AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નર્મદા પરિક્રમા શરૂ થતાની સાથે જ આવી વિવાદમાં,  જીવના જોખમે યાત્રાળુઓ નદી પસાર કરવા લાચાર- જુઓ Video

ભરૂચમાં પવિત્ર ચૈત્ર માસ દરમિયાન યોજાતી નર્મદા મૈયાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાને પગલે પરિક્રમાવાસીઓ પહોંચી ચુક્યા છે. આ પરિક્રમા દરમિયાન પરિક્રમાવાસીઓએ બે વાર નર્મદા નદી પસાર કરવાની થાય છે. પરંતુ હાલ શરૂઆતમાં જ હજારો જાત્રાળુઓ જીવના જોખમે નદી ઓળંગવા મજબૂર બન્યા છે. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2026 | 6:16 PM
Share

પવિત્ર ચૈત્ર માસ દરમિયાન યોજાતી નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા કરવા માટે દેશભરમાંથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનથી સૌથી વધુ શ્રદ્ધાળુઓ આ પરિક્રમા કરવા માટે આવતા હોય છે. આ પરિક્રમા શરૂ થાય એ પહેલા પરિક્રમાવાસીઓને કોઈ અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા વિશેષ તકેદારી રખાતી હોય છે પરંતુ છતા કોઈને કોઈ ચૂક સામે આવતી રહે છે. આ વર્ષે પણ પરિક્રમાવાસીઓ જીવના જોખમે નદી પસાર કરવા મજબુર બન્યા છે. જે બોટમાં બેસીને નદી પસાર કરવાની હોય છ તે બોટમાં ક્ષમતા કરતા વધુ પરિક્રમાવાસીઓને બેસાડવાનો આરોપ લાગ્યો છે. હાંસોડના વમલેશ્વરથી દહેજના મીઠી તલાઈ જવા માટે બોટનો સહારો લેવામાં આવે છે.

દરેક પરિક્રમાવાસી પાસેથી 500 રૂપિયા વસુલવામાં આવ્યા

આ બોટમાં બેસવા માટે પરિક્રમાવાસીઓ પાસેથી 500 રૂપિયા વસુલવામાં આવે છે. છતા સુવિધા ન મળતી હોવાનો આક્ષેપ શ્રદ્ધાળુઓ દ્વારા કરાઈ રહ્યો છે. બોટમાં સવાર એક પરિક્રમાવાસીએ વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમા તે સલામતી સામે સવાલ ઉઠાવવામાં આવ્યો છે. બોટમાં ખીચોખીચ લોકોને ભરવામાં આવ્યા છે. કેટલાકને તો લાઈફ જેકેટ પણ આપવામાં આવ્યા નથી અને પહેલા જે પરિક્રમાર્થી પાસેથી 150 થી 200 રૂપિયા લેવાતા હતા જે હવે 500 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે અને છતા સલામતી કોઈ નથી.

બોટ એજન્સીને મોંઘા ભાવે ટેન્ડર અપાયુ હોવાનો આક્ષેપ

ભરૂચ જિલ્લા કમિટીએ બોટ એજન્સીને મોંઘુ ટેન્ડર ફાળવી દીધુ છે, જેના કારણે પરિક્રમાવાસીઓને વધારે પૈસા આપવા પડી રહ્યા છે. કિડીયારાની જેમ માણસોને ભરવામાં આવી રહ્યા છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જો કોઈ અનિચ્છનિય ઘટના ઘટી તો જવાબદાર કોણ? બોટ માલિકો મનસ્વી રીતે વર્તી રહ્યા છે અને તેના પર  કોઈપણ પ્રકારનું નિયંત્રણ નથી. ત્યારે સવાલ એ છે કે તંત્ર આ બાબતે કેમ કોઈ તકેદારી નથી લઈ રહ્યુ. શું તંત્ર હરણીકાંડને ભૂલી ગયુ છે. આ યાત્રા સાથે હજારો શ્રદ્ધાળુઓની આસ્થા જોડાયેલ છે ત્યારે તેમની સલામતીનો ઉલાળિયો કરીને માત્ર રૂપિયા કમાવવાનું માધ્યમ બનાવી દેવાયુ હોય તેવુ ચિત્ર ઉપસી રહ્યુ છે.

શું હોય છે ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા?

પવિત્ર નર્મદા મૈયાની ઉત્તરવાહિની પરિક્રમા કરવાથી સંપૂર્ણ નર્મદા પરિક્રમા કર્યા જેટલુ પૂણ્યફળ પ્રાપ્ત થાય છે. એવી માન્યતા છે. આદી શંકરાચાર્ય દ્વારા રચિત નર્મદાષ્ટકમાં નર્મદા નદી માટે કહેવાયુ છે કે “અલક્ષ લક્ષ લક્ષ પાપ લક્ષ સાર સાયુધં તતસ્તુજીવજન્તુતન્તુ ભુક્તિ મુક્તિ દાયકંમ્” અર્થાત પવિત્ર નદીના દર્શનમાત્રથી ભક્તોના પાપોનો નાશ થાય છે. આવુ ધાર્મિક મહત્વ ધરાવતી પૂણ્ય સલિલા નર્મદા નદીની સંપૂર્ણ પરિક્રમા કરવા માટે સાડા ત્રણ હજાર કિલોમીટર જેટલુ અંતર કાપવુ પડે છે. જે ભક્તો આ પરિક્રમા ન કરી શકે, તેઓ નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા કરતા હોય છે. તેના દ્વારા પણ સંપૂર્ણ પરિક્રમા કર્યા જેટલા પૂણ્યની પ્રાપ્તિ થાય છે.

શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે જ્યારે પણ નદીનો પ્રવાહ ઉત્તર દિશા તરફ વહે છે, ત્યારે એ પ્રવાહ ઉત્તરવાહિની તરીકે ઓળખાય છે તથા એ વિસ્તારમાંથી વહેતી નદીનું ધાર્મિક મહત્વ વધી જાય છે. નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રામપુરા ગામથી તિલકવાડા ગામ સુધી નર્મદા નદીનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે, આથી અહીં નર્મદા નદીને ઉત્તરવાહિની કહેવામાં આવે છે. નર્મદા નદી લગભગ છ કિમી સુધી ઉત્તર દિશામાં વહેતી હોવાથી ચૈત્ર મહિનામાં પંચકોશી ઉત્તરવાહિની પરિક્રમાનું વિશેષ માહાત્મય છે, જે કુલ 14 કિ.મી. લાંબી છે.

Breaking News: આખરે નરમ પડ્યુ ઈરાન, આપ્યા યુદ્ધ રોકવાના સંકેત, ઈરાની વિદેશમંત્રી એ કહ્યુ યુદ્ધ રોકવાની કોઈપણ પહેલનું સ્વાગત’

Follow Us
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
નાણાકીય બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, થાક અને તણાવમાંથી રાહત મળશે
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
અમદાવાદના બિલ્ડર દશરથ પટેલની જમીન છેતરપિંડી કેસમાં ધરપકડ
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
જસદણમાં હાથથી ઉખડ્યો નવો રોડ; તંત્રની પોલ ખોલતા સ્થાનિકો
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
કોંગ્રેસની એક ભૂલથી ગણદેવીમાં ભાજપનું કમળ ખીલ્યું
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
ખુશખબર... કેસર કેરીના રસિયાઓ માટે; ટૂંક સમયમાં શરૂ થશે હરાજી
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
'વિસનગરમાં વિકાસના નામે માત્ર મીંડું', BJPના કાર્યકર્તાએ સ્વીકાર્યું
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
ગોતામાં ખાડામાં ખાબકી AMTS; ચૂંટણી ટાણે તંત્રની પોલ ખુલી
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં વિકાસના ફળથી વંચિત મતદારોએ ચૂંટણી બહિષ્કારની કરી જાહેરાત
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
સુરતમાં પ્રસાદના નામે આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ
g clip-path="url(#clip0_868_265)">