Surat : એક્સલસ બિઝનેસ હબમાં લાગી ભીષણ આગ, 20 થી 25 NSG કમાન્ડોનું કરાયું રેસ્કયુ, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના NSG કમાન્ડોના ઉતારાની જગ્યાએ આગ લાગી છે. સુરતના એક્સલસ બિઝનેસ હબ ખાતે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા.
ગુજરાતમાં અવારનવાર આગ લાગવાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે સુરતના NSG કમાન્ડોના ઉતારાની જગ્યાએ આગ લાગી છે. સુરતના એક્સલસ બિઝનેસ હબ ખાતે આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. તેમજ આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બિઝનેસ હબમાં 123 NSG કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો. જેમાં 20 થી 25 જવાનોને હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલથી રેસ્કયુ કરાયા છે. જો કે સદનસીબે કોઈ પણ જાનહાનિ થઈ નથી.
ઉલેખ્ખનીય છે કે સુરતમાં આવેલી એક્સલસ બિઝનેસ ખાતે આગ લાગી હતી. જેમાં 20 થી વધુ જવાનોના હાઈડ્રોલિક પ્લેટફોર્મ અને ટર્ન ટેબલથી રેસ્કયુ કરાયુ છે. મળતી માહિતી અનુસાર 123 NSG કમાન્ડોને ઉતારો આપવામાં આવ્યો હતો. તે જ સ્થળ પર આગ લાગતા 20 થી 25 જવાનો અંદર ફસાયા હતા. જેમને ફાયર વિભાગ દ્વારા અને અન્ય કમાન્ડોની મદદથી રેસ્કયુ કરવામાં આવ્યા છે.
હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં લાગી આગ
બીજી તરફ પંચમહાલના હાલોલના ભાટ ગામના જંગલ વિસ્તારમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના બની છે. ભીષણ આગ લાગતા દૂર દૂર સુધી ધુમાળો જોવા મળ્યો હતો. જંગલ વિસ્તારની ટેકરીઓ પર આગ લાગી હતી. આગ પર કાબુ મેળવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જીએમડીસીની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.