AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પુત્ર મોહ કે સામૂહિક આપઘાતનો ખેલ? બે માસૂમોના મોતના રહસ્ય પરથી FSL અને વિસરાનો રિપોર્ટ ઉઠાવશે પડદો, ચાલો જાણીએ શું છે વિસરા રિપોર્ટ…

ઢોસાનું ખીરું ખાધા પછી બે માસૂમ બાળકીઓના મોતે અનેક સવાલો ઉભા કર્યા છે. શું આ ઘટના પાછળ કોઈ પારિવારિક ષડયંત્ર હતું? અત્યારે સૌની નજર વિસરા રિપોર્ટ પર છે જે નક્કી કરશે કે આ માત્ર અકસ્માત હતો કે પછી કોઈએ રચેલી બરબાદીની સ્ક્રિપ્ટ.

પુત્ર મોહ કે સામૂહિક આપઘાતનો ખેલ? બે માસૂમોના મોતના રહસ્ય પરથી FSL અને વિસરાનો રિપોર્ટ ઉઠાવશે પડદો, ચાલો જાણીએ શું છે વિસરા રિપોર્ટ...
Image Credit source: Tv9Gujarati
| Updated on: Apr 16, 2026 | 3:37 PM
Share

ગુજરાતના અમદાવાદમાં તાજેતરમાં બનેલી એક ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ઢોસાનું ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના કરુણ અવસાન અને માતા-પિતાની ગંભીર હાલતના કેસમાં અત્યારે સીબીઆઈ (CBI) અને એસઆઈટી (SIT) તપાસ કરી રહી છે. આ કેસમાં સૌથી નિર્ણાયક વળાંક ‘વિસરા રિપોર્ટ’ સાબિત થઈ શકે છે. નિષ્ણાતોના મતે, આ રિપોર્ટ જ સ્પષ્ટ કરશે કે આ માત્ર ફૂડ પોઈઝનિંગ હતું કે પછી સામૂહિક આત્મહત્યા કે હત્યાનું કોઈ ષડયંત્ર.

શું હોય છે આ ‘વિસરા’ તપાસ?

જ્યારે કોઈ વ્યક્તિનું મોત શંકાસ્પદ સંજોગોમાં થાય અને પોસ્ટમોર્ટમમાં પણ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ ન થાય, ત્યારે શરીરના આંતરિક અંગોના નમૂના લેવામાં આવે છે, જેને ‘વિસરા’ કહેવામાં આવે છે. આ તપાસમાં મુખ્યત્વે છાતી, પેટ અને પેડુના ભાગમાં આવેલા અંગોનું પરીક્ષણ કરવામાં આવે છે. આ અંગોના રાસાયણિક પૃથ્થકરણ દ્વારા એ જાણવા મળે છે કે શરીરમાં કોઈ ઝેરી પદાર્થ, કેમિકલ કે નશીલી દવા હાજર હતી કે નહીં.

અમદાવાદના કેસમાં વિસરાનું મહત્વ

આ કેસમાં એસઆઈટી દ્વારા વિસરા રિપોર્ટના આધારે કોઈ પણ પ્રકારના જાતીય શોષણની શક્યતાને નકારી કાઢવામાં આવી છે. હવે મુખ્ય તપાસ એ વાત પર છે કે ઢોસાના ખીરામાં એવું શું હતું જેણે બે જીવ લીધા. જો કોઈએ ઈરાદાપૂર્વક ઝેર ભેળવ્યું હશે, તો વિસરા રિપોર્ટ તે કેમિકલના અંશ શોધી કાઢશે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) આ રિપોર્ટ દ્વારા લોહી, દાગ અને અન્ય નમૂનાઓની મદદથી ગુનાની કડીઓ જોડશે.

કાનૂની મહત્વ અને સુપ્રીમ કોર્ટનો આદેશ

વિસરા તપાસ માત્ર ડોક્ટરી પ્રક્રિયા નથી, પરંતુ તે એક મજબૂત કાનૂની પુરાવો છે. 21 જાન્યુઆરી 2014 ના રોજ સુપ્રીમ કોર્ટે એક ઐતિહાસિક ચુકાદો આપતા ઝેર આપવાના કે શંકાસ્પદ મોતના તમામ કિસ્સાઓમાં વિસરા ટેસ્ટ ફરજિયાત બનાવ્યો છે. સામાન્ય રીતે પોસ્ટમોર્ટમના 15 દિવસની અંદર આ નમૂનાઓ એકત્ર કરવા જરૂરી હોય છે જેથી રાસાયણિક અંશો નાશ ન પામે.

કેવી રીતે થાય છે તપાસ?

પોસ્ટમોર્ટમ દરમિયાન લિવર, કિડની અને પેટના કેટલાક ભાગોને રાસાયણિક દ્રાવણમાં સાચવીને લેબોરેટરીમાં મોકલવામાં આવે છે. ફોરેન્સિક નિષ્ણાતો આ અંગોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરીને તેમાં રહેલા કોઈપણ અજાણ્યા તત્વોનો રિપોર્ટ તૈયાર કરે છે.

અમદાવાદની આ ઘટનામાં વિસરા રિપોર્ટ જ અંતિમ ચુકાદો આપશે કે શું આ ખરેખર અકસ્માત હતો કે પછી કોઈએ રચેલું ખતરનાક કાવતરું.

સમગ્ર ઘટના જુઓ:

Breaking News: ઢોસાના ખીરાથી બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ, કહ્યું-અમારા પર ખોટા આરોપો ના લગાવો

Breaking News: ઢોંસાના ખીરાથી થયેલ મોતના આક્ષેપ મામલે મોટો નિર્ણય, પોસ્ટમોર્ટમ માટે બાળકીનો મૃતદેહ બહાર કઢાયો

Breaking News : ઢોંસાના ખીરાથી 2 બાળકીના મોતના આરોપ કેસમાં બાળકીના પિતાની 2 કલાક કડક પુછપરછ, પિતાએ એક જ વાતનું કર્યુ રટણ…

Breaking News: અમદાવાદ માસૂમ બાળકીઓના મોતનું રહસ્ય ઘેરાયું: FSL રિપોર્ટમાં ફૂડ પોઈઝનિંગની થિયરી નકારાઈ, ક્રાઈમ બ્રાન્ચને તપાસ સોંપાઈ

Breaking News: ઢોસાના ખીરાથી થયેલ શંકાસ્પદ મોત મામલે મોટો ઘટસ્ફોટ, પરિવારે સામુહિક આપઘાત કર્યો હોવાનું અનુમાન: સૂત્ર

Breaking News : ઢોસાનું ખીરું બન્યું મોતનું કારણ? બાળકીના કપડાં, બેડશીટ, વાસણ અને અન્ય નમૂના લેવામાં આવ્યા, જુઓ વીડિયો

Breaking News: ઢોંસા ખાધા અને બે માસૂમોના મોત થયા ! ચાંદખેડામાં ખીરાના કારણે ફૂડ પોઈઝનિંગનો પરિવારે લગાવ્યો ગંભીર આરોપ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">