કોમર્શિયલ ગેસના નામે કાળાબજારી વધી ! બાટલા મળતા નથી અને વેપારીઓ ‘લાકડા’ સળગાવે છે, તંત્ર ક્યારે જાગશે? – જુઓ Video
અત્યારે નાસ્તાની લારી અને રેકડી ચલાવતા હજારો નાના વેપારીઓ એક એવી મુસીબતમાં ફસાયા છે કે, જેનું રહસ્ય કોઈને સમજાતું નથી. વાત એમ છે કે, છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેને લીધે નાના વેપારીઓની હાલત કફોડી બની છે.
છેલ્લા કેટલાક દિવસોથી બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાતા નાસ્તાની લારી અને રેકડી ચલાવતા નાના વેપારીઓની હાલત કફોડી બની છે. ગેસના બાટલા સમયસર ન મળવાને કારણે ઘણા વેપારીઓના રોજગાર પર સીધી અસર પડી રહી છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર, બજારમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળવા મુશ્કેલ બન્યા છે. જો ક્યાંક બાટલો ઉપલબ્ધ હોય, તો પણ તે નિર્ધારિત ભાવ કરતા વધુ કિંમતે ‘બ્લેક’માં વેચાઈ રહ્યો હોવાની ફરિયાદો સામે આવી છે. આ આર્થિક બોજ નાના વેપારીઓ માટે અસહ્ય બની રહ્યો છે.
ગેસની અછતને પગલે ઘણા લારીધારકો હવે લાકડા સળગાવીને નાસ્તો તૈયાર કરવા મજબૂર બન્યા છે. જો કે, લાકડા પર રસોઈ કરવામાં સમય વધુ લાગે છે અને નાસ્તાની ગુણવત્તા જાળવવામાં પણ મુશ્કેલી પડે છે. ધુમાડા અને ધીમી ગતિને કારણે ગ્રાહકોની સંખ્યામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે, જે વેપારીઓની દૈનિક આવકને ફટકો મારી રહ્યો છે.
રોજગાર બચાવવા માટે નાના વેપારીઓએ હવે તંત્ર પાસે ન્યાયની ગુહાર લગાવી છે. તેમની માંગ છે કે, કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો જથ્થો સમયસર ઉપલબ્ધ કરાવવામાં આવે અને જે લોકો ગેસના બાટલાનું બ્લેક માર્કેટિંગ કરી રહ્યા છે, તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.
Breaking News : ગુજરાતમાં ભર ઊનાળે ગાજસે વરસાદ, 20 જિલ્લાઓમાં માવઠાનું એલર્ટ, ખેડૂતો ચિંતામાં
નાના વેપારીઓ મુશ્કેલીમાં, મજબૂરીમાં અપનાવ્યો 'દેશી જુગાડ' - જુઓ Video
રાજ્યના વાતાવરણમાં આવશે પલટો, બે દિવસ જામશે વરસાદી માહોલ
નર્મદા પરિક્રમામાં પરિક્રમાવાસીઓની સલામતીને લઈને તંત્ર સામે ઉઠ્યા સવાલ
બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી સંદર્ભે હાઇકોર્ટનો ચુકાદો
