AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: LPG સંકટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક PNG કનેક્શન મળશે

ગુજરાત સરકારે રાજ્યની હોટલ અને રેસ્ટોરેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને ચાલુ રાખવા માટે હવે તાત્કાલિક PNG (પાઇપ નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવશે છે.

Breaking News: LPG સંકટ વચ્ચે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક PNG કનેક્શન મળશે
gujarat government
| Updated on: Mar 16, 2026 | 1:13 PM
Share

LPG ગેસ સિલિન્ડરને લઈને દેશભરમાં ચાલી રહેલી મથામણ વચ્ચે હોટલો અને રોસ્ટોરન્ટ બંધ થવાના કગાર પર આવી ગઈ છે. આ વચ્ચે ગુજરાત સરકારે રાજ્યની હોટલ અને રેસ્ટોરેન્ટ માટે મોટો નિર્ણય લીધો છે. સરકાર દ્વારા રાજ્યની હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાયને ચાલુ રાખવા માટે હવે તાત્કાલિક PNG (પાઇપ નેચરલ ગેસ) કનેક્શન આપવામાં આવશે છે.

હોટલ-રેસ્ટોરન્ટને તાત્કાલિક PNG કનેક્શન મળશે

ગેસ સિલિન્ડર મેળવવામાં પડી રહેલી મુશ્કેલીઓને કારણે રાજ્યભરમાં હોટલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય મુશ્કેલીમાં મુકાયો છે. ત્યારે સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે તાત્કાલિક વિકલ્પ તરીકે PNGને પ્રાથમિકતા આપવાનો નિર્ણય કર્યો છે. મળતી માહિતી મુજબ ઘરેલું અને કોમર્શિયલ બંન્ને માટે તાત્કાલિક કનેક્શન આપવાનું સુચન કર્યું છે. આ અંગે સિટી ગેસ કંપનીઓ સાથે ચર્ચા ચાલી રહી છે અને ઝડપથી નવા કનેક્શન આપવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

ફૂડ ઉદ્યોગ પર પડી રહી અસર

રાજ્ય સરકારના સૂત્રો મુજબ, હાલ એલપીજી સિલિન્ડર સપ્લાયમાં વિલંબ થવાને કારણે વેપારીઓ તેમજ સામાન્ય નાગરિકો બંનેને મુશ્કેલી મુકાયા છે. ખાસ કરીને હોટલ, રેસ્ટોરન્ટ, કૅન્ટીન અને ફૂડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો પર તેની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. ઘણી જગ્યાએ સિલિન્ડર સમયસર ન મળતા વેપારીઓએ વ્યવસાય બંધ કરવા પડ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઘરેલું અને કોમર્શિયલ બંને માટે પીએનજી કનેક્શન તાત્કાલિક આપવાની સૂચના આપવામાં આવી છે.

સરકારે લીધો નિર્ણય

સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં પાઇપલાઇનની સુવિધા ઉપલબ્ધ છે ત્યાં પ્રથમ તબક્કામાં PNG કનેક્શન આપવામાં આવશે. તેમજ નવા કનેક્શન માટે પ્રક્રિયા સરળ બનાવી તાત્કાલિક તેનો અમલ કરવામાં આવશે જેથી વેપારીઓને લાંબી રાહ ન જોવી પડે. ગેસ કંપનીઓને પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે હોટલ અને રેસ્ટોરન્ટને પ્રથમ પ્રાધાન્ય આપવું. આ નિર્ણયથી શહેરોમાં ગેસ સંકટથી સર્જાયેલી પરિસ્થિતિમાં રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘરમાં ક્યાં રાખવો જોઈએ ગેસ સિલિન્ડર? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Follow Us
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
નાણાકીય જીવન સમૃદ્ધ રહેશે, ધ્યાન અને યોગ તરફ વળો
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
ભરૂચમાં શિક્ષણ તંત્ર એક્શનમાં, ડ્રોપઆઉટ થયેલા બાળકોને ફરી શાળાએ લાવશે
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
મોરબીમાં ગમખ્વાર માર્ગ અકસ્માત, જુઓ Video
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
ભાજપના નેતાએ બધી હદ વટાવી! ચૂંટણી લડવા માટે ₹2 કરોડ મળ્યા હોવાનો દાવો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">