Ahmedabad : નરોડા વિસ્તારમાં આરોગ્ય વિભાગની તવાઈ, 1000 કિલોથી વધુ શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો, જુઓ Video
અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો છે. 1 હજાર કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ જથ્થો જણાતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ ક્રીમમાંથી ઘી બનતું હોવાથી પ્રાથમિક માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.
ગુજરાતમાં અનેક વાર નકલીની ભરમાળ સામે આવતી હોય છે. ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાંથી શંકાસ્પદ ક્રીમનો જથ્થો ઝડપાયો છે. 1 હજાર કિલોથી વધુ ક્રીમનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. શંકાસ્પદ જથ્થો જણાતા આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. શંકાસ્પદ ક્રીમમાંથી ઘી બનતું હોવાથી પ્રાથમિક માહિતી મળતા આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.જેમાં 1 હજાર કિલોથી પણ વધારે ક્રીમનો જથ્થો ઝડપાયો હતો. મહત્વનું છે કે આરોગ્ય વિભાગે બાતમીના આધારે નરોડા વિસ્તારમાં દરોડા પાડ્યા હતા. જ્યાં અખાદ્ય ક્રીમનો જથ્થો ઝડપાયો હતો. જેના પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પનીર વિક્રેતા પર બોલાઈ હતી તવાઈ
બીજી તરફ આ અગાઉ પણ અમદાવાદમાં વધુ એક વાર મનપાની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પનીર વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. 2 દિવસમાં 263 કિલો પનીરનો જથ્થો સિઝ કરવામાં આવ્યો હતો. 3 એકમનો 245 કિલો પનીરનો જથ્થો વેચાણ અર્થે સ્થગિત કરવામાં આવ્યો હતો. હાથીજણનું વસંતીબેન મહિલા ગૃહઉદ્યોગ પણ સિલ કરાયું હતું. જ્યારે લાઈસન્સ ન હોવાથી અને અનહાઈજેનિક કન્ડિશન હોવાના કારણે કાર્યવાહી કરવામાં આવી હતી.