ભાવનગરમાં સુરત જેવો તક્ષશિલા કાંડ થતા રહી ગયો, શ્રી આલેખ કોમ્પલેક્સના પાર્કિંગમાં આગ લાગતા વિદ્યાર્થીઓને તાબડતોબ નીચે ઉતારાયા- Video
ભાવનગરના લીલા સર્કલ નજીક શ્રી આલેખ કોમ્પલેક્સના પાર્કિંગમાં આગ લાગી હતી. આગને પગલે કોમ્પલેક્સમાં ઉપર ચાલતા ક્લાસિસમાંથી વિદ્યાર્થીઓને તુરંત જ નીચે ઉતારી લેવાયા હતા. આ તરફ ઉપરના માળે હોસ્પિટલ ચાલતી હોવાથી દર્દીઓને પણ સત્વરે નીચે ઉતારવામાં આવ્યા હતા.
ભાવનગરમાં લીલા સર્કલ નજીક શ્રી આલેખ કોમ્પલેક્સના પાર્કિંગમાં અચાનક આગ લાગતા થોડીવાર માટે અફરાતફરી સર્જાઈ ગઈ હતી. કોમ્પલેક્સમાં ઉપરના માળે સદ્દ વિચાર નામની હોસ્પિટલ ચાલી રહી છે અને વિદ્યાર્થીઓના ટ્યુશન ક્લાસિસ અને લાઈબ્રેરી પણ આવેલી છે. પાર્કિંગમાં આગ લાગવાની જાણ થતા જ હોસ્પિટલમાંથી તાત્કાલિક દર્દીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યુ હતુ. જયારે ક્લાસિસમાંથી વિદ્યાર્થીઓને પણ તકેદારીના ભાગરૂપે તાબડતોબ નીચે ઉતારી લેવાયા હતા. જો કે આગ ક્યાં કારણોસર લાગી તે હજુ જાણી શકાયુ નથી. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક પહોંચી જઈ રાહત બચાવની કામગીરી હાથ ધરી હતી. હાલ આગ પર સંપૂર્ણ કાબુ કરી લેવાયો છે.
જો કે એક સવાલ એ પણ છે કે આ પ્રકારના કોમ્પલેક્સમાં પાર્કિંગ બેઝમેન્ટનો ઉપયોગ માત્ર પાર્કિંગ માટે થતો નથી. ત્યાં વધારાનો સામાન પણ રાખવામાં આવતો હોય છે. વાહનો રાખવા સિવાય અન્ય ઉપયોગ પણ થતો હોય છે. મહાનગરપાલિકાની જવાબદારી હોય છે કે પાર્કિંગનો હેતુ માત્ર પાર્કિંગ માટે જ કરવામાં આવે પરંતુ બીજો પણ ઉપયોગ થતા આ પ્રકારના આગના બનાવો અનેકવાર બનતા રહે છે. જો કે આજની ઘટનામાં ફાયરબ્રિગેડની સમયસૂચક્તાથી તાત્કાલિક આગ પર કાબુ કરી લેવાયો છે. જો કે આજની ઘટનાએ સુરતના તક્ષશિલા કાંડની યાદો તાજી કરી દીધી છે.
Input Credit- Ajit Gadhvi- Bhavnagar
“હું બાંગ્લાદેશી રોહિંગ્યાને લાત મારીને ભગાડી દઉ છુ, મમતા દીદી દુલ્હનની જેમ બોલાવી લે છે”- CM હિંમતા બિસ્વા સરમા
વડોદરા: રૂપારેલ કાંસમાં ઠાલવાયો કાટમાળ, સોસાયટીઓ પર જળબંબાકારનો ખતરો
અમદાવાદ: હોર્ડિંગ્સ માટે વૃક્ષોનું નિકંદન, AMC અને એજન્સીઓની મિલીભગત!
ફતેપુરા પંચાયતમાં જન્મ પ્રમાણપત્રના કામમાં ભ્રષ્ટાચાર! VCE પૈસા લેતા
નરોડામા અમેરિકન નાગરિકો સાથે ઠગાઈ કરતા બોગસ કોલ સેન્ટર ઝડપાયું
