ગુજરાતી મીડિયામાં 7 કરતા વધારે વર્ષથી જર્નાલિસ્ટ તરીકે સક્રિય. સાથે જ ફિલ્ડ રિપોર્ટિંગ અને સમાચાર લેખનનો અનુભવ. લોકલ અને નેશનલની સાથે આંતરરાષ્ટ્રીય સ્પોર્ટ્સના ન્યૂઝ કવરેજનો ધરાવે છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં સ્પોર્ટ્સ બીટ પર આર્ટિકલ લખે છે.
મેસ્સી સાથે હાથ મિલાવવાની કિંમત જાણી ચોંકી જશો, આટલા રૂપિયામાં તો 2 મર્સિડીઝ-ઓડી ખરીદી શકો
આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લિયોનેલ મેસ્સી ભારતના પ્રવાસે છે. કોલકાતા અને મુંબઈની મુલાકાત લીધા પછી, ખેલાડી દિલ્હી પહોંચ્યો, જ્યાં તેણે અરુણ જેટલી સ્ટેડિયમમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો. પણ જો તમે મેસ્સી સાથે હાથ મિલાવવા અને ટૂંકી વાતચીત કરવા માગતા હોય તો તેના માટે મોટી કિંમત ચૂકવવી પડશે, અને આ કિંમતમાં બે મર્સિડીઝ અને એક ઓડી ખરીદી શકો છો.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 10:51 pm
IPL 2026 Auction: આ 5 ઓછા જાણીતા યુવા ખેલાડીઓ પર થઈ શકે છે કરોડો રૂપિયાનો વરસાદ
IPL 2026 મીની ઓક્શન અબુ ધાબીમાં થવાનું છે, જેમાં ઘણા સ્ટાર ખેલાડીઓ પર મોટી બોલી લાગશે. જોકે, કેટલાક ઓછા જાણીતા યુવા ખેલાડીઓ પણ છે જેમના પર વખતે ફ્રેન્ચાઈઝ મોટી બોલી લગાવી મોટો દાવ રમી શકે છે. જાણો કોણ છે આ ખેલાડીઓ, અને શું છે તેમની વિશેષતાઓ.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 10:37 pm
IPL 2026 Auction: IPL ઓક્શનમાં બિહારના પાંચ ખેલાડીઓનો સમાવેશ, સાંસદ પપ્પુ યાદવનો પુત્ર પણ લિસ્ટમાં સામેલ
આ વખતે, IPL ઓક્શન 2026 માં બિહારના પાંચ ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પાંચ ખેલાડીઓમાં પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવના પુત્ર સાર્થક રંજનનો પણ સમાવેશ થાય છે. તેની બેઝ પ્રાઈસ ₹30 લાખ છે. સાર્થક ઉપરાંત મોહમ્મદ ઇઝહર, બિપિન સૌરભ, સાકિબ હુસૈન અને સાબીર ખાન પણ IPL ઓક્શનની લિસ્ટમાં સામેલ છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 10:20 pm
માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક, હવે અચાનક ટીમ ઈન્ડિયામાં થયું કમબેક
માત્ર 2 દિવસમાં કરિયરમાં લાગ્યો બ્રેક, હવે અચાનક ટીમ ઈન્ડિયામાં થયું કમબેક | IND vs SA T20 series Shahbaz Ahmed returns to Team India after two years
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 9:59 pm
ટીમ ઈન્ડિયાની જર્સીથી લઈને T20 વર્લ્ડ કપ 2026 ની ટિકિટ સુધી… લિયોનેલ મેસ્સીને જય શાહ તરફથી આ ખાસ ભેટ મળી
"GOAT India Tour 2025" ના અંતિમ દિવસે આર્જેન્ટિનાનો ફૂટબોલ દિગ્ગજ લિયોનેલ મેસ્સી દિલ્હી પહોંચ્યો હતો. મુલાકાત દરમિયાન ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ના ચેરમેન જય શાહે તેને દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં કેટલીક ખાસ ભેટો આપી હતી.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 8:55 pm
Breaking News: ટીમ ઈન્ડિયાને મોટો ફટકો, સ્ટાર ખેલાડી T20 શ્રેણીમાંથી અચાનક થયો બહાર
દક્ષિણ આફ્રિકા સામેની પાંચ મેચની T20 શ્રેણી દરમિયાન ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. સ્ટાર ખેલાડી શ્રેણીની બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. તે છેલ્લી મેચ પણ રમી શકશે નહીં. તેના સ્થાને અન્ય એક ખેલાડીના નામની જાહેરાત કરવામાં આવી છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 8:18 pm
BCCI નો મોટો નિર્ણય, ફક્ત એક જ ખેલાડીને છૂટ, બાકીના બધા વિજય હજારે ટ્રોફી રમશે
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં ઓછામાં ઓછી બે મેચ રમવાનો આદેશ આપ્યો છે. જોકે, એક ખેલાડીને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે, જેના કારણે તે ટુર્નામેન્ટથી દૂર રહી શકે છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 7:24 pm
IPL Mock Auction: CSK એ ત્રણ બોલરો પર 20 કરોડ ખર્ચ્યા, મીની ઓક્શન પહેલા મોટો દાવ લગાવ્યો
IPL 2026 સિઝન પહેલા 16 ડિસેમ્બરે અબુધાબીમાં એક મીની ઓક્શન યોજાશે, જ્યાં 350 થી વધુ ખેલાડીઓનું ભાવિ નક્કી થશે. CSK એ મીની ઓક્શન પહેલા મોક ઓક્શનમાં ત્રણ બોલરો પર 20 કરોડ ખર્ચ્યા હતા અને મોટો દાવ લગાવ્યો હતો.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 6:04 pm
IPL Mock Auction : કેમેરોન ગ્રીનને આ ટીમે 30.5 કરોડમાં ખરીદ્યો, સરફરાઝ ખાનને CSK એ 7 કરોડ ચૂકવ્યા
IPL 2026 મીની ઓક્શન પહેલા સ્ટાર સ્પોર્ટ્સે એક મોક ઓક્શનનું આયોજન કર્યું હતું જેમાં કેમેરોન ગ્રીન અને લિયામ લિવિંગસ્ટોનને મોટી રકમ મળી હતી. આ એક મજબૂત સંકેત છે કે કયા ખેલાડીઓને મોટી રકમ મળવાની શક્યતા સૌથી વધુ હશે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 5:19 pm
સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે લિયોનેલ મેસ્સીની નેટવર્થ
ફૂટબોલ સુપરસ્ટાર લિયોનેલ મેસ્સીની દુનિયાના સૌથી સફળ અને સૌથી અમીર ખેલાડીઓમાં એક છે. તેની કમાણી પણ કરોડોમાં છે. જો તેની કુલ નેટવર્થની વાત કરવામાં આવે તો તે સચિન, વિરાટ, ધોની સહિત ભારતના સાત સૌથી અમીર સ્ટાર્સ ક્રિકેટરોની કુલ કમાણી કરતા પણ વધુ છે.
- Smit Chauhan
- Updated on: Dec 15, 2025
- 4:17 pm
IND vs SA: બીજી T20 માં આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું, ટીમ ઈન્ડિયા ફક્ત 162 રનમાં ઓલઆઉટ
T20 શ્રેણીની બીજી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 51 રનથી હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાની જીત સાથે શ્રેણી 1-1 થી બરાબર થઈ ગઈ છે અને હવે ત્રીજી મેચ રવિવાર, 14 ડિસેમ્બરે ધર્મશાલામાં રમાશે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 10:56 pm
IND vs PAK: માત્ર 438 રૂપિયામાં ભારત-પાકિસ્તાન મેચની ટિકિટ, અડધા કલાકમાં જ વેચાઈ ગઈ
ICC એ ગુરુવાર, 11 ડિસેમ્બરથી 2026 T20 વર્લ્ડ કપ માટે ટિકિટોનું વેચાણ શરૂ કર્યું. હાલમાં, ફક્ત 40 ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટો જ બહાર પાડવામાં આવી છે, જેમાં ટીમ ઈન્ડિયાની ત્રણેય મેચોની ટિકિટ વેચાઈ ગઈ છે.
- Smit Chauhan
- Updated on: Dec 11, 2025
- 10:33 pm