AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ટ્રેડર ઊંઘતો રહ્યો અને AI એ કરી દીધો કમાલ ! માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખના બનાવી દીધા ₹40 લાખ

શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમે ગાઢ નિંદ્રામાં હોવ અને તમારું કમ્પ્યુટર તમારા માટે લાખો રૂપિયા છાપતું હોય? સોશિયલ મીડિયા પર એક ટ્રેડરનો દાવો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહ્યો છે. AIએ કેવી રીતે મધ્યરાત્રિએ ખેલ પાડી દીધો? વાંચો આ રોમાંચક કિસ્સો...

ટ્રેડર ઊંઘતો રહ્યો અને AI એ કરી દીધો કમાલ ! માત્ર ગણતરીના કલાકોમાં ₹11 લાખના બનાવી દીધા ₹40 લાખ
Image Credit source: 0x_Discover (X Platform)
| Updated on: Mar 16, 2026 | 5:09 PM
Share

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) હવે માત્ર ચેટિંગ પૂરતું સીમિત નથી રહ્યું, પણ તે અબજોપતિ બનાવવાનું મશીન બની રહ્યું છે. માઇક્રોબ્લોગિંગ સાઇટ X (ટ્વિટર) પર એક ટ્રેડરે કરેલા ખુલાસાએ ફાઈનાન્શિયલ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ટ્રેડરના જણાવ્યા મુજબ, તેના AI ટ્રેડિંગ બોટે રાતોરાત તેનું નસીબ બદલી નાખ્યું.

રાત્રે 3:47 વાગ્યે આવ્યો એ ‘ગોલ્ડન’ એલર્ટ!

ટ્રેડરે જણાવ્યું કે જ્યારે તે સૂતો હતો, ત્યારે સવારે લગભગ 3:47 વાગ્યે તેના AI સિસ્ટમે એક એલર્ટ મોકલ્યું. બોટે સંકેત આપ્યો કે અત્યારે માર્કેટમાં $12,000 (આશરે ₹11 લાખ) રોકવાની સુવર્ણ તક છે. ટ્રેડરે અડધી ઊંઘમાં માત્ર ‘ઓકે’ કહીને મંજૂરી આપી અને ફરી સુઈ ગયો.

પરિણામ: જ્યારે તે સવારે જાગ્યો, ત્યારે તેના ખાતામાં $43,800 (આશરે ₹40 લાખ) જમા થઈ ચૂક્યા હતા!

કેવી રીતે કામ કરે છે આ ‘માસ્ટરમાઇન્ડ’ AI?

આ કોઈ નસીબનો ખેલ નહોતો, પણ ડેટાની તાકાત હતી. આ AI એજન્ટ (OpenClaw) ખાસ કરીને Polymarket જેવા પ્રેડિક્શન પ્લેટફોર્મ માટે તૈયાર કરાયો હતો:

  • ગ્લોબલ સ્કેનિંગ: આ બોટ જાપાન સરકારની ફીડ, યુરોપિયન સંસદનું લાઈવ સ્ટ્રીમ અને ઓસ્ટ્રેલિયાના નાણાકીય સમાચાર જેવી હજારો વિગતો સેકન્ડોમાં સ્કેન કરે છે.
  • ટાઈમ-ઝોન આર્બિટ્રેજ: દુનિયાના એક ખૂણે કોઈ ઘટના બને અને તેની અસર માર્કેટમાં દેખાય તે વચ્ચેના સમયગાળાનો આ AI ફાયદો ઉઠાવે છે. એટલે કે, સમાચાર માર્કેટ સુધી પહોંચે તે પહેલા જ AI ટ્રેડ કરી લે છે.
  • લાઈવ ડેટા: ફ્લાઈટ ટ્રેકિંગથી લઈને સેન્ટ્રલ બેંકોની જાહેરાતો સુધીની તમામ માહિતી આ બોટ પાસે લાઈવ હોય છે.

નાના ટ્રેડ, મોટો નફો

આ સિસ્ટમ એકસાથે સેંકડો ટ્રેડ કરે છે. ભલે એક ટ્રેડમાં થોડો જ નફો મળે, પણ કલાકમાં હજારો વખત ટ્રેડિંગ થવાને કારણે રકમ લાખોમાં પહોંચી જાય છે. તે લિમીટ ઓર્ડરનો ઉપયોગ કરે છે જેથી જોખમ નહિવત રહે છે.

જોકે એક્સપર્ટ્સ આ મામલે સાવચેત રહેવાની સલાહ આપે છે, પણ આ કિસ્સાએ સાબિત કરી દીધું છે કે આવનારા સમયમાં ટ્રેડિંગની દુનિયામાં માણસો કરતા AI નું વર્ચસ્વ વધી જશે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati આની પુષ્ટિ કરતું નથી.

હવે જૂના કપડાંના બદલે વાસણ લેવાની ભૂલ ન કરતા ! 3 એવા પોર્ટલ જે તમને જૂના કપડાંના આપશે હજારો રૂપિયા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
જુનાગઢના ખેડૂતોને મગફળીમાં ખોટ, ઓછા વરસાદથી ઉત્પાદનમાં 50% ઘટાડો
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મનપા ચૂંટણી વોર્ડ 2માં બૂથ કેપ્ચરિંગ, કોંગ્રેસનો ભાજપ MLA પર આરોપ
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
મા ચામુંડાના દરબારમાં નવરાત્રીના પહેલા દિવસે ઉમટી ભક્તોની 'ભારે ભીડ'
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
g clip-path="url(#clip0_868_265)">