અમદાવાદમાં ગત રાત્રીએ 21 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે સામાન્ય કરતા 6 ડિગ્રી વધુ છે. રાજ્યના અનેક શહેરોમાં તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. જેને જોતા. ઠંડીની ઋતુમાં જાણે ઠંડી જ ગાયબ થઈ ગઈ હોય તેવો ઘાટ છે. જો કે હવામાન વિભાગની આગાહી અનુસાર. આવનારા દિવસોમાં તાપમાનમાં ઘટાડો થતાં. ઠંડીનો ચમકારો વધી શકે. હાલ રાજકોટમાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી, ગાંધીનગરમાં 20.8 ડિગ્રી, વડોદરામાં 21.2 ડિગ્રી જ્યારે સુરતમાં 22 ડિગ્રી જેટલું નોંધાયું છે.