Breaking News : AMCની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર, “ઝુંપડુ હશે ત્યાં ઘર ” બનાવી આપવાનો વાયદો
AMCની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર થઈ ચૂક્યું છે. ઝુંપડુ હશે ત્યાં ઘર બનાવી આપવાનો વાયદો આપવામાં આવ્યો છે.ઝુપડપટટ્ટી મુક્ત અમદાવાદનું લક્ષ્ય સાથે 50,000 ઘર બનાવવાનો લક્ષ્યાંક છે. તો ચાલો વિસ્તારથી જોઈએ ભાજપના સંકલ્પપત્રમાં શું શું છે.
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનુ બ્યૂગલ વાગી ચૂક્યા છે ત્યારે અમદાવાદ મનપાની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરાયા અને પરત ખેંચવાનો સમયગાળો પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે. ઉમેદવારો પણ નક્કી થઈ ચૂક્યા છે. આગામી સમયમાં ખુબ જ ઝડપથી અંદાજે 9 થી 10 દિવસ દરેક ઉમેદવાર અને રાજકીય પાર્ટી પોતાના વિષયો પ્રજા સમક્ષ મુકી પ્રજા પાસે મત માંગવા માટે જશે. અમદાવાદ મહાનગરપાલિકા બધા વોર્ડમાં પોતાના ઉમેદવાર ઉતારી ફરી એક વખત વિકાસનો ઈતિહાસ વિકાસનો પાયો ગુજરાતમાં રચ્યો છે.
વિકાસ પથ પર ગુજરાત આગળ વધી રહ્યું છે. વિશ્વાસ વિકાસ અને પ્રયાસની વાત આવે તો ભાજપના 96 ટકા કામ પૂર્ણ કર્યા છે. AMCની ચૂંટણી માટે ભાજપનું સંકલ્પપત્ર જાહેર થઈ ચૂક્યું છે. સંકલ્પ પત્ર મામલે ઋષિકેશ પટેલે પ્રેસ લાઇવમાં આ વાતની જાહેરાત કરી હતી. ઝુપડપટ્ટી મુક્ત અમદાવાદનું લક્ષ્ય, 50,000 ઘરનો લક્ષ્યાંક છે.
“ઝુંપડુ હશે ત્યાં ઘર “
રાજ્ય સરકાર પણ AMCને મદદ કરતી થઈ છે. ભારતીય જનતા પાર્ટી આવતા 5 વર્ષનું વિઝન શું શું કરશે તે સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશે. અમદાવાદ શહેરમાં સંપૂર્ણ સ્લમ મુકત હશે. 50 હજાર મકાનનો લક્ષ્યાંક છે. ટુંકમાં જ્યાં ઝુપડું ત્યાં ઘર હશે, કેન્સર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ બનાવવામાં આવશે. તેમજ કેન્સર મુક્ત અભિયાન સાથે મહિલાઓને કેન્સરથી બચાવવા માટે બાળકીઓને સર્વાઈકલ કેન્સરની રસીનું ખુબ મોટું આયોજન AMC દ્વારા કરવામાં આવશે.
ઋષિકેશ પટેલે જણાવ્યુ કે સમગ્ર અમદાવાદ શહેરમાં મહિલાઓમાં કેન્સરની તપાસ કરવામાં આવશે. 70થી મોટી ઉંમરના વ્યક્તિનું ઘરે જઈ તપાસ કરી મફત સારવારની સાથે પેથોલોજીકલ ટેસ્ટ અને દવાનું આયોજન AMC કરી રહી છે. AMC જે વીજળીનું બીલ ભરે છે. આગામી સમયમાં આ ખર્ચો બચી જાય તે માટે આગળ કામ કરશે. અંદાજે 3 હજાર કરોડની બચત થશે. 20 અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર બનાવવાનું આયોજન પણ કરવામાં આવશે. કોર્પોરેશનની તમામ ભરતીઓમાં 30 ટકા આરક્ષિત મહિલાઓ માટે રહેશે.
વૃદ્ધો મફતમાં અમદાવાદ ભ્રમણ કરી શકશે
વર્ષો જૂની ડ્રેનજ લાઈનને રિહેબ કરવામાં આવશે. 65 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે અમદાવાદ દર્શન માટે યોજના બનાવવામાં આવી છે. જે સંપૂર્ણ મફતમાં હશે. આ સાથે ઈન્ફાસ્ટ્રકચરનું પણ શાનદાર આયોજન કરવામાં આવી રહ્યું છે.એઆઈ આધારિત ટ્રાફિક સિંગ્નલ વ્યવ્સથા 100 જેટલા લેબ ટન બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારતીય જનતા પાર્ટી (BJP) એક રાજકીય પક્ષ છે. અત્યારે ભાજપ દેશની સૌથી મોટી પાર્ટી છે. ભાજપ 2014થી કેન્દ્રમાં સત્તા પર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
Breaking News : "ઝુંપડુ હશે ત્યાં ઘર " બનાવી આપવાનો વાયદો
સુરતમાં 2000 કિલો ઘી અને 1700 કિલો રો મટીરીયલનો જથ્થો કબ્જે કર્યો
બે બાળકીના શંકાસ્પદ મોત કેસમાં બાળકીના પિતાની અપીલ,કહ્યું-આરોપ ખોટા છે
સૌરાષ્ટ્રની રાજનીતિમાં શાબ્દિક પ્રહારોથી વાતાવરણ ગરમાયું
