Panchmahal : હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાં આગની ઘટના બની છે. પંચમહાલના હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળો જોવા મળ્યો હતો.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે. ત્યારે ફરી એક વાર ગુજરાતમાં આગની ઘટના બની છે. પંચમહાલના હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાડો જોવા મળ્યો હતો. જંગલ વિસ્તારની ટેકરીઓ પર આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએમડીસીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં લાગી આગ
બીજી તરફ આ અગાઉ સુરતના કડોદરા ચાર રસ્તા નજીક ટ્રકમાં આગ લાગી હતી. ઉંભેળ ગામની સીમમાં ટ્રાન્સપોર્ટ પાર્કિંગમાં આગ લાગવાની ઘટના બની હતી. બારડોલી ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ઘટનાની જાણ થતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગના કર્મચારી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોર્ટ સર્કીટના કારણે આગ લાગ્યું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતુ.
