જામનગરમાં ચૂંટણી પહેલાં રાજકારણ બરાબરનું ગરમાયું છે. સાંસદ પૂનમ માડમે. જાહેર મંચથી જણાવ્યું હતું કે. વડાપ્રધાન મોદી. પક્ષના નાનામાં નાના કાર્યકરની સમસ્યા સાંભળે છે. અને તેનો ઉકેલ લાવે છે. જ્યારે સામે કોંગ્રેસ, AAPના કાર્યકર્તાઓએ તો. તેમના દિગ્ગજ નેતાઓ સાથે વાત કરવા પાપડ વણવા પડે તેવી સ્થિતિ છે. પૂનમ માડમે જાહેર મંચથી પડકાર ફેંક્યો કે કોઈ ફોટો બતાવશે તો તે રાજકારણ છોડી દેશે. તો સામે તેમના કાકા. અને કોંગ્રેસના જામનગરના પૂર્વ સાંસદ વિક્રમ માડમે જ આ ચેલેન્જ સ્વીકારી દીધી છે.