Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં રમવાનો કર્યો ઈનકાર, આ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું!

ભારતીય ક્રિકેટ ટીમે IPL 2025 પછી ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે અને ત્યાં પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે. હવે સમાચાર આવી રહ્યા છે કે રોહિત શર્માએ ટીમ ઈન્ડિયામાં રમવાનો ઈનકાર કરી દીધો છે.

| Updated on: Mar 27, 2025 | 7:22 PM
રોહિત શર્માએ છેલ્લા 6 મહિનામાં ભારતીય ક્રિકેટ ટીમને બે ICC ટુર્નામેન્ટ જીતી છે, પરંતુ હવે સમાચાર આવી રહ્યા છે કે તે આ ટીમમાં જોડાવા માંગતો નથી.

1 / 11
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગામી ટેસ્ટ શ્રેણીમાં રમશે નહીં. તેમણે પોતે પોતાનું નામ આપવાનો ઈનકાર કર્યો છે.

2 / 11
ઈન્ડિયા ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, રોહિત શર્માએ આ નિર્ણય લીધો છે. IPL 2025 પછી ભારતીય ટીમે ઈંગ્લેન્ડનો પ્રવાસ કરવાનો છે, જ્યાં તે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમશે.

3 / 11
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે રોહિત શર્મા બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં ખરાબ પ્રદર્શનને કારણે ઈંગ્લેન્ડ જવા માંગતો નથી.

4 / 11
ભલે અહેવાલો દાવો કરી રહ્યા છે કે રોહિત ઈંગ્લેન્ડ નહીં જાય, TV9 તેની પુષ્ટિ કરતું નથી. રોહિતના કિસ્સામાં ઘણા દાવાઓ અગાઉ પણ ખોટા સાબિત થયા છે.

5 / 11
તાજેતરમાં એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફી પછી ODI ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે પરંતુ આવું થયું નહીં. જોકે, રોહિતના ઈંગ્લેન્ડ ન જવા પાછળનું કારણ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં તેનું ખરાબ પ્રદર્શન હોવાનું કહેવાય છે.

6 / 11
રોહિત શર્માએ સિડની ટેસ્ટમાં પણ પોતાને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યો હતો અને જસપ્રીત બુમરાહે ટીમની કમાન સંભાળી હતી. જોકે, ઈંગ્લેન્ડ પ્રવાસે વિરાટ કોહલી ટેસ્ટ ટીમમાં રહે તેવી શક્યતા વધુ છે.

7 / 11
ભારતના તાજેતરના લાંબા ટેસ્ટ સિઝનમાં કોહલી અને રોહિત બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું. કોહલીએ 19 ઈનિંગ્સમાં માત્ર 22.47ની સરેરાશથી ફક્ત 382 રન બનાવ્યા, જેમાં તેના નામે ફક્ત એક સદી અને એક અડધી સદી હતી.

8 / 11
જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 15 ઈનિંગ્સમાં ફક્ત 164 રન બનાવ્યા હતા, જેમાં તેની સરેરાશ 10.93 હતી અને તેના બેટમાંથી ફક્ત એક અડધી સદી જ આવી હતી.

9 / 11
ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે સતત શ્રેણીમાં હાર બાદ ટેસ્ટ ટીમમાં બંને સ્ટાર બેટ્સમેનોના સ્થાન અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જોકે, કોહલીને ઈંગ્લેન્ડમાં રમવાનો બહોળો અનુભવ હોવાથી ટીમ મેનેજમેન્ટ તેને ટેસ્ટ ટીમમાં બીજી તક આપવાનું વિચારી રહ્યું છે.

10 / 11
ભારતનો ઈંગ્લેન્ડ પ્રવાસ 20 જૂનથી શરૂ થશે, જેની પહેલી ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી મેદાન પર રમાશે. (All Photo Credit : PTI / GETTY)

11 / 11

ભારતીય ક્રિકેટ ટીમના તમામ ખેલાડીઓ હાલ IPLમાં રમી રહ્યા છે. બે મહિના ચાલનાર IPL બાદ ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, કેપ્ટન રોહિત શર્માનું ટેસ્ટ સીરિઝમાં રમવું નિશ્ચિત નથી, રોહિત શર્મા સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">