AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જ્હોન અબ્રાહમની 15 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મનો ત્રીજો ભાગ રિલીઝ થશે, જાણો ક્યારે આવી રહી છે ફિલ્મ

એક્શન ફિલ્મના શૌખી લોકો માટે એક ગુડ ન્યુઝ સામે આવ્યા છે. ફોર્સ 3ની ઓફિશયલ જાહેરાત કરવામાં આવી છે. જોન અબ્રાહમની ફિલ્મની રિલીઝ ડેટની જાહેરાત થઈ ચુકી છે. ત્યારે હવે ચાહકો આ ફિલ્મ જોવા માટે આતુર છે.

Breaking News : જ્હોન અબ્રાહમની 15 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મનો ત્રીજો ભાગ રિલીઝ થશે, જાણો ક્યારે આવી રહી છે ફિલ્મ
| Updated on: Apr 15, 2026 | 4:33 PM
Share

બોલિવુડમાં એક એક્શન ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હાલમાં અનેક ફિલ્મની સીકવલ પર કામ ચાલી રહ્યું છે. કેટલીક ફિલ્મ આ વર્ષે રિલીઝ કરવામાં આવશે. તો કેટલીક સીકવલ આવતા વર્ષે 2027માં રિલીઝ કરવામાં આવશે. હાલમાં જે મોટી ફિલ્મની વાત કરવામાં આવી રહી છે તે ફિલ્મનું નામ ફોર્સ 3 છે. આ વખતે એસીપી યશવર્ધન જોન અબ્રાહમને હર્ષવર્ધન રાણેનો સપોર્ટ મળ્યો છે. તેમજ તાન્યા માનિકતલા પણ ફોર્સ 3નો ભાગ છે. જ્યારે જોન અબ્રાહમની ફિલ્મમાં હર્ષવર્ધનની એન્ટ્રી થઈ હતી.

ત્યારે ખુદ આ વાત કન્ફોર્મ કરી હતી. હવે એક વીડિયો શેર કરી મેકર્સે ફિલ્મની ઓફિશિયલ અનાઉસમેન્ટ કર્યું છે. ફિલ્મનું નામ ઝડપી ચાલી રહ્યું છએ. આ ફિલ્મને ખાકી ધ બિહાર ચેપ્ટર અને ધ ફ્રીલાન્સર થી પોપ્યુલર ભાવ ધૂલિયા ડાયરેક્ટ કરી રહ્યા છે. આ સફળ એક્શન-થ્રિલર ફિલ્મ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે.

કલેક્શન 58 કરોડ રુપિયાની આસપાસ

જોન અબ્રાહમની પહેલી ફિલ્મ ફોર્સ વર્ષ 2011માં રિલીઝ થઈ હતી. આ એક્શન થ્રિલર ફિલ્મને Nishikant Kamat ડાયરેક્ટ કરી હતી. જ્યારે જોનની સાથે ફિલ્મમાં જેનેલિયા,વિદ્યુત જામવાલાએ પણ કામ કર્યું હતુ. ફિલ્મે બોક્સ ઓફિસ પર 40 કરોડ રુપિયાનો કારોબાર કર્યો હતો. જે બજેટથી ખુબ વધારે છે. બીજું ઈન્સટોલમેન્ટ 2016માં રિલીઝ થયું હતુ. જેનું ડાયરેક્શન અભિનય દેવે કર્યું હતુ. બીજી ફિલ્મમાં જોન અબ્રાહમની સાથે તાહિર રાજ અને સોનાક્ષી સિંહા હતી. જેનું કલેક્શન 58 કરોડ રુપિયાની આસપાસ રહ્યું હતુ. હવે ત્રીજા પાર્ટની રાહ જોવાય રહી છે.

‘ફોર્સ 3’ ની જાહેરાત, ક્યારે રિલીઝ થશે?

મેકર્સે એક અલગ અંદાજમાં ફોર્સ3ની જાહેરાત કરી છે. જે ગ્રાફિક્લ વીડિયો છે અને પોલિસના ડ્રેસમાં જોન અબ્રાહમ જોવામળી રહ્યો છે. હાથમાં બંદુક લઈ ઉભો છે. બીજી બાજુ હર્ષવર્ધન રાણે, જેના બંન્ને હાથમાં બંદુક છે. ફિલ્મનું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે. ફોર્સ 3 શીલ કુમાર,શાહબાઝ આલમ,જોન અબ્રાહમ, સંદીપ લેજેલ અને મિનાક્ષી દાસે પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મની સ્ટોરી સીમાબ હાશ્મીએ લખી છે. તો રવિ બસરુરનું મ્યુઝિક છે. તમને જણાવી દઈએ કે, ફોર્સ 3 19 માર્ચ 2027ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ વીડિયોમાં રિલીઝ તારીખ મેન્શન કરવામાં આવી છે.

‘ફોર્સ 3’ વિશે બોલતા, જોન અબ્રાહમે કહ્યું, “ફોર્સ હંમેશાથી એક એવી ફ્રેન્ચાઇઝી રહી છે. જેના પર હું ઊંડો વિશ્વાસ રાખું છું. તે મારા માટે ખાસ છે કારણ કે તેમાં એક અનોખી શક્તિ અને મજબૂત ઓળખ છે જેની સાથે ચાહકો વર્ષોથી જોડાયેલા છે. ‘ફોર્સ 3’ સાથે, અમે તે વારસાને મોટા પાયે ચાલુ રાખી રહ્યા છીએ. હું હર્ષને એક એક્શન હીરો તરીકે રજૂ કરવા માટે પણ ખૂબ જ ઉત્સાહિત છું. તેની પાસે તે ઉર્જા અને ભૂખ છે, અને મને લાગે છે કે ચાહકો તેને આ અવતારમાં જોવાનું પસંદ કરશે.”

અભિનેતાની માતા છે ગુજરાતી, અભિનેતા પણ બોલે છે ગુજરાતી ભાષા, આવો છે જ્હોન અબ્રાહમનો પરિવાર અહી ક્લિક કરો

Follow Us
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
ચૂંટણી પહેલાં કોંગ્રેસ-ભાજપ કાર્યકરો વચ્ચે છુટ્ટાહાથની મારામારી
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મોટા પાયે નકલી ઇંગ્લિશ દારૂ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું, જુઓ વીડિયો
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
મનપા ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો, 4 બેઠકો હાથમાંથી ગઈ
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ પરત લેવા પહોંચતા હોબાળો થયો
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
Breaking News : લલિત વસોયાએ ચૂંટણી પંચને ગણાવ્યું 'પાળતું શ્વાન'
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
તમે મસ્તીના મૂડમાં રહેશો, નાણાકીય સ્થિતિ મજબૂત થશે
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ચૂંટણી ટાણે ખેડૂતોનો હુંકાર; મોંઘવારી અને MSP મુદ્દે સરકાર સામે રોષ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
ભાજપ દ્વારા કોંગ્રેસના ઉમેદવારને ફોર્મ પરત લેવા લોભ, લાલચ આપવાનો આરોપ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
77 કરોડનું સાયબર ફ્રોડ: ગોવાથી ચાલતી ગેંગનો પર્દાફાશ, 16ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">