આજનું હવામાન : ગુજરાતના આ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તેમજ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ગરમીથી આંશિક રાહત મળી શકે છે. તેમજ લઘુતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઠંડા પવન ફૂંકાય તેવી શક્યતા છે. પશ્ચિમથી ઉત્તર-પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજયુક્ત વાતાવરણ રહેવાની આગાહી કરી છે.
અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર વાતાવરણમાં પલટાના એંધાણ છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી 30 માર્ચ દરમિયાન કમોસમીની શક્યતા છે. ભારે પવન, મેઘ ગર્જના સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના ભિન્ન – ભિન્ન ભાગોમાં પવન ફૂંકાય તેવી આગાહી કરવામાં આવી છે. દરિયના કિનારાના વિસ્તારોમાં 40 કિ.મી. ઝડપે પવન ફૂંકાશે. દક્ષિણ ગુજરા, મધ્ય ગુજરાતના હવામાનમાં પલટો આવી શકો છો.
સામાન્ય વાવાઝોડાની શક્યતા
તેમજ બંગાળના ઉપસાગરમાં સિઝનની પ્રથમ સાઈક્લોનિક સિસ્ટમ તૈયાર થઈ રહી હોવાનું અંબાલાલ પટેલે જણાવ્યું છે. સામાન્ય વાવાઝોડામાં પરિવર્તિત થવાની શક્યતા સેવાઈ રહી છે. જેને પગલે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે.