેસ તરીકે 31 લાખ રૂપિયા અલગથી ચૂકવવા પડશે. આ રીતે, કોહલીના પગારમાંથી કુલ 8.185 કરોડ રૂપિયા કાપવામાં આવશે અને તેને ફક્ત 12.815 કરોડ રૂપિયા (લગભગ 13 કરોડ રૂપિયા) મળશે.

વિરાટ કોહલીએ 2008માં IPLમાં પોતાની સફર શરૂ કરી હતી. તે સમયે તેમનો પગાર ફક્ત 12 લાખ રૂપિયા હતો. 3 સિઝન પછી 2011માં તે વધીને 8.28 કરોડ થઈ ગયો.

જ્યારે, 2014 થી 2017 સુધી તેનો પગાર 12 કરોડ રૂપિયા હતો, જે 2018 થી 2021 સુધી 17 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયો. તેને 2022 થી 2024 સુધી 15 કરોડ રૂપિયા મળ્યા હતા, અને હવે તેમનો પગાર 21 કરોડ રૂપિયા થઈ ગયો છે. (All Photo Credit : PTI)
વિરાટ કોહલી વર્તમાન સમયનો સૌથી સફળ ક્રિકેટર છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ટીમ ઈન્ડિયા સિવાય IPLમાં કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તરફથી રમે છે. વિરાટ કોહલી સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
