ભરૂચ : કોંગ્રેસને મુમતાઝ પટેલની ટકોર: “એક થશો તો જ જીતશો, બાકી પ્રચાર વ્યર્થ”
ભરૂચ કોંગ્રેસમાં જૂથબંધી અને વિભાજનના કારણે રાષ્ટ્રીય નેતા નારાજ થયા છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કાર્યકરોને ટકોર કરતા કહ્યું છે કે "એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી"
ભરૂચ કોંગ્રેસમાં જૂથબંધી અને વિભાજનના કારણે રાષ્ટ્રીય નેતા નારાજ થયા છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે કાર્યકરોને ટકોર કરતા કહ્યું છે કે “એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી”
લોકસભા ચૂંટણીના ગરમાવા વચ્ચે ભરૂચ કોંગ્રેસમાં આંતરિક ખેંચતાણ સપાટી પર આવી છે. સ્વ. અહેમદ પટેલના પુત્રી અને કોંગ્રેસ નેતા મુમતાઝ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર એક પોસ્ટ કરીને રાજકીય મોરચે ખળભળાટ મચાવી દીધો છે.
મને પ્રચાર માટે બોલાવી રહ્યા છે…પણ ભરૂચ કોંગ્રેસ માટે સ્પષ્ટ અને કડવો સંદેશ …એકજુટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. પહેલા આંતરિક ગોઠવણી કરીને એક થવું પડશે, નહીં તો પ્રચાર ફક્ત ઔપચારિકતા બની રહેશે. જીતવી છે તો પહેલા પોતાને જ મજબૂત બનાવવું પડશે. #bharuchkibeti
— Mumtaz Patel (@mumtazpatels) April 15, 2026
મુમતાઝ પટેલે ભરૂચ કોંગ્રેસના સંગઠન પર સવાલો ઉઠાવતા લખ્યું કે, મને પ્રચાર માટે બોલાવી રહ્યા છો… પણ એકજૂટતા વગર પ્રચારનો કોઈ અર્થ નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે જો ચૂંટણી જીતવી હોય તો પહેલા એક થવું પડશે અન્યથા પ્રચાર ફક્ત એક ઔપચારિકતા બનીને રહી જશે.
આ પણ વાંચો : ભરૂચ ભાજપમાં ‘ક્યાંક ખુશી ક્યાંક ગમ’: 6 બળવાખોરોની ઘરવાપસી, તો અંકલેશ્વરના દંપતીને પક્ષમાંથી પાણીચું

