Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગ્લોબલ સ્ટારનો સાઉથમાં હિટ અને બોલિવુડમાં છે ફ્લોપ, દાદા,કાકા પિતાથી લઈ આખો પરિવાર ફિલ્મોમાં કરે છે કામ

અમે જે અભિનેતાની વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ સાઉથના સુપરસ્ટાર રામ ચરણ છે.રામ ચરણનું નામ સાઉથના ટોપ સ્ટાર્સની યાદીમાં સામેલ છે. તેણે પોતાના કરિયરમાં અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. તો રામ ચરણના પરિવારમાં કોણ કોણ છે ચાલો જાણીએ.

| Updated on: Mar 28, 2025 | 7:18 AM
 કોનિડેલા રામ ચરણનો જન્મ 27 માર્ચ 1985ના રોજ તમિલનાડુમાં થયો છે. તે એક ભારતીય અભિનેતા, ફિલ્મ નિર્માતા અને બિઝનેસમેન છે જેઓ મુખ્યત્વે તેલુગુ સિનેમામાં કામ કરે છે.

1 / 16
ઓસ્કાર વિજેતા ફિલ્મના હીરો રામચરણ આજે પોતાનો 40મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. રામ ચરણ સાઉથ ભારતીય સિનેમાનો સૌથી લોકપ્રિય અભિનેતાઓમાંનો એક છે.

2 / 16
આજે આપણે સાઉથના સૌથી મોટા પરિવાર વિશે જાણીએ જેના ઘરમાંથી મોટા ભાગના લોકો ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે

3 / 16
આજે અમે તેમના જીવન, અભિનય કારકિર્દી અને બિઝનેસની દુનિયામાં તેમની સફળતા પર એક નજર કરીએ. તેમજ તેના પરિવારમાં કોણ કોણ છે ચાલો જાણીએ.

4 / 16
રામ ચરણનો જન્મ મદ્રાસ  27 માર્ચ 1985ના રોજ અભિનેતા ચિરંજીવી અને તેમની પત્ની સુરેખાને તેલુગુ પરિવારમાં થયો હતો.તેમનો પરિવાર આંધ્ર પ્રદેશના પશ્ચિમ ગોદાવરી જિલ્લાના મોગલથુર અને પલાકોલ્લુનો છે.

5 / 16
રામ ચરણના દાદા જાણીતા હાસ્ય અભિનેતા અલ્લુ રામલિંગૈયા હતા. તેને બે ભાઈ-બહેન છે ,એક મોટી બહેન સુષ્મિતા અને નાની બહેન શ્રીજા. રામ ચરણનું શિક્ષણ પદ્મ શેષાદ્રી બાલા ભવન, ચેન્નાઈ લોરેન્સ સ્કૂલ, લવડેલ, હૈદરાબાદ પબ્લિક સ્કૂલ, બેગમપેટ,અને સેન્ટ મેરી કોલેજ, હૈદરાબાદમાં થયું હતું.

6 / 16
 તેણે મુંબઈમાં નમિત કપૂરની એક્ટિંગ સ્કૂલમાં પણ અભ્યાસ કર્યો છે, એપ્રિલ 2024માં વેલ્સ યુનિવર્સિટી, ચેન્નાઈ તરફથી માનદ ડોક્ટરેટની પદવી આપવામાં આવી હતી.

7 / 16
અભિનેતા રામચરણ ભારતીય સિનેમામાં સૌથી વધુ કમાણી મેળવનારા અભિનેતાઓમાંના એક છે, તેઓ 2013 થી ફોર્બ્સ ઈન્ડિયાની સેલિબ્રિટી 100ની યાદીમાં જોવા મળે છે. રામ ચરણ ચાર ફિલ્મફેર એવોર્ડ અને બે નંદી પુરસ્કારો સહિત અનેક પુરસ્કારો મળી ચૂક્યા છે.

8 / 16
રામ ચરણએ તેની અભિનયની શરૂઆત એક્શન ફિલ્મ ચિરુથા (2007) થી કરી હતી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી હતી, જેમાં બેસ્ટ મેલ ડેબ્યૂ સાઉથ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. તેણે એસ.એસ. રાજામૌલીની એક્શન ફિલ્મ મગધીરા (2009)માં અભિનય કરીને પ્રસિદ્ધિ મેળવી હતી, જે તેની રિલીઝ સમયે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનાર તેલુગુ ફિલ્મ હતી, તેણે શ્રેષ્ઠ અભિનેતા  તેલુગુ માટેનો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો.

9 / 16
આ સિવાય અભિનેતાએ ઓરેન્જ (2010), રચના (2012), નાયક (2013), યેવડુ (2014), ગોવિંદુડુ અંદરિવડેલે (2014), અને ધ્રુવ (2016) અને જંજીર (2013) જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.

10 / 16
 RRR (2022) જે હાલમાં ત્રીજી-સૌથી વધુ કમાણી કરનાર ભારતીય ફિલ્મ તરીકે સ્થાન ધરાવે છે અને તેની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે.

11 / 16
ચરણ આરઆરઆર સાથે   આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ મેળવી, જેમાં એક એક્શન મૂવીમાં શ્રેષ્ઠ અભિનેતા માટે ક્રિટિક્સ ચોઈસ સુપર એવોર્ડ્સમાં નોમિનેશન, ભારતીય ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2024માં તેના અભિનય માટે સન્માન મેળવવું હતુ,

12 / 16
2016માં રામ ચરણે પોતાનું પ્રોડક્શન હાઉસ કોનિડેલા પ્રોડક્શન કંપની શરૂ કરી,

13 / 16
  તેમની ફિલ્મી કારકિર્દી ઉપરાંત, તેઓ પોલો ટીમ હૈદરાબાદ પોલો અને રાઇડિંગ ક્લબના માલિક છે અને એરલાઇન સેવા ટ્રુજેટનો સહ-માલિક પણ રહી ચૂક્યો છે.

14 / 16
તેના ગીત 'નાટુ નાટુ'એ ઓસ્કાર એવોર્ડ જીતીને ઈતિહાસ રચ્યો હતો. આ ફિલ્મની સફળતા પછી ચાહકો તેને 'ગ્લોબલ સ્ટાર' કહેવા લાગ્યા. આજે તેની ફેન ફોલોઈંગ ભારતથી વિદેશમાં ફેલાઈ ગઈ છે.

15 / 16
અહેવાલો અનુસાર, રામ ચરણની કુલ સંપત્તિ લગભગ 1370 કરોડ રૂપિયા છે જે તેને સાઉથ સિનેમાના સૌથી ધનિક સ્ટાર્સમાંથી એક બનાવે છે. રામ ચરણે 2012માં ઉપાસના કામીનેની સાથે લગ્ન કર્યા હતા.આજે બંન્ને એક દીકરીના માતા-પિતા છે.

16 / 16

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">