AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smartwatch Innovation: માઉસ-કીબોર્ડના દિવસો ભરાઈ ગયા ! હવે માત્ર હવામાં આંગળીઓ ફેરવશો તો ચાલશે કમ્પ્યુટર, જાણો શું છે આ ‘વોચહેન્ડ’ ટેકનોલોજી

શું તમે ક્યારેય વિચાર્યું છે કે માત્ર હવામાં હાથ હલાવવાથી તમારું કમ્પ્યુટર ચાલવા લાગશે? કોર્નલ યુનિવર્સિટીના સંશોધકોએ એક એવી ટેકનોલોજી શોધી છે જે તમારા હાથને જ માઉસ બનાવી દેશે.

Smartwatch Innovation: માઉસ-કીબોર્ડના દિવસો ભરાઈ ગયા ! હવે માત્ર હવામાં આંગળીઓ ફેરવશો તો ચાલશે કમ્પ્યુટર, જાણો શું છે આ 'વોચહેન્ડ' ટેકનોલોજી
Image Credit source: AI
| Updated on: Apr 07, 2026 | 7:59 PM
Share

ટેકનોલોજીની દુનિયામાં એક એવી ક્રાંતિ આવવા જઈ રહી છે જે કમ્પ્યુટર ચલાવવાની આપણી વર્ષો જૂની રીતને બદલી નાખશે. અત્યાર સુધી કમ્પ્યુટર કે લેપટોપ ચલાવવા માટે આપણે માઉસ, કીબોર્ડ કે ટચસ્ક્રીન પર નિર્ભર રહેવું પડતું હતું, પરંતુ હવે તમારા હાથની આંગળીઓ જ ઇનપુટ ડિવાઇસ બની જશે. કોર્નલ યુનિવર્સિટી અને KAIST ના સંશોધકોએ ‘WatchHand’ નામની એક અદભૂત ટેકનોલોજી વિકસાવી છે.

કેવી રીતે કામ કરશે આ જાદુઈ ટેકનોલોજી?

સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ ટેકનોલોજી માટે તમારે સ્માર્ટવોચમાં કોઈ નવું હાર્ડવેર લગાવવાની જરૂર નથી. તમારી ઘડિયાળમાં પહેલેથી જ રહેલા સ્પીકર અને માઇક્રોફોનનો ઉપયોગ કરીને આ સિસ્ટમ કાર્ય કરે છે. આ ટેકનોલોજી AI પાતર્ડ ‘સોનાર’ (Sonar) સિસ્ટમનો ઉપયોગ કરે છે, જે તમારી આંગળીઓ અને કાંડાની હિલચાલને રીઅલ-ટાઇમમાં ટ્રેક કરે છે.

વધારાના કોઈ સેન્સરની જરૂર નથી

અત્યાર સુધી હેન્ડ-ટ્રેકિંગ માટે મોટા કેમેરા અથવા મોંઘા સેન્સર્સની જરૂર પડતી હતી, પરંતુ WatchHand ટેકનોલોજી લાખો અસ્તિત્વમાં રહેલી એન્ડ્રોઇડ સ્માર્ટવોચ પર સીધી કામ કરી શકે છે. સંશોધકોનું કહેવું છે કે આ ટેકનોલોજી એટલી પાવરફુલ છે કે તે તમારી આંગળીઓના નાનામાં નાના હલનચલન અને કાંડાના વળાંકને પણ સચોટ રીતે પકડી લે છે.

40 લોકો પર થયું સફળ પરીક્ષણ

આ સિસ્ટમને તૈયાર કરવા માટે સંશોધકોએ 40 લોકો પર પરીક્ષણ કર્યું હતું અને લગભગ 36 કલાકનો ડેટા એકઠો કર્યો હતો. આ પરીક્ષણ અલગ-અલગ સ્માર્ટવોચ મોડલ અને ઘોંઘાટવાળા વાતાવરણમાં પણ કરવામાં આવ્યું હતું, જેમાં પરિણામો ખૂબ જ સકારાત્મક મળ્યા છે.

ભવિષ્યમાં શું થશે ફાયદો?

આ ટેકનોલોજી માત્ર કમ્પ્યુટર ચલાવવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તેના અનેક ફાયદા છે:

  • વર્ચ્યુઅલ રિયાલિટી: ગેમિંગ અને VR સિસ્ટમમાં આ ટેકનોલોજી ગેમ-ચેન્જર સાબિત થશે.
  • ટાઇપિંગ ટ્રેકિંગ: તમે હવામાં આંગળીઓ ફેરવીને ટાઇપિંગ કરી શકશો અને તમારી સ્માર્ટવોચ તેને ટ્રેક કરી લેશે.
  • દિવ્યાંગો માટે મદદરૂપ: જે લોકોને બોલવામાં કે હલનચલનમાં તકલીફ છે, તેમના માટે આ એક શ્રેષ્ઠ સહાયક સાધન બની શકે છે.

હાલની મર્યાદાઓ

જોકે, આ ટેકનોલોજી અત્યારે માત્ર એન્ડ્રોઇડ સ્માર્ટવોચ પર જ કામ કરે છે. બીજું એ કે જ્યારે યુઝર ચાલતો હોય ત્યારે તેની સચોટતા જાળવવામાં થોડી મુશ્કેલી પડે છે, જેના પર હાલ સંશોધકો કામ કરી રહ્યા છે. ખૂબ જ ટૂંક સમયમાં આ સ્ટડીને મોટી કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવશે.

તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે તમારે માઉસ શોધવાની જરૂર નહીં પડે, તમારો હાથ જ તમારો કમાન્ડર હશે!

Breaking News: મેદાન પર સિક્સર મારનાર વોર્નર ‘ડ્રિંક એન્ડ ડ્રાઈવ’માં આઉટ ! પોલીસે કરી ધરપકડ, જાણો શું છે આખો વિવાદ

Follow Us
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
સુરતમાં કારીગરોની હડતાળ, પોલીસ પર પથ્થરમારો 500 થી વધુ સામે ફરિયાદ
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
ચર્ચગેટ નજીક આવકવેરા વિભાગની ઓફિસમાં લાગી ભીષણ આગ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">