AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : બહુ ચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો ચુકાદો, 42માંથી 37 આરોપી નિર્દોષ, 5 દોષિત જાહેર

ગીર સોમનાથના બહુચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કુલ 42 આરોપીઓમાંથી 37ને નિર્દોષ જાહેર કરાયા છે, જ્યારે 5 આરોપીઓને દોષિત ઠેરવવામાં આવ્યા છે.

Breaking News : બહુ ચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં વેરાવળ કોર્ટનો ચુકાદો, 42માંથી 37 આરોપી નિર્દોષ, 5 દોષિત જાહેર
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 6:13 PM
Share

ગીર સોમનાથ જિલ્લાના બહુ ચર્ચિત ઉના દલિત કાંડ કેસમાં આજે વેરાવળ કોર્ટ દ્વારા મહત્વનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. આ કેસમાં કુલ 42 આરોપીઓ સામે કેસ ચાલતો હતો, જેમાંથી કોર્ટે 37 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે. દોષિત ઠેરવાયેલા આરોપીઓને કોર્ટ આવતીકાલે સજા સંભળાવશે.

આ કેસમાં આરોપી બનાવાયેલા કેટલાક પોલીસ કર્મચારીઓને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. તેમાં કંચનબેન, PSI પાંડે, ઉના PSO કરશનભાઈ અને નિર્મલ ઝાલાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે નિર્મલ ઝાલાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે. કુલ 42 આરોપીઓમાંથી અત્યાર સુધીમાં બે આરોપીઓના અવસાન પણ થઈ ચૂક્યા છે.

ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો

આ કેસ વર્ષ 2016માં બનેલી ઘટનાથી જોડાયેલો છે. 11 જુલાઈ 2016ના રોજ ઉના તાલુકાના મોટા સમઢિયાળા ગામમાં દલિત પરિવારના ચાર યુવાનોને ગૌમાંસના આરોપમાં કહેવાતા ગૌરક્ષકો દ્વારા જાહેરમાં લાકડીઓ અને પટ્ટા વડે માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર રાજ્યમાં ભારે આક્રોશ ફેલાયો હતો.

લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી

ઘટનાની ગંભીરતા જોતા સરકાર દ્વારા કેસની તપાસ CID ક્રાઇમ, અમદાવાદને સોંપવામાં આવી હતી. આ મામલો વેરાવળ કોર્ટમાં એટ્રો સેશન કેસ નંબર 818 હેઠળ ચાલી રહ્યો હતો. લાંબા સમયથી ચાલી રહેલી સુનાવણી બાદ આજે કોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે, જ્યારે દોષિત ઠેરવાયેલા પાંચ આરોપીઓને આવતીકાલે સજા સંભળાવવામાં આવશે.

રાંધણ ગેસના કાળાબજાર અને અછતને કારણે પરપ્રાંતીય શ્રમિકો વતન જવા લાગ્યા

Follow Us
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
હવે ભગવાનને પણ નડી મોંઘવારી ! ડાકોરમાં વિવિધ મનોરથના લાગામાં થયો વધારો
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
Breaking News : 1 મહિનામાં અમદાવાદ પ્લેન ક્રેશનો આવી શકે છે રિપોર્ટ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
વડોદરામાં ઈંડા કેસમાં આરોપીઓની પરેડ મુદ્દે HCએ પોલીસ પાસે માંગ્યો જવાબ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
98 લાખના ખર્ચે બનેલી ટાંકીનુ કૌભાંડ આવ્યું સામે,હવે 2 ટાંકીઓ તોડી પડાઈ
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
ખેડામાં હલકી ગુણવત્તા વાળી કેનાલ પર ચાલ્યુ દાદાનું બુલડોઝર-Video
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
હરિદ્વાર દર્શન કરાવવાની લાલચે યાત્રિકો પાસેથી ઉચાપત
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ, "આ માત્ર મંદિર નહીં.....
Breaking News : પીએમ મોદીનો સોમનાથ પર બ્લોગ,
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
g clip-path="url(#clip0_868_265)">