AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું ભેળવ્યું હશે બોલો.. ગુજરાતના આ જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, જુઓ Video

શું ભેળવ્યું હશે બોલો.. ગુજરાતના આ જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 100 થી વધુ લોકોને થયું ફૂડ પોઈઝનિંગ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 16, 2026 | 7:59 PM
Share

ગુજરાતના એક જિલ્લામાં પાણીપુરી ખાધા બાદ 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો ભોગ બન્યા છે. તમામને હોસ્પિટલમાં દાખલ કરાયા છે.  

કચ્છના લોડાઈ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પાણીપુરી ખાધા બાદ 100થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યા છે. આ મોટા સમાચારથી સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છવાઈ ગયો છે. ઘટના બાદ તુરંત જ તમામ અસરગ્રસ્તોને ભૂજની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

આ બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગની બે ટીમો લોડાઈ પહોંચી ગઈ છે અને તપાસ શરૂ કરી છે, જેથી ફૂડ પોઈઝનિંગના કારણો જાણી શકાય.

વધુમાં, સાવચેતીના ભાગરૂપે અને આવા બનાવોનું પુનરાવર્તન ન થાય તે માટે, વિસ્તારમાં આવેલી ખાણી-પીણીની તમામ લારીઓને હાલ પૂરતી બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ પગલાં જનઆરોગ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યા છે.

શું હોય છે વિસેરા રિપોર્ટ? અમદાવાદનો કેસ કેમ છે આટલો મહત્વનો?

Published on: Apr 16, 2026 07:58 PM
Follow Us
g clip-path="url(#clip0_868_265)">