AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘દાદીમાએ મોજ કરાવી દીધી’ રીલ બનાવવા માટે અજાણ્યા યુવક સાથે અથડાઈ યુવતી

સોશિયલ મીડિયા પર વાયરલ થવાના ચક્કરમાં મેટ્રોમાં વિચિત્ર હરકતો કરતી યુવતીને ત્યારે મોટો આંચકો લાગ્યો જ્યારે એક વડીલ મહિલાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. જાહેર મેટ્રોમાં દાદીમાએ જે રીતે યુવતીની 'બરાબરની ખબર' લીધી તેનો વીડિયો હવે ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

'દાદીમાએ મોજ કરાવી દીધી' રીલ બનાવવા માટે અજાણ્યા યુવક સાથે અથડાઈ યુવતી
Image Credit source: ChadBhishm (X - Platform)
| Updated on: Apr 15, 2026 | 7:54 PM
Share

આજકાલ સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું ભૂત લોકોના માથે એવું સવાર થયું છે કે તેઓ જાહેર સ્થળોની મર્યાદા પણ ભૂલી રહ્યા છે. મેટ્રો ટ્રેન હવે મુસાફરી માટે ઓછી અને ફિલ્મના શૂટિંગ માટે વધુ વપરાતી હોય તેવું લાગી રહ્યું છે. દિલ્હી હોય કે મુંબઈ, મેટ્રોના કોચમાં ડાન્સ કરવો અને અજીબ હરકતો કરવી એ હવે સામાન્ય બની ગયું છે. પરંતુ તાજેતરમાં સામે આવેલા એક કિસ્સામાં એક રીલ-બાજ યુવતીને સરેઆમ શરમાવું પડ્યું છે.

રીલનું ભૂત અને દાદીમાનો ‘ચાબુક’

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવતી પોતાની બહેનપણીને વીડિયો રેકોર્ડ કરવા ઈશારો કરે છે અને ત્યારબાદ શરૂ થાય છે ડ્રામા. તે જાણી જોઈને સામે ઉભેલા એક અજાણ્યા યુવક સાથે અથડાવવાનું નાટક કરે છે જેથી કોઈ ‘રોમેન્ટિક’ કે ‘ફની’ સીન બની શકે. પરંતુ ત્યાં જ બાજુમાં ઉભેલા એક વડીલ મહિલાને આ ફુહડતા જરાય પસંદ ન આવી. દાદીમાએ એક ક્ષણનો પણ વિલંબ કર્યા વગર મોરચો સંભાળ્યો અને કડક અવાજમાં કહ્યું, “આ બધો ડ્રામા ઘરે જઈને કરજે બેટા, શું નાટક લગાડ્યું છે? શાંતિથી ઉભી રહે ને.”

સોશિયલ મીડિયા પર દાદીમાની વાહ-વાહ

દાદીમાની આ કડવી પણ સાચી શિખામણ સાંભળીને યુવતી એટલી શરમાઈ ગઈ કે તેની બોલતી જ બંધ થઈ ગઈ. એક્સ (Twitter) પર આ વીડિયો આવતાની સાથે જ લોકોએ દાદીમાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરી દીધા છે. કોઈ કહી રહ્યું છે કે મેટ્રોને પોતાનો બેડરૂમ સમજતા લોકો સાથે આવું જ થવું જોઈએ, તો કોઈએ લખ્યું કે ‘દાદીમાએ આખા સમાજની ભડાશ કાઢી નાખી.’

કન્ટેન્ટના નામે પ્રાઈવસીનો ભંગ

આ વીડિયો એવા તમામ લોકો માટે એક પાઠ છે જેઓ કન્ટેન્ટ બનાવવાના નામે બીજાની પ્રાઈવસી અને શાંતિમાં ખલેલ પહોંચાડે છે. જાહેર સ્થળો પર રીલ બનાવવી એ ગુનો નથી, પરંતુ ત્યાંના નિયમો અને લોકોની મર્યાદાનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે. હાલ તો દાદીમાએ જે રીતે યુવતીને લતાડ લગાવી તેની ગુંજ આખા સોશિયલ મીડિયામાં સંભળાઈ રહી છે.

Disclaimer આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો છે. જેની પુષ્ટી TV9 ગુજરાતી કરતુ નથી. વધુ માહિતી માટે તમારા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

ગુજરાતના મહાનગરોમાં લિકર પરમિટની સંખ્યામાં જંગી વધારો; અમદાવાદ, સુરત અને વડોદરાની આટલી હોટલોમાં ‘છલકાશે જામ’!

Follow Us
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
વડોદરા: ઇસ્કોન હાઇટ્સમાં ભીષણ આગ; 300 લોકોના જીવ તાળવે ચોંટ્યા
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ MLA શૈલેષ પરમાર
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
દાણીલીમડા વોર્ડમાં AP-AIMIM ના ત્રણ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
g clip-path="url(#clip0_868_265)">