Sade Sati Upay: શનિની સાડા સાતીથી તમને બચાવશે આ ઉપાય, રોજ આટલું કરી લેશો તો નહીં આવે કોઈ સમસ્યા
સાડે સાતી એ એવો સમય છે જ્યારે કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ ચંદ્રની ઉપર, આસપાસ અથવા નીચે આવે છે. આ સમય વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ, તણાવ અને સંઘર્ષ લાવી શકે છે, આથી તેનાથી બચવા આ ઉપાય તમને જરુર કામ લાગશે.

29 માર્ચે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ગુરુની રાશિ મીન રાશિમાં શનિનું સંક્રમણ 3 રાશિઓ પર શનિની સાડે સાતી શરૂ થશે. શનિ ન્યાયના દેવતા છે અને વ્યક્તિના કર્મો અનુસાર પરિણામ આપે છે. તેથી જ્યારે શનિ મહાદશા, સાડે સાતી કે ઢૈયામાં હોય ત્યારે કોઈ પણ ખોટું કામ ન કરવું જોઈએ. તેમજ શનિદેવને નાપસંદ ન હોય તેવા કામ ન કરવા જોઈએ. અન્યથા શનિ દંડ આપે છે.

શનિની સાડાસાતીથી પ્રભાવિત વ્યક્તિએ રાહત મેળવવા માટે જ્યોતિષીય ઉપાયો મુજબ અને શનિદેવને પ્રસન્ન કરવા માટે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

એક માત્ર હનુમાનજી છે જે શનિની સાડે સાતીથી તમને રાહત અપાવી શકે છે પૌરાણિક કથાઓ અનુસાર જ્યારે હનુમાનજી શનિદેવને રાવણની જેલમાંથી મુક્ત કરે છે ત્યારે શનિદેવ હનુમાનજીને વરદાન આપે છે કે સાડા સાતી દરમિયાન જે કોઈ હનુમાનજીની પૂજા કરશે તેને શનિ દેવ ક્યારેય પરેશાન નહીં કરે અને ના તેમની વક્ર દ્રષ્ટિ તે વ્યક્તિ પર નાખશે

સાડે સાતી એ એવો સમય છે જ્યારે કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ ચંદ્રની ઉપર, આસપાસ અથવા નીચે આવે છે. આ સમય વ્યક્તિના જીવનમાં મુશ્કેલીઓ, તણાવ અને સંઘર્ષ લાવી શકે છે, જે ક્યારેક પીડાદાયક માનવામાં આવે છે. શનિની આ અસરથી બચવા ભક્તો હનુમાનજીની રોજ પૂજા કરવી જોઈએ

શનિની સાડાસાતીથી પીડિત લોકો હનુમાનજીની પૂજા કરે છે કારણ કે એવું માનવામાં આવે છે કે હનુમાનજીની કૃપાથી શનિની નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થઈ જાય છે.

આ દરમિયાન રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાતીથી રાહત મળે છે અને શનિની નકારાત્મક અસર ઓછી થઈ શકે છે.

દર મંગળવાર અને શનિવારે હનુમાનજીની પૂજા કરવી. દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી શનિની સાડાસાતીની અસર પણ દૂર થાય છે.

શનિદેવને પ્રસન્ન કરવા હોય તો શનિવારે તામસિક ભોજન ન કરવું. કોઈને દુઃખ ન આપવું. આ ઉપરાંત લોખંડ, ચામડું, કે ચામડાના ચપ્પલ, લાકડાની વસ્તુઓ, મીઠું, સરસવનું તેલ વગેરે વસ્તુઓનું દાન કરો.
વાસ્તુ શાસ્ત્ર, જ્યોતિષ શાસ્ત્ર અને ભક્તિને લગતી અમે અગાઉ ઘણી સ્ટોરી કરી છે ત્યારે આવી જ બીજી સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

































































