Breaking News : સુરતના સચિન વિસ્તારમાંથી 2000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો, જુઓ વીડિયો
સુરત શહેરના સચિન વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડ્યો છે.એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું.1700 કિલ્લો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો છે.
સુરતમાં નકલી ચીજવસ્તુઓને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે ત્યારે હવે નકલી ઘીનો કિસ્સો સામે આવ્ય છે. બજારમાં નકલી ઘી સપ્લાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતુ કારખાનું પોલીસે છાપો મારીને ઝડપી પાડ્યું છે. સુરત શહેર એસોજીને સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે.
પોલીસે સચિન વિસ્તારમાંથી શંકાસ્પદ ઘી નો જથ્થો ઝડપી પાડ્યો છે. એક ગોડાઉનમાં શંકાસ્પદ ઘીનું વેચાણ થઈ રહ્યું હતું. શહેર SOG અને પાલિકાનું આરોગ્ય વિભાગ સાથે રાખી કાર્યવાહી કરી છે.અંદાજિત 2000 કિલોથી વધુનો જથ્થો કબજે કર્યો છે. 1700 કિલ્લો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો છે.
ડુપ્લીકેટ ખાદ્ય વસ્તુઓનો જથ્થો
પોલીસે બે લોકોની અટકાયત કરી છે.અલગ અલગ ઘીના નમુના લઇ સેમ્પલો તપાસ માટે મોકલ્યા છે.તપાસના રિપોર્ટ આવ્યા બાદ પોલીસ ગુનો નોંધી શકે છે.સૂત્રો પાસેથી માહિતી મળે તે પ્રમાણે આઘી ડુપ્લીકેટ હોવાનું લાગી રહ્યું છે. સુરત શહેરમાં આવાર-નવાર ડુપ્લીકેટ ખાદ્ય વસ્તુઓનો જથ્થો ઝડપાતો હોય છે.
ડુપ્લીકેટ ઘી પકડવા મામલો ગુજરાત આરોગ્ય મંત્રી પ્રફુલભાઇ પાનસુરીયાનું સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે.આવા ડુપ્લીકેટ વસ્તુ બનાવતા લોકો સામે કડક કાર્યવાહી થશે. ડુપ્લીકેટ પનીર કે ઘી કોઈપણ વસ્તુ બનાવશે તેની સામે પોલીસ હવે કાર્યવાહી કરશે ,ગુજરાતની અંદર તમામ શહેરોમાં સૂચના આપવામાં આવી છે.પોલીસની ટીમને અભિનંદન આપું છું કે આ કાર્યવાહી કરી રહી છે.પોલીસ અને આરોગ્યની ટીમ રાખી ભવિષ્યમાં સતત આવી કાર્યવાહી ચાલુ રાખશે.
માર્ચ મહિનામાં સુરતના માંડવીના ખેડપૂરમાંથી કુલ 6.65 લાખની કિંમતનું 810 લિટર શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યો હતો. ત્યારે સુરતમાંથી ફરી શંકાસ્પદ નકલી ઘી ઝડપાયું છે.
સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. અહી ક્લિક કરો
જસદણના ગોખલાણા નજીક કાર-બોલેરો વચ્ચે અકસ્માત, બે યુવકોના મોત
અમરેલીમાં ગમખ્વાર અકસ્માત, બસ-કાર ટક્કરમાં 3 લોકોના મોત
સુરેન્દ્રનગર પોલીસની સરાહનીય કામગીરી, વ્યાજખોરો પાસેથી સોનું પરત કરાયુ
Weather Breaking:ક્યાંક કાળજાળ ગરમી તો ક્યાંક છુટા છવાયા વરસાદની આગાહી

