અદાણી અને PGTI ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ શરૂ કરશે, પ્રોફેશનલ ગોલ્ફની ઓફિશિયલ મંજૂરી
અદાણી ગ્રુપ PGTI સાથે ભાગીદારીમાં 'અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025' ના લોન્ચ સાથે ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે.
ભારતમાં મેન્સ પ્રોફેશનલ ગોલ્ફની ઓફિશિયલ મંજૂરી આપતી સંસ્થા, પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઈન્ડિયા (PGTI) સાથે ભાગીદારીમાં ‘અદાણી ઇન્વિટેશનલ ગોલ્ફ ચેમ્પિયનશિપ 2025’ ના લોન્ચ સાથે અદાણી ગ્રુપ ભારતીય વ્યાવસાયિક ગોલ્ફમાં પ્રવેશ કરવા માટે તૈયાર છે. 1.5 કરોડ રૂપિયાની ઇનામી રકમ સાથેની આ પહેલી ટુર્નામેન્ટ 1 થી 4 એપ્રિલ દરમિયાન ગ્રેટર નોઇડાના જેપી ગ્રીન્સ ગોલ્ફ એન્ડ સ્પા રિસોર્ટ ખાતે યોજાશે, જે 11 વર્ષ પછી પીજીટીઆઈનું આ સ્થળે પુનરાગમન દર્શાવે છે.
અદાણી ગ્રુપની આ પહેલનો ઉદ્દેશ ગોલ્ફની પહોંચને પ્રોત્સાહન આપવાનો અને તેને મુખ્ય પ્રવાહની રમત તરીકે સ્થાપિત કરવાનો છે, તેમજ ભારતમાંથી આગામી પેઢીના વૈશ્વિક ચેમ્પિયન તૈયાર કરવાનો છે.
ડિરેક્ટર પ્રણવ અદાણીએ કહી આ વાત
આ ભાગીદારી અમદાવાદના બેલ્વેડેર ગોલ્ફ એન્ડ કન્ટ્રી ક્લબ ખાતે અદાણી-પીજીટીઆઈ સંયુક્ત ગોલ્ફ તાલીમ એકેડેમીની સ્થાપના સુધી વિસ્તરે છે. આ પહેલ અદાણીની પાયાના વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતા સાથે સુસંગત છે અને ભારતના 2036 ઓલિમ્પિક દાવેદારીને સમર્થન આપે છે.
અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડના ડિરેક્ટર પ્રણવ અદાણીએ જણાવ્યું હતું કે, ‘ભારતીય વ્યાવસાયિક ગોલ્ફના વિકાસમાં યોગદાન આપવા માટે કપિલ દેવ અને પ્રોફેશનલ ગોલ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (PGTI) સાથે હાથ મિલાવવાનો અમને આનંદ છે.’ તેમણે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય ગોલ્ફમાં ભારતીય વૈશ્વિક ચેમ્પિયન તૈયાર કરવાનો છે.’ અમે ગોલ્ફની પહોંચ વધારવા વધુ ભાગીદારીને પ્રોત્સાહન આપવા અને વિશ્વ કક્ષાની તાલીમ અને રમવાની તકો પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છીએ.