Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 GT vs MI : ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું, GTની સિઝનની પહેલી જીત

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 29, 2025 | 11:35 PM

ગુજરાત ટાઈટન્સને તેની પહેલી જ મેચમાં પંજાબ કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ તેના હોમગ્રાઉન્ડ અમદાવાદમાં રમાઈ હતી. ફરી એકવાર ગુજરાત ટાઈટન્સ અમદાવાદમાં રમવા જઈ રહી છે પણ શું તે આ વખતે જીતી શકશે? જાણો Live મેચની તમામ અપડેટ

IPL 2025 GT vs MI : ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું, GTની સિઝનની પહેલી જીત
IPL 2025 GT vs MI

IPL 2025 GT vs MI લાઈવ સ્કોર: IPL 2025 માં આજે નવમી મેચ. આ વખતે ટક્કર બે એવી ટીમો વચ્ચે છે, જેમણે પોતાની પહેલી મેચ હારી હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળની ગુજરાતની ટીમ પોતાની પહેલી મેચમાં પંજાબ કિંગ્સ સામે હારી ગઈ હતી. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સને તેમના કટ્ટર હરીફ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે તેમના હોમ ગ્રાઉન્ડમાં હારનો સામનો કરવો પડ્યો. મુંબઈ માટે રાહતની વાત એ છે કે પહેલી મેચમાં પ્રતિબંધ પૂર્ણ કર્યા બાદ કેપ્ટન હાર્દિક પંડ્યા હવે વાપસી કરી રહ્યો છે. આ મેચ હાર્દિક માટે પણ ખાસ છે કારણ કે તે આ પહેલા ગુજરાતનો કેપ્ટન પણ રહી ચૂક્યો છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Mar 2025 11:35 PM (IST)

    ગુજરાતે મુંબઈને હરાવ્યું

    ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું, GTની સિઝનની પહેલી જીત

  • 29 Mar 2025 11:14 PM (IST)

    સૂર્યકુમાર યાદવ 48 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, સૂર્યકુમાર યાદવ 48 રન બનાવી આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ

  • 29 Mar 2025 10:55 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો

    મુંબઈ ઈન્ડિયન્સને ચોથો ઝટકો, રોબિન મિન્ઝ 3 રન બનાવી આઉટ, સાંઈ કિશોરે લીધી વિકેટ

  • 29 Mar 2025 10:49 PM (IST)

    તિલક વર્મા 39 રન બનાવી આઉટ

    મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, તિલક વર્મા 39 રન બનાવી આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ

  • 29 Mar 2025 10:37 PM (IST)

    10 ઓવર બાદ MI નો સ્કોર 86-2

    સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ મુંબઈની બાજી સંભાળી, 10 ઓવર બાદ MI નો સ્કોર 86-2

  • 29 Mar 2025 10:05 PM (IST)

    સિરાજની બીજી વિકેટ

    મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, મોહમ્મદ સિરાજે રોહિત શર્મા બાદ રેયાન રિકલ્ટનને કર્યો ક્લીન બોલ્ડ

  • 29 Mar 2025 09:45 PM (IST)

    સિરાજે રોહિતને કર્યો ક્લીન બોલ્ડ

    મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, મોહમ્મદ સિરાજે રોહિત શર્માને કર્યો ક્લીન બોલ્ડ

  • 29 Mar 2025 09:26 PM (IST)

    મુંબઈને 197 રનનો ટાર્ગેટ

    ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા 197 રનનો આપ્યો ટાર્ગેટ

  • 29 Mar 2025 09:23 PM (IST)

    ગુજરાત 200ની નજીક 

    રાહુલ તેવટીયા, રુથરફોર્ડ, રશીદ ખાન સસ્તામાં આઉટ, ગુજરાત 200ની નજીક

  • 29 Mar 2025 09:12 PM (IST)

    સાઈ સુદર્શન 63 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સ 179/4 (18), સાઈ સુદર્શન 63 રન બનાવી થયો આઉટ, ટ્રેન્ટ બોલ્ટે લીધી વિકેટ

  • 29 Mar 2025 09:03 PM (IST)

    સાઈ સુદર્શનની ફિફ્ટી

    સાઈ સુદર્શનની ફિફ્ટી, દમદાર બાઉન્ડ્રી ફટકારી સાઈ સુદર્શને અર્ધસદી પૂરી કરી

  • 29 Mar 2025 08:54 PM (IST)

    હાર્દિકે શાહરુખ ખાનને કર્યો આઉટ

    ગુજરાત ટાઈટન્સને ત્રીજો ઝટકો, હાર્દિક પંડયાએ શાહરુખ ખાનને કર્યો આઉટ

  • 29 Mar 2025 08:45 PM (IST)

    બટલર 39 રન બનાવી આઉટ

    ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, જોસ બટલર 39 રન બનાવી થયો આઉટ, મુજીબ ઉર રહેમાને લીધી વિકેટ

  • 29 Mar 2025 08:33 PM (IST)

    ગુજરાતનો સ્કોર 100 ને પાર

    ગુજરાત ટાઈટન્સનો સ્કોર 100 ને પાર, સાઈ સુદર્શન-જોસ બટલરની મજબૂત બેટિંગ

  • 29 Mar 2025 08:16 PM (IST)

    ગુજરાતને પહેલો ઝટકો

    ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, શુભમન ગિલ 38 રન બનાવી આઉટ, હાર્દિક પંડયાએ લીધી વિકેટ

  • 29 Mar 2025 08:00 PM (IST)

    પાવરપ્લે બાદ ગુજરાત 66-0

    પાવરપ્લે બાદ ગુજરાત ટાઈટન્સનો સ્કોર 66-0, શુભમન-સુદર્શનની દમદાર બેટિંગ

  • 29 Mar 2025 07:28 PM (IST)

    ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ 11

    શુભમન ગિલ (કેપ્ટન), સાઈ સુદર્શન, જોસ બટલર, શેરફેન રૂધરફોર્ડ, રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન, રાશિદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા

  • 29 Mar 2025 07:27 PM (IST)

    મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઈંગ 11

    હાર્દિક પંડ્યા (કેપ્ટન), રોહિત શર્મા, રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, મુજીબ ઉર રહેમાન, સત્યનારાયણ રાજુ

  • 29 Mar 2025 07:09 PM (IST)

    હાર્દિકે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો

    મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા પાછો ફર્યો છે અને તેણે આવતાની સાથે જ ટોસ જીતી લીધો છે. અપેક્ષા અને ટ્રેન્ડ મુજબ, હાર્દિકે પણ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

  • 29 Mar 2025 07:05 PM (IST)

    મુંબઈએ ટોસ જીત્યો

    મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, ગુજરાત ટાઈટન્સ પહેલા કરશે બેટિંગ

  • 29 Mar 2025 04:53 PM (IST)

    અમરેલીના બાબરકોટ ગામ નજીક કચરાના કારખાનામાં લાગી આગ

    અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાઇક્લિંગ કરતા કારખાનામાં આગ લાગતાં અફરાતફરીનો માહોલ સર્જાયો. આગે વિકરાળ રૂપ ધારણ કરતા દૂર-દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં. આગ લાગવાની જાણ થતાં જ જાફરાબાદ મામલતદાર સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આગના કારણે કોઇ જાનહાનિ ન થાય એ માટે તકેદારીનાં પગલાં લેવાયા. આગ પર કાબૂ મેળવવા માટે રાજુલા અને જાફરાબાદની નગરપાલિકાની ફાયરની ટીમ, પીપાવાવ પોર્ટની ટીમ, સિન્ટેક્સ કંપનીની ટીમ અને અલ્ટ્રાટેક કંપની સહિતની સાત જેટલી ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા

  • 29 Mar 2025 03:55 PM (IST)

    ક્રીમમાં પામતેલ અને મિલ્ક પાઉડર ફેટ વધારવા ઉમેરતા હોવાનો દાવો

    • મનપા ની કાર્યવાહી બાદ શિવ શંભુ ડેરી પ્રોડકટના માલિકે કર્યો સ્વીકાર
    • ક્રીમ સાથે પામોલીન ઓઇલ ભેળવતા હોવાનો કર્યો સ્વીકાર
    • ફેટ વધારવા થોડું પામોલીન ઓઇલ ભેળવવામાં આવતું હતું
    • પામોલીન ઓઇલ ભેળસેળ હાનિકારક ના હોવાનો પણ ફેક્ટરી માલિકનો દાવો
    • અન્ય બટરમાં પણ પામોલીનની માત્રા હોય જ છે:વિક્રેતા
    • એક કિલોમાં 150 ગ્રામ પામોલીનથી કઈ ના થાય:વિક્રેતા
  • 29 Mar 2025 03:52 PM (IST)

    અમદાવાદના નરોડા વિસ્તારમાંથી ઝડપાઈ નક્લી ક્રીમ બનાવવાની ફેક્ટરી

    • મનપાના આરોગ્ય વિભાગે નકલી ક્રીમ બનાવવાની ફેક્ટરી ઝડપી પાડી
    • નકલી ક્રીમ બનાવતી ફેક્ટરી માંથી 1200 કિલો ક્રીમનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો
    • અસલી ક્રીમ સાથે પામોલીન તેલ અને મિલ્ક પાવડર મિક્સ કરી બનાવવામાં આવતો હતો જથ્થો
    • ક્રીમ તૈયાર કરી ગરમ કરવાથી ઘી બનાવવામાં આવતું હતું
    • વિક્રેતાઓ નકલી ક્રીમના જથ્થાથી બનાવેલ ઘી આજુબાજુના ગામડાઓમાં વેચતા હોવાનો પણ દાવો
    • આરોગ્ય વિભાગે જથ્થાના સેમ્પલ લઈ ટેસ્ટિંગ માટે મોકલ્યા
    • શિવ શંભુ ડેરી પ્રોડક્ટ પાસે ફૂડ વિભાગનું લાયસન્સ પણ મળી આવ્યું
    • લાયસન્સ રદ્ કરવાની કામગીરી મનપા હાથ ધરશે
  • 29 Mar 2025 01:50 PM (IST)

    ST બસની ટિકિટના ભાવ વધતા મુસાફરોમાં રોષ

    ST બસની ટિકિટના ભાવ વધતા મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ST વિભાગે તમામ રૂટની બસોનું ભાડું 10 ટકા વધાર્યું છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના રૂટનું ભાડું વધ્યું. સુવિધા વધી નહીં પરંતુ ભાડું વધાર્યું હોવાનો આક્ષેપ છે. ભાડાનો વધારો પરત ખેંચવા મુસાફરોની માગ છે.

  • 29 Mar 2025 12:11 PM (IST)

    આણંદ: ખંભાત નગરપાલિકાના 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ

    આણંદ: ખંભાત નગરપાલિકાના 6 મહિલા કાઉન્સિલર સામે ફરિયાદ દાખલ થઇ છે. રાજીનામું આપી દીધું છતાં સામાન્ય સભામાં હાજર રહેતા કાર્યવાહી કરાઇ. ભાજપના 5 અને અપક્ષના 1 મહિલા કાઉન્સિલર વિરૂદ્ધ ફરિયાદ કરવામાં આવી છે. રજિસ્ટરની ખેંચતાણ કરી ફરજમાં રૂકાવટ ઊભી કર્યાની ફરિયાદ છે. ચીફ ઓફિસરે સરકારી કામગીરીમાં અડચણ બદલ ફરિયાદ નોંધાવી. મહિલા સભ્યો પર ફરિયાદ નોંધાતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. થોડા સમય અગાઉ જ 6 મહિલા કાઉન્સિલરે રાજીનામું આપ્યું હતું.

  • 29 Mar 2025 10:32 AM (IST)

    જામનગરમાં રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ

    જામનગર: રખડતા ઢોરે લીધો વધુ એકનો ભોગ લીધો છે. 18 માર્ચે ઢોરની અડફેટે આવેલા વ્યક્તિનું મોત થયું. રખડતા ઢોરે અડફેટે લેતા વ્યક્તિને બ્રેઇન હેમરેજ થયું હતું. જી.જી. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ વ્યક્તિનું મોત થયુ છે. મૃતક 47 વર્ષીય બિહારના દલસીગસારાના વતની છે. મૃતક જામનગરના રિલાયન્સમાં મજૂરી કરતા હતા.

  • 29 Mar 2025 09:24 AM (IST)

    મોટા ભાઇએ જ નાના ભાઇની હત્યા કરી

    ભાવનગર: ભાલ પંથકના સવાઇ નગરમાં હત્યા થઇ છે. મોટા ભાઇએ જ નાના ભાઇની હત્યા કરી છે. માથામાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા નીપજાવી. બંને ભાઇઓ વચ્ચે જમીનનો વિવાદ ચાલતો હતો. ઘટનાની જાણ થતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

  • 29 Mar 2025 08:40 AM (IST)

    સુરત: VNSGUના 60 વર્ષ પૂરા થતા લીધો મોટો નિર્ણય

    સુરત: VNSGUના 60 વર્ષ પૂરા થતા મોટો નિર્ણય લીધો છે. યુનિવર્સિટી સ્વખર્ચે 7 હજારથી વધુ વિદ્યાર્થીઓનો વીમો કરાવશે. વીમાનું પ્રીમિયમ ભરવાની જવાબદારી VNSGU ઉપાડશે. એક વર્ષ માટે વિદ્યાર્થીઓ માટે વીમો લેવાનો નિર્ણય લેવાયો હતો. એક લાખ કે તેનાથી વધુ રકમનો  VNSGU વીમો લેવડાવશે. એજન્ટ વિના સીધા LICની યુનિટ પાસેથી વીમો મેળવશે.

  • 29 Mar 2025 07:54 AM (IST)

    દ્વારકાઃ ઓખામાં દબાણો પર ફર્યુ બુલડોઝર

    દેવભૂમિ દ્વારકામાં અસામાજિક તત્વોનાં દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ગુનેગારોનાં 6 મકાનોને જમીનદોસ્ત કરાયા…પોલીસ બંદોબસ્ત સાથે સમગ્રકાર્યવાહી કરવામાં આવી..

  • 29 Mar 2025 07:25 AM (IST)

    બંને દેશોમાં ભૂકંપનો કુલ મૃત્યુઆક 144 પર પહોંચ્યો

    શુક્રવારે મ્યાનમાર અને પડોશી દેશ થાઇલેન્ડમાં ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા હતા. ભૂકંપમાં ઇમારતો, એક પુલ અને એક ડેમનો નાશ થયો. મ્યાનમારમાં ઓછામાં ઓછા 144 લોકોનાં મોત થયા છે.

  • 29 Mar 2025 07:24 AM (IST)

    અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો

    આજે સવારે 5.16 વાગ્યે અફઘાનિસ્તાનમાં રિક્ટર સ્કેલ પર 4.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. (સ્ત્રોત – રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર)

Published On - Mar 29,2025 7:15 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">