AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો, ખેડૂતોને મળશે વધુ લાભ !

Breaking News : ભર ઉનાળે સરદાર સરોવર ડેમની જળસપાટીમાં થયો વધારો, ખેડૂતોને મળશે વધુ લાભ !

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2026 | 2:59 PM
Share

સરદાર સરોવરના ઉપરવાસમાંથી અંદાજે 45,884 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં હાઈડ્રો વીજ ઉત્પાદન કરવા માટે, ડેમોનુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે.

કાળઝાળ ગરમીમાં ખેડૂતો સહીત સૌને ઠંડક મળે તેવી સમાચાર નર્મદા જિલ્લામાંથી સામે આવી રહ્યાં છે. ભર ઉનાળામાં પણ નર્મદા નદી પર કેવડીયા ખાતે બાંધવામાં આવેલા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં વધારો નોંધાયો છે. હાલ ડેમની જળસપાટી 130.12 મીટર સુધી પહોંચી ગઈ છે. આ જળ સપાટી રાજ્યના ખેડૂતો અને ગ્રામ્ય વિસ્તારો માટે પાણી પુરવઠાની દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

મળતી માહિતી અનુસાર, સરદાર સરોવરના ઉપરવાસમાંથી અંદાજે 45,884 ક્યુસેક પાણીની સતત આવક થઈ રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં હાઈડ્રો વીજ ઉત્પાદન કરવા માટે, ડેમોનુ પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નર્મદા ડેમમાં પાણીની આવક વધી છે. આ ઉપરાંત, હાલ ડેમમાં 3420 એમસીએમ (MCM) જેટલું લાઈવ સ્ટોરેજ પાણી ઉપલબ્ધ છે. જે ઉનાળાની કટોકટી વચ્ચે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટે મોટી રાહત આપી શકે તેમ છે. વિશેષજ્ઞોના મતે, આ પાણીનો જથ્થો આગામી સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની અને સિંચાઈ માટેની જરૂરિયાત પૂરી કરવામાં મદદરૂપ સાબિત થશે. ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે ડેમમાં પાણીનો જથ્થો જાળવાઈ રહેવો રાજ્ય માટે સકારાત્મક સંકેત છે.

ભૂતકાળના અનુભવો છતા કોંગ્રેસના સંગઠનમાં ખામી રહી છે, ચૂંટણી પંચ ભાજપનો ભગવો પહેરી કામ કરે છેઃ શૈલેષ પરમાર

Follow Us
g clip-path="url(#clip0_868_265)">