
મહિલાઓ સોનું પહેરવાનું પસંદ કરે છે. પરંતુ ઘણીવાર ફેશનથી પ્રેરાઈને, તેઓ તેને કમર નીચે અથવા પગમાં પણ સોનાના ઘરેણા પહેરે છે. પરંતુ શું તમે જાણો છો કે આ પ્રથા ફક્ત હિન્દુ શાસ્ત્રો દ્વારા જ નહીં, પણ આયુર્વેદ અને વૈજ્ઞાનિક પુરાવાઓ દ્વારા પણ પ્રતિબંધિત છે? ચાલો જાણીએ શા માટે?

સોનાને દેવગુરુ બૃહસ્પતિની ધાતુ માનવામાં આવે છે. જે શરીરના ઉપરના ભાગે (કમરથી ઉપર) માટે શુભ માનવામાં આવે છે.આને કમરથી નીચે પહેરવાથી ગુરુ ગ્રહનું અપમાન માનવામાં આવે છે. જેનાથી જીવનમાં આર્થિક સંકટ આવી શકે છે.

હિંન્દુ ધર્મમાં તો સોનાને માતા લક્ષ્મીનું સ્વરુપ માનવામાં આવ્યું છે. પગ અથવા કમરની નીચે સોના પહેરવાથી દેવી લક્ષ્મીનું અપમાન થાય છે. જેનાથી ઘરમાં દરિદ્રતા આવી શકે છે.

વિજ્ઞાન અને આયુર્વેદ અનુસાર સોનું એક ગરમ ધાતુ છે. જે શરીરના ઉપરના ભાગને ગરમ અને ઉર્જાવાન રાખે છે. કમરની નીચેનો ભાગ અપેક્ષાકૃત ઠંડો હોય છે. સોનું પહેરવાથી શરીરનું તાપમાન બગડી શકે છે.

કમરની નીચે સોનું પહેરવાથી પાચનતંત્ર પ્રભાવિત થઈ શકે છે. ગેસ અથવા પેટ સંબંધિત અન્ય પરેશાનીઓ વધી શકે છે. આ માટે હંમેશા ચાંદી (ઠંડી ધાતુ)ના આભુષણો જેમ કે પાયલ અને ઝાંઝરા પહેરવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્રમાં ચાંદીને ચંદ્રનું પ્રતીક માનવામાં આવે છે અને તેને શીતળતા અને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. શરીરને ઠંડુ અને શાંત રાખવા માટે કમરની નીચે ચાંદીના ઘરેણાં પહેરવાનું કહેવામાં આવે છે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સોનાનો સંબંધ ગુરુ ગ્રહ સાથે છે. ગુરુને જ્ઞાન, શાણપણ અને સમૃદ્ધિનો ગ્રહ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે કમર નીચે સોનાના દાગીના પહેરવાથી ગુરુ નબળો પડે છે, જેના કારણે નાણાકીય અને માનસિક સમસ્યાઓ થઈ શકે છે.

Disclaimer: આ માહિતી માત્ર વાસ્તુશાસ્ત્ર, ધાર્મિક માન્યતાઓ અને સામાન્ય લોકકથા પર આધારિત છે. આનો હેતુ માત્ર માહિતી અને જાગરૂકતા પહોંચાડવાનો છે. આ ઉપાયોના પરિણામો વ્યક્તિગત શ્રદ્ધા અને માન્યતા પર આધાર રાખે છે.