AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“હું બાંગ્લાદેશી રોહિંગ્યાને લાત મારીને ભગાડી દઉ છુ, મમતા દીદી દુલ્હનની જેમ બોલાવી લે છે”- CM હિંમતા બિસ્વા સરમા

પશ્ચિમ બંગાળ વિધાનભા ચૂંટણીને લઈને ભાજપ તમા તાકાત લગાવી રહ્યુ છે. વડાપ્રધાન મોદી, અમિત શાહ સહિત રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ ચૂંટણી પ્રચારના આ રણમેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ત્યારે અસમ વિધાનસભા ચૂંટણી બાદ ત્યાંના સીએમ બંગાળના રણમાં ચૂંટણી પ્રચારમાં ઉતરી ચુક્યા છે.

હું બાંગ્લાદેશી રોહિંગ્યાને લાત મારીને ભગાડી દઉ છુ, મમતા દીદી દુલ્હનની જેમ બોલાવી લે છે- CM હિંમતા બિસ્વા સરમા
| Updated on: Apr 16, 2026 | 5:24 PM
Share

અસમ વિધાનસભા માટે વોટીંગ બાદ સીએમ હિંમત બિસ્વા સરમા બંગાળના ચૂંટણી રણમાં ઉતરી ચુક્યા છે. તેમના અનોખા અંદાજમાં ભાષણ દેવા માટે જાણીતા હિંમતાએ આજે બંગાળમાં જનસભા કરી. કૂચબિહારમાં અસમા સીએમ હિમંતા બિસ્વા સર્માએ બંગાળમાં રોહિંગ્યા નો મુદ્દો ઉઠાવ્યો. તેમણે TMC ચીફ મમતા બેનરજી પર બાંગ્લાદેશીઓને સંરક્ષણ આપવાનો આરોપ લગાવ્યો.

હિંમતા બિસ્વા સરમા એ શું કહ્યુ?

ચૂંટણી સભામાં હિંમતા બિસવા સરમાએ કહ્યુ કે બંગાળમાં આ વખતે ભાજપની સરકાર લાવવી છે. અસમમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓને આવવાનું બંધ કરાવી દીધુ છે. અસમમાં તેમના માટે સંપૂર્ણ તાળુ લગાવી દીધુ છે. એક પણ બાંગ્લાદેશી આવે છે તો હું લાત મારીને રાત્રે જ જ્યાંથી આવ્યો હોય ત્યાં મોકલી દઉ છુ. અસમમાં તેમને ટકવા દેતો નથી. પરંતુ મમતા દીદી પશ્ચિમ બંગાળમાં બાંગ્લાદેશી રોહિંગ્યાઓને દુલ્હનની જેમ બોલાવી લે છે. તેનો કોઈ ફાયદો થતો નથી. જો આવુ ચાલતુ રહેશે તો  બંગાળ અને અસમમાં ધીરે-ધીરે હિંદુઓ ઓછા થઈ જશે.

TMC ના નોનવેજવાળા નેરેટિવને પણ તોડવાની કોશિશ

હિંમત બિસવા સરમાએ TMC ના નોનવેજ વાળા નેરેટિવને પણ તોડવાની કોશિશ કરી. તેમણે કહ્યુ, મમતા દીદી, આપ અસમ આવો, અમારી પાસે સારામાં સારા નોનવેજ ફુડ છે. શું તમને કોઈએ કહ્યુ છે કે નોનવેજ ખાવાનું બંધ કરી દેવામાં આવશે? તો પછી મમતા દીદી ડરી કેમ રહ્યા છે? તેઓ એટલા માટે ડરી રહ્યા છે કારણ કે જો ભાજપ સત્તામાં આવે છે તો અમે ગૌમાંસ અને ગૌહત્યા પર રોક લગાવી દેશુ. હિંમતા એ કહ્યુ કે તેઓ અસમમાં યુનિફોર્મ સિવિલ કોડ લાવવાના છે. જો બંગાળમાં ભાજપની સરકાર બનશે તો આ કાનૂન ત્યાં પણ લાગુ કરવામાં આવશે. મમતા દીદી એટલે પણ ડરી રહ્યા છે કારણ કે ભાજપ બહુ વિવાહની આ ફેક્ટરી પર પણ બુચ લગાવી દેશે.

આપને જણાવી દઈએ કે  બંગાળની ચૂંટણીમાં અસમ ભાજપના 50 થી વધુ નેતાઓની ડ્યુટી લગાવવામાં આવી છે. અસમ અને બંગાળની સીમા પર 127 કિલોમીટર સુધી કોમન છે. અલીપુરદ્વાર અને જલપાઈ ગુડી જિલ્લાની સીમા અસમ સાથે જોડાયેલી છે.

UAE નું દેવુ ચુકવવા દેવાળિયા પાકિસ્તાનના પીએમ ફરી કટોરો લઈને પહોંચી ગયા સાઉદી, પ્રિન્સે $3 બિલિયનની કરી મદદ

Follow Us
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
સુરતમાં પાણી વચ્ચે 'એક્વા ગરબા'ની ધૂમ, સ્વિમિંગ પૂલમાં રમ્યા દાંડિયા
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
આણંદના કાસોર ગામે દેખાયો 9.5 ફૂટનો મહાકાય મગર! વનવિભાગે કર્યુ રેસ્ક્યૂ
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
11 લાખની લૂંટનું તરકટ, દેવું ન ચૂકવવા રચાયેલું કાવતરું
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
નવરાત્રિમાં ગરબા રમવાનો ખર્ચ વધ્યો, જાણો પાસ અને ડ્રેસિંગના ભાવ! Video
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
દાહોદની સમયસૂચકતાથી મુસાફરોનો આબાદ બચાવ
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
આજનું રાશિફળ : નોકરી, બિઝનેસ અને પરિવારજીવનમાં કેવો રહેશે દિવસ?
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
નવરાત્રી બાદ દિવાળી પહેલા ગુજરાતમાં વરસાદની આગાહી: અંબાલાલ પટેલ
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
અમદાવાદ SG હાઇવે: TV9ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું, રસ્તો ખુલ્યો
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
34 ફૂટ લાંબો અને 3 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો 'ગલ્લો'
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
AMCની બેદરકારી: નારોલમાં 10 વર્ષની બાળકી ખુલ્લી ગટરમાં ખાબકી!
g clip-path="url(#clip0_868_265)">