Breaking News: ખાડિયામાં ફરી ગરમાયું રાજકીય વાતાવરણ, ભૂષણ ભટ્ટનું દાઉદ-ISI કનેક્શન અંગે મોટું નિવેદન, જુઓ Video
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું કે તેઓ તેમના અગાઉના નિવેદન પર આજે પણ અડગ છે અને આવનારા સમયમાં પણ રહેશે.
અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ફરી એકવાર રાજકીય માહોલ ગરમાયો છે. પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે એક ચોંકાવનારું નિવેદન આપતાં જણાવ્યું કે તેઓ તેમના અગાઉના નિવેદન પર આજે પણ અડગ છે અને આવનારા સમયમાં પણ રહેશે.
તેમણે દાવો કર્યો કે ખાડિયાને “પાકિસ્તાન બનવા નહીં દઉં” અને આ મુદ્દે તેઓ કોઈપણ રીતે પાછા નહીં હટે. ભટ્ટે વધુમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે કોંગ્રેસના ઉમેદવારના સીધા સંપર્ક અંડરવર્લ્ડ ડોન Dawood Ibrahim સાથે છે.
આ ઉપરાંત તેમણે એવો પણ દાવો કર્યો કે કોંગ્રેસના ઉમેદવારના સંબંધ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી Inter-Services Intelligence (ISI) સાથે જોડાયેલા છે.
નક્કી કરવાનો સમય આવી ગયો છે: ભૂષણ ભટ્ટ
ભૂષણ ભટ્ટે જણાવ્યું કે હવે ખાડિયાને કઈ દિશામાં લઈ જવું તે નક્કી કરવાનો સમય આવી ગયો છે અને લોકોને સતર્ક રહેવાની જરૂર છે.
આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ તેજ બની છે. હાલ કોંગ્રેસ તરફથી આ આરોપોને લઈને કોઈ ઓફિશિયલ પ્રતિભાવ આવ્યો નથી, પરંતુ આવનારા સમયમાં આ મુદ્દે રાજકીય તણાવ વધવાની શક્યતા છે.