AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oscar 2026માં વિન્ટેજ ગાઉન લુકમાં આખા હોલિવુડ પર ભારે પડી ઈશા અંબાણી, જુઓ વીડિયો

આ વખતે ભારત તરફથી ઓસ્કરમાં માત્ર પ્રિયંકા ચોપરા જ નહી પરંતુ ઈશા અંબાણી પણ જોવા મળી હતી. ઈશા અંબાણીનો વિન્ટેજ લુક સોશિયલ મીડિયા પર છવાયો છે. તેમજ લોકો તેના સ્ટાઈલની ખુબ ચર્ચા પણ કરી રહ્યા છે.

Oscar 2026માં વિન્ટેજ ગાઉન લુકમાં આખા હોલિવુડ પર ભારે પડી ઈશા અંબાણી, જુઓ વીડિયો
| Updated on: Mar 16, 2026 | 10:51 AM
Share

ભારતીય બિઝનેસ જગતની દિગ્ગજ હસ્તીઓ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીએ 15 માર્ચના રોજ લૉસ એન્જિલસમાં આયોજિત 98મા ઓસ્કર 2026ના રેડ કાર્પેટ પર એન્ટ્રી કરી હતી. પોતાના પતિ આનંદ પીરામલની સાથે આ ઈવેન્ટમાં સામેલ થઈ હતી. ઈશા અંબાણી માટે ઓસ્કરમાં પહેલો અનુભવ હતો. તે ન્યુયોર્કના મેટ ગાલા જેવા વૈશ્વિક આયોજનોમાં હંમેશા જોવા મળતી રહી છે. પરંતુ ઓસ્કરના મંચ પર તેની એન્ટ્રી આંતરરાષ્ટ્રીય મીડિયા અને ફેશન જગતમાં ચર્ચાનો વિષય રહ્યો.

વિન્ટેજ લુકમાં કરી એન્ટ્રી

આ તકે ઈશા અંબાણીએ ફેશન અને પરંપરાનું એક કોમ્બિનેશન પસંદ કર્યું હતુ. તેમણે વેલેન્ટિનો હાટ કાઉચર ફોલ,વિન્ટર 2006-2007 કલેક્શન માટે એક વિન્ટેજ ગાઉન પહેર્યું હતુ. આ સ્ટ્રેપલેસ બ્લેક અને ક્રીમ ગાઉનમાં સુંદર ફુલની ડિઝાઈન ખુબ આકર્ષક લાગી રહી હતી. પોતાના લુકને કમ્પલીટ કરવા માટે તેમણે લોરેન શ્વાર્ટઝ દ્વારા ડિઝાઈન કરેલ ડાયમંડ ચોકર અને મેચિંગ ઈરિંગ્સ પહેર્યા હતા. રેડ કાર્પેટ પર જતા પહેલા તેમણે એકેડમી મ્યુઝિયમ ઓફ મોશન પિક્ચર્સનો પ્રવાસ કર્યો હતો. જેનો ઉદ્દેશ્ય નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર અને વૈશ્વિક સિનેમાની સંસ્થાઓ વચ્ચે આપસી સહયોગ વધારવાનો હતો.

View this post on Instagram

A post shared by Ash K Holm (@ash_kholm)

ચાહકો કરી રહ્યા છે વખાણ

ઈશા અંબાણીના આ વિન્ટેજ લુકના લોકો વખાણ કરી રહ્યા છે. તે સ્ટાઈલિશ ગાઉનમાં ખુબ જ સુંદર લાગી રહી હતી. એક ચાહકે કહ્યું તમે કોઈ હિરોઈનથી ઓછી સુંદર નથી. તો કોઈએ કહ્યું આખા હોલિવુડ પર ભારી પડી ઈશા અંબાણી.

કોણ છે ઈશા અંબાણી?

ઈશા અંબાણી માત્ર એક સેલિબ્રિટી જ નથી પણ ભારતના સૌથી મોટા બિઝનેસ સામ્રાજ્ય, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો એક મહત્વપૂર્ણ ભાગ પણ છે. તે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રિટેલ ક્ષેત્રનું નેતૃત્વ કરે છે. તે રિલાયન્સ જિયો, રિલાયન્સ ફાઉન્ડેશન અને ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની એક્ઝિક્યુટિવ ટીમોમાં પણ ભૂમિકા ભજવે છે. પર્સનલ લાઈફની જો વાત કરવામાં આવે તો ડિસેમ્બર 2018 માં આનંદ પિરામલ સાથે લગ્ન કર્યા પછી, આ દંપતીએ 2022 માં જોડિયા બાળકોનું સ્વાગત કર્યું.

અંબાણી પરિવારની એકની એક દિકરીએ અમેરિકામાં અભ્યાસ કર્યો, નાની ઉંમરમાં જ બની હતી અબજોપતિ અહી ક્લિક કરો

Follow Us
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી શરૂ, ખેડૂતોને મળ્યા સારા ભાવ
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
બનાસકાંઠા: ભીલડીમાં 324.77 કરોડ ના ખર્ચે તૈયાર થયુ પશુ સંવર્ધન કેન્દ્ર
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
સુરતથી ભાવનગર 120 વધારાની ST બસો દોડાવાશે
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
ગ્રાન્ટેડ શાળાઓમાં વિવિઘ વિષયના 2000થી વધુ શિક્ષકની કરાશે ભરતી
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
વાવ-થરાદમાં ઘાસ વિતરણ કેન્દ્રો શરૂ, પશુપાલકોને કિલોદીઠ રૂ. 2માં મળશે
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની યાદીમાં રાજકોટનો સમાવેશ ન થતાં ખેડૂતોમાં નારાજ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં બ્રેડના સીલ પેકેટમાંથી નીકળી માખી, વીડિયો વાયરલ
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
વડોદરામાં સોની પરિવારના ત્રણ સભ્યોના મોતથી ચકચાર
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
ઉત્તરાખંડના ગંગોત્રી ધામમાં સિઝનની પ્રથમ હિમવર્ષા
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
પાણીની અછત અને ભાવ ન મળતાં ખેડૂતે ટ્રેક્ટરથી ઉખેડ્યો કેળાનો આખો પાક
g clip-path="url(#clip0_868_265)">