AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : પાકિસ્તાનમાં અજાણ્યો વ્યક્તિ ફરી થયો સક્રિય, આતંકવાદી અમીર હમઝાને લાહોરમાં મારી ગોળી, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે

હાફિઝ સઈદના નજીકના સાથીદાર અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાના સ્થાપક સભ્ય, અમીર હમઝાને પાકિસ્તાનમાં ગોળી મારી દેવામાં આવી છે. અમીર હમઝાને લાહોરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલની ઓફિસની બહાર એક અજાણ્યા હુમલાખોરે ગોળી મારી દીધી હતી. અમીર હમઝાને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આતંકવાદી હાફિઝ સઈદ સાથે મળીને, અમીર હમઝાએ 1987 માં લશ્કર-એ-તૈયબા તરીકે ઓળખાતા આતંકવાદી સંગઠનની સ્થાપના કરી હતી.

Breaking News : પાકિસ્તાનમાં અજાણ્યો વ્યક્તિ ફરી થયો સક્રિય, આતંકવાદી અમીર હમઝાને લાહોરમાં મારી ગોળી, જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2026 | 2:11 PM
Share

વૈશ્વિક આતંકવાદી હાફિઝ સઈદના એકદમ નજીકના સહયોગી અને આતંકવાદી જૂથ લશ્કર એ તૈયબાના સ્થાપક સભ્યોમાંના એક એવા અમીર હમઝાને પાકિસ્તાનમાં, અજાણ્યા વ્યક્તિએ ગોળી મારી દીધી છે. આ હુમલા અંગે સામે આવી રહેલ વિગતો અનુસાર, પાકિસ્તાનના લાહોરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલના પરિસરની બહાર, એક અજાણ્યા હુમલાખોરે અમીર હમઝાને નિશાન બનાવ્યો હતો. અમીર હમઝાને ગોળી વાગ્યા બાદ અત્યંત ગંભીર હાલતમાં લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યા તેની હાલત નાજુક હોવાનું કહેવાય છે. ટુંકમાં અજાણ્યા હુમલાખોરે મારેલી ગોળી બાદ અમીર હમઝા, જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.

અમીર હમઝાએ 1987માં આતંકવાદી હાફિઝ સઈદ સાથે મળીને આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાની સ્થાપના કરી હતી. અમીર હમઝાએ ભારતમાં થયેલા અનેક આતંકવાદી હુમલાઓમાં ભૂમિકા ભજવી છે. 2018માં, હમઝાએ પોતાનું સંગઠન પણ સ્થાપ્યું, જેનું નામ જૈશ એ મનકાફા હતું.

કોણ છે આતંકવાદી અમીર હમઝા ?

66 વર્ષીય હમઝાનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરામાં થયો હતો. હમઝાએ મદરેસામાંથી ‘આલીમ’ની ડીગ્રી મેળવી હતી, ત્યારબાદ તે હાફિઝ સઈદની સાથે મળીને આતંકવાદના માર્ગે આગળ વધ્યો હતો. એક સમયે, આતંકવાદી અમીર હમઝા લશ્કર-એ-તૈયબામાં “નંબર 2” વ્યક્તિનું સ્થાન ધરાવતો હતો. હમઝાની મુખ્ય ભૂમિકા તેના ઉગ્ર ભાષણો દ્વારા આતંકવાદીઓને કટ્ટરપંથી બનાવવા અને ભરતી કરવાનો હતો. 2012માં, યુ.એસ. ડિપાર્ટમેન્ટ ઓફ ધ ટ્રેઝરી દ્વારા હમઝાને સત્તાવાર રીતે આતંકવાદી તરીકે જાહેર કરવામાં આવ્યો હતો, તેને યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખતરા તરીકે ઓળખવામાં આવ્યો હતો.

હમઝા વિશે વિગતવાર માહિતી હજુ પણ બહુ ઉપલબ્ધ નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે, તેણે સૌપ્રથમ 1979 માં આતંકવાદનો માર્ગ અપનાવ્યો હતો. તે સમયે, હમઝા સોવિયેત યુનિયન સામેની લડાઈમાં અફઘાન લડવૈયાઓ સાથે જોડાયો હતો. સોવિયેત સાથેનો સંઘર્ષ સમાપ્ત થયા પછી, હમઝાને જમ્મુ અને કાશ્મીરમાં આતંક ફેલાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું.

2018 માં, નાણાકીય બાબતોને કારણે હમઝાને હાફિઝ સઈદ સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ત્યારથી, તે એકલો જ કામ કરી રહ્યો છે. હમઝાએ આતંકવાદ પર ઓછામાં ઓછા આઠ પુસ્તકો લખ્યા છે. જેમાંથી મોટાભાગના લશ્કર-એ-તૈયબાની પ્રકાશન શાખા દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યા છે.

Breaking News : યુદ્ધમાં ઈરાને, ચીનની મદદથી અમેરિકાના આર્મી બેઝ પર કર્યા હતા સફળ હુમલા, રિપોર્ટમાં થયો ખુલાસો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">