Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: આજે ફરી વધી ગયો સોનાનો ભાવ ! જાણો 22 અને 24 કેરેટ સોનું કેટલું મોંઘુ?

ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, સરકારી કર અને રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. જ્યારે પણ આ પરિબળોમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળે છે. ત્યારે આજે ફરી સોનાના ભાવ ઉછળ્યા છે.

| Updated on: Mar 29, 2025 | 9:11 AM
આજે, શનિવાર, 29 માર્ચ, 2025 એ સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. દેશના મોટા શહેરોમાં 24 કેરેટ સોનાનો ભાવ 91,000 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 83,400 રૂપિયાની ઉપર વેચાઈ રહ્યો છે. ગઈકાલની સરખામણીએ આજે ​​સોનાના ભાવમાં 1200 રૂપિયા સુધીનો વધારો જોવા મળ્યો છે.

1 / 8
આજે દિલ્હીમાં 22 કેરેટ સોનાનો ભાવ 83,550 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 91,130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. જ્યારે મુંબઈમાં 22 કેરેટ સોનાનો ભાવ 83,400 રૂપિયા અને 24 કેરેટ સોનાનો ભાવ 90,980 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો છે. આ કિંમત આજે ઘણા શહેરોમાં સોનાના વધેલા ભાવને દર્શાવે છે.

2 / 8
જ્યારે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં આજે 24 કેરેટ સોનાનો ભાવ 91,040 એ પહોચ્યોં છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 83,460 પર ટ્રેડ કરી રહ્યો છે.

3 / 8
29 માર્ચ, 2025ના રોજ ચાંદીની કિંમત રૂ. 1,05,000 પ્રતિ કિલોગ્રામના સ્તરે રહી હતી. ગઈકાલની સરખામણીએ ચાંદીના ભાવમાં પણ રૂ. 4,000 સુધીનો વધારો જોવા મળ્યો છે. હાલમાં, સોના અને ચાંદી બંનેના ભાવમાં વધારો થયો છે, જે ખાસ કરીને રોકાણકારો અને ખરીદદારો માટે નોંધપાત્ર છે.

4 / 8
સોનાના ભાવ વધવા પાછળનું સૌથી મોટું કારણ સમગ્ર વિશ્વમાં વધતી જતી આર્થિક અનિશ્ચિતતા અને રાજકીય તણાવ છે. જ્યારે વૈશ્વિક પરિસ્થિતિઓ અસ્થિર હોય છે, ત્યારે લોકો તેમની મૂડી સુરક્ષિત રાખવા માટે સોનામાં રોકાણ કરવાનું પસંદ કરે છે. ખાસ કરીને અમેરિકામાં આર્થિક નીતિઓમાં ફેરફાર, ડોલરની વધઘટ અને મોંઘવારી વધવાના ડરને કારણે સોનાની માંગમાં વધુ વધારો થયો છે.

5 / 8
આ સિવાય ઘણા દેશોની સેન્ટ્રલ બેંકો પણ મોટી માત્રામાં સોનું ખરીદી રહી છે, જેના કારણે તેની કિંમતો સતત વધી રહી છે. કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની ખરીદીમાં થયેલા વધારાને કારણે ભવિષ્યમાં સોનાની કિંમત વધુ ઉંચી જવાની ધારણા છે.

6 / 8
ભારતમાં સોનાના ભાવ આંતરરાષ્ટ્રીય બજાર, સરકારી કર અને રૂપિયાના વિનિમય દર પર આધારિત છે. જ્યારે પણ આ પરિબળોમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે સોનાના ભાવમાં પણ વધઘટ જોવા મળે છે. હાલમાં વૈશ્વિક આર્થિક સ્થિતિ અને સોનામાં રોકાણકારોની વધતી જતી રુચિને કારણે ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયા છે.

7 / 8
સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પણ ભારતીય પરંપરાઓ અને તહેવારોનો એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને અન્ય ધાર્મિક તહેવારો દરમિયાન સોનાની માંગમાં ભારે વધારો જોવા મળે છે. આ કારણોસર સોનાનું બજાર હંમેશા સક્રિય રહે છે, અને તેનું મૂલ્ય ભારતીય સંસ્કૃતિમાં વિશેષ સ્થાન ધરાવે છે.

8 / 8

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે આથી તેનો ભાવ શુ ચાલી રહ્યો છે તેની જાણકારી મેળવવા અહીં ક્લિક કરો  

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">