AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG કે PNG ઘર માટે કયો ગેસ સસ્તો ? કનેક્શન માટે કેટલો ખર્ચ થાય છે, જાણો

આજના સમયમાં જ્યારે મોંઘવારી સતત વધી રહી છે, ત્યારે રસોઈ ગેસનો ખર્ચ ઘરના બજેટમાં મહત્વનો ભાગ બની ગયો છે. તેથી ઘણા પરિવારો માટે પ્રશ્ન ઉભો થાય છે કે LPG સિલિન્ડરનો ઉપયોગ ચાલુ રાખવો યોગ્ય છે કે પછી પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) કનેક્શન લેવુ વધુ ફાયદાકારક રહેશે.

| Updated on: Mar 16, 2026 | 8:36 PM
Share
ઈરાન, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલ વચ્ચે વધેલા મધ્ય પૂર્વના તણાવને કારણે વૈશ્વિક ગેસ સપ્લાય ચેઇન પર અસર પડી છે. તેના કારણે ક્રૂડ ઓઇલ અને ગેસના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, જેનો સીધો પ્રભાવ ભારતના ઘરેલુ ગેસના ખર્ચ પર પડે છે. આ અનિશ્ચિત પરિસ્થિતિમાં ઘણા લોકો વિચારતા થયા છે કે રસોઈ માટે સૌથી આર્થિક અને સલામત વિકલ્પ કયો છે – LPG સિલિન્ડર કે PNG ગેસ.

1 / 6
કિંમતની દ્રષ્ટિએ સામાન્ય રીતે PNG ને LPG કરતા લગભગ 20 થી 30 ટકા સસ્તું માનવામાં આવે છે. તેનું મુખ્ય કારણ તેની મીટરિંગ સિસ્ટમ છે. LPG સિલિન્ડર માટે એક નિશ્ચિત રકમ ચૂકવવી પડે છે અને તેમાં કેટલો ગેસ બાકી રહ્યો છે તેનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. ઘણીવાર સિલિન્ડરના તળિયે થોડો ગેસ બાકી રહી જાય છે, જે ઉપયોગમાં આવી શકતો નથી. બીજી તરફ PNG ગેસ વીજળીના મીટર જેવી સિસ્ટમથી કામ કરે છે. એટલે કે, તમે જેટલો ગેસ વાપરો છો, એટલા યુનિટ માટે જ દર મહિને બિલ ચૂકવો પડે છે. પરિવહન અને સિલિન્ડર રિફિલિંગનો ખર્ચ ન હોવાથી લાંબા ગાળે PNG વધુ બચતકારક સાબિત થાય છે.

2 / 6
નવું કનેક્શન લેવાની વાત કરીએ તો LPG કનેક્શન શરૂઆતમાં થોડું સસ્તુ પડે છે. સામાન્ય રીતે નવું LPG કનેક્શન (સિંગલ સિલિન્ડર) લેવા માટે લગભગ ₹3,000 થી ₹4,500 સુધીનો ખર્ચ થાય છે. આ ખર્ચમાં રેગ્યુલેટર, પાઇપ, સુરક્ષા ડિપોઝિટ અને બ્લુ બુકનો સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ ઉજ્જવલા યોજના હેઠળ પાત્ર હોય તો તેને આ કનેક્શન ખૂબ ઓછી કિંમતે અથવા મફતમાં પણ મળી શકે છે.

3 / 6
બીજી તરફ PNG કનેક્શન માટે પ્રારંભિક ખર્ચ થોડો વધારે હોય છે. શહેર અને ગેસ કંપની મુજબ તેની કિંમત બદલાય છે, પરંતુ સામાન્ય રીતે નોંધણી અને સુરક્ષા ડિપોઝિટ મળીને લગભગ ₹5,000 થી ₹7,000 સુધીનો ખર્ચ થાય છે. જોકે ઘણી ગેસ કંપનીઓ આ રકમ ગ્રાહકો પાસેથી હપ્તામાં પણ વસૂલ કરે છે, જે માસિક ગેસ બિલ સાથે સરળતાથી ચૂકવી શકાય છે. એકવાર PNG કનેક્શન ઇન્સ્ટોલ થઈ જાય પછી સામાન્ય રીતે કોઈ વધારાનો ડિપોઝિટ કે મોટો જાળવણી ખર્ચ રહેતો નથી.

4 / 6
સુવિધાની દ્રષ્ટિએ PNG ગેસ ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. તેમાં ગેસ ખતમ થવાની ચિંતા રહેતી નથી અને સિલિન્ડર બુક કરાવવાની કે ડિલિવરી માટે રાહ જોવાની જરૂર પણ પડતી નથી. પાઇપલાઇન દ્વારા ગેસ 24 કલાક ઉપલબ્ધ રહે છે. સલામતીની દ્રષ્ટિએ પણ PNG વધુ સુરક્ષિત માનવામાં આવે છે. LPG સિલિન્ડરમાં ગેસ ઊંચા દબાણે સંગ્રહિત રહે છે અને જો લીકેજ થાય તો આગ લાગવાનો જોખમ વધારે હોય છે. જ્યારે PNG ગેસ ઓછા દબાણે પાઇપલાઇનમાં વહે છે અને હવા કરતાં હલકું હોવાથી લીકેજ થાય તો ઝડપથી ઉપર જઈ બહાર નીકળી જાય છે.

5 / 6
જોકે PNG ની એક મર્યાદા પણ છે. તે ફક્ત તે જ વિસ્તારોમાં ઉપલબ્ધ હોય છે જ્યાં ગેસ કંપનીઓએ પાઇપલાઇન નેટવર્ક બનાવ્યું હોય. ઉપરાંત, જો તમે ભાડાના ઘરમાં રહેતા હો અને વારંવાર સ્થળાંતર કરતા હો, તો LPG સિલિન્ડર વધુ અનુકૂળ વિકલ્પ બની શકે છે. કારણ કે LPG સિલિન્ડર સરળતાથી ગમે ત્યાં લઈ જઈ શકાય છે, જ્યારે PNG કનેક્શન ચોક્કસ સરનામા સાથે જોડાયેલું હોય છે અને તેને અન્ય સ્થળે સ્થાનાંતરિત કરવાની પ્રક્રિયા થોડી લાંબી હોઈ શકે છે.  આ રીતે જોવામાં આવે તો લાંબા ગાળે ખર્ચ અને સુવિધાની દ્રષ્ટિએ PNG ગેસ ઘણીવાર વધુ ફાયદાકારક સાબિત થાય છે, પરંતુ દરેક ઘરની જરૂરિયાત અને ઉપલબ્ધતા મુજબ LPG પણ એક વ્યવહારુ વિકલ્પ બની શકે છે.

6 / 6

 ઇન્ડક્શન પર રસોઈ કરવી LPG ગેસ કરતાં સસ્તી પડે કે મોંઘી?

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણી જાહેર: 11 ઓક્ટોબરે મતદાન

Trending Video: ગણેશ પૂજામાં સલમાન ખાનનો દેખાયો 'મસ્તીખોર અંદાજ'

ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત

વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર

પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ

રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video

અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video

અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત

બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા

ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ

g clip-path="url(#clip0_868_265)">